હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો

Tripoto
Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

હિમાચલ પ્રદેશ દેશનું એક એવું રાજ્ય છે, જ્યાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ આવે છે. તેથી જ હિમાચલની સુંદરતા આખી દુનિયામાં ફેમસ છે.

દરરોજ હજારો દેશી અને વિદેશી પર્યટકો હિમાચલ પ્રદેશના શિમલા, કુલુ-મનાલી, ડેલહાઉસી, ધર્મશાલા અથવા કસોલ જેવા પ્રખ્યાત સ્થળોએ પહોંચે છે. આ સ્થળોએ ઘણી ભીડ જોવા મળે છે.

હિમાચલ પ્રદેશમાં ઘણી અજાણી અને અદ્ભુત જગ્યાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. હિમાચલમાં ચોપાલ પણ એક એવી જગ્યા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

આ લેખમાં, અમે તમને ચોપાલની વિશેષતા અને અહીં આવેલા એવા કેટલાક સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મુલાકાત લીધા પછી તમે અન્ય જગ્યાઓને ભૂલી જશો. તમે પરિવાર, મિત્રો અથવા પાર્ટનર સાથે પણ અહીં જઈ શકો છો.

ચોપાલની વિશેષતા

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

ચોપાલ જેને ઘણા લોકો ચૌપાલ તરીકે પણ ઓળખે છે. ચોપાલ એક નાનું, પણ ખૂબ જ સુંદર અને મનમોહક ગામ છે. આ સુંદર ગામ શિમલા જિલ્લામાં આવે છે.

ચોપાલની સુંદરતા એટલી લોકપ્રિય છે કે તેને શિમલા જિલ્લાનો છુપો ખજાનો માનવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે ચોપાલ કોઇ સુંદર સ્વર્ગથી ઓછું નથી. હિમવર્ષા દરમિયાન આ સ્થળની સુંદરતા ચરમસીમા પર હોય છે. તે ઘાસના મેદાનો અને ઊંચા પર્વતોથી ઘેરાયેલું છે.

ચોપાલમાં જોવાલાયક સ્થળો

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

ચોપાલમાં ઘણી અદ્ભુત જગ્યાઓ છે, અહીંયા જઈને તમે ખુશ થઈ જશો. ચોપાલની સુંદર ખીણોમાં આવેલા આ જગ્યાઓને જરૂર એક્સપ્લોર કરો-

ચૂડધાર ટ્રેક

જ્યારે ચોપતાના સૌથી સુંદર અને મનમોહક સ્થળની વાત આવે છે તો સૌથી પહેલા ચૂડધાર ટ્રેકનું નામ લેવામાં આવે છે. તહ ટ્રેક સુંદરતાનું ઉદાહરણ છે. ટ્રેકની આસપાસ માત્ર હરિયાળી જ દેખાય છે.

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

ઊંચા પર્વતો, ગાઢ જંગલો, દેવદારના મોટા વૃક્ષો અને નજીકના તળાવો અને ધોધ ટ્રેકની સુંદરતામાં વધારો કરે છે. હિમવર્ષા દરમિયાન આ ટ્રેકની સુંદરતા ચરમસીમા પર હોય છે. આ ટ્રેક ચોપાલ ગામથી ચૂડધાર સુધીનો છે.

ચૂડધારની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 11965 ફૂટ છે. સ્થાનિક લોકોમાં તે ચુરીચંદાની (બરફની ચુંદડી) તરીકે ઓળખાય છે. ભગવાન શિવના અવતાર શિરગુલ મહારાજની યાત્રા દર વર્ષે વૈશાખી સંક્રાંતિ (14 એપ્રિલ) થી માર્ગશીર્ષ સંક્રાંતિ (15 નવેમ્બર) સુધી શરૂ થાય છે. હિમવર્ષા બાદ નવેમ્બરથી 14 એપ્રિલ સુધી મુસાફરી પર પ્રતિબંધ છે. ઘણા પ્રવાસીઓ અહીં એપ્રિલથી નવેમ્બર સુધી ટ્રેકિંગ માટે પહોંચે છે. જો કે, પર્યટનની દૃષ્ટિએ અહીં વિકાસની ઘણી સંભાવનાઓ છે.

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

અહીં ઘણા પક્ષીઓ ઉપરાંત દિપડા, કાળા રીંછ અને દુર્લભ કસ્તુરી હરણ પણ જોવા મળે છે. બ્રિટિશ લેખક જ્હોનના પુસ્તક ધ ગ્રેટ આર્કમાં પણ ચૂડધાર પર્વતનો ઉલ્લેખ છે.બ્રિટિશ લેખક જ્હોનના પુસ્તક ધ ગ્રેટ આર્કમાં પણ ચુડધાર પર્વતનો ઉલ્લેખ છે. આ પુસ્તકમાં ચૂડધારને ધ ગ્રેટ ચુર કહેવામાં આવ્યા છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે 1834ની આસપાસ બ્રિટિશ સર્વેયર જનરલ અને પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી જ્યોર્જ એવરેસ્ટે હિમાલયના પર્વતોની આસપાસના ઘણા ખગોળશાસ્ત્રીય ડેટાને ચૂડધાર પીક પરથી એકત્રિત કર્યા હતા.

કેવી રીતે પહોંચશો ચૂડધાર

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

જો તમે ચંદીગઢ બાજુથી ચૂડધાર આવી રહ્યા છો તો તેના માટે બે રોડ રૂટ છે. પ્રથમ, ચંદીગઢથી નાહન થઈને, શ્રી રેણુકાજીથી નોહરાધાર પહોંચશો. અહીંથી તમે ટ્રેકિંગ શરૂ કરી શકો છો. બીજું, ચંદીગઢથી સોલાન-રાજગઢ થઈને નોહરાધાર પહોંચી શકાય છે. જો તમે દેહરાદૂનથી આવી રહ્યા છો, તો વિકાસનગર-મીનસપુલ થઈને રસ્તો છે. આ સિવાય શિમલાથી ચોપાલ થઈને પણ આવી શકાય છે.

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

નોહરાધાર ઉપરાંત હરિપુરધાર, કુપવી, ચૌપાલ, નેરવા અને પુલબહાલ વગેરે સ્થળોએ વાહનો દ્વારા પહોંચી શકાય છે. અહીંથી પગપાળા યાત્રા શરૂ થશે. અહીંનું અંતર દેહરાદૂનથી 220 કિલોમીટર, ચંડીગઢથી 158 કિલોમીટર અને શિમલાથી ચોપાલ થઈને 95 કિલોમીટર છે. અહીંથી નજીકના એરપોર્ટ શિમલા, ચંદીગઢ અને દેહરાદૂન છે.

ખડા પથ્થર

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

ચોપાલમાં આવેલો ખડાપથ્થર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થાનનું નામ એટલા માટે પડ્યું કારણ કે નજીકમાં ફક્ત ઉભા પથ્થરો જ છે. આ ઉભા પથ્થરો આસપાસની જગ્યાઓની સુંદરતા જ વધારે છે. ઉભેલા પથ્થરો વિશે એવું કહેવાય છે કે અહીં એક બિંદુ છે જ્યાંથી આખી ચોપાલ જોઈ શકાય છે. શિખર પર ઊભા રહીને આસપાસના તમામ દ્રશ્યોને નજીકથી જોઈ શકાય છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે.

એકદંત કથા અનુસાર, એવું કહેવાય છે કે આ પથ્થરના મૂળ પાતાળલોકમાં છે. પાંડવોના વનવાસ દરમિયાન,જ્યારે ધારા મંડળના નિર્માણ દરમિયાન ભીમ એક પથ્થર લઇને જતો રહ્યો જ્યારે તે બીજી વખત પથ્થર લેવા ગયો તો તેણે જોયું કે પથ્થરમાંથી લોહી નીકળી રહ્યું હતું. ભીમને આકાશવાણી થઇ કે આ પથ્થર પર દૂધ અને ખીરનો લેપ કરો, તો જ લોહી નીકળતુ બંધ થઈ જશે, જોતજોતામાં આમ કરવાથી તરત જ લોહી વહેવાનું બંધ થઈ ગયું. આજે પણ અહીં શિવલિંગને દૂધ અને ખીર ચઢાવવામાં આવે છે.

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

મજોતલી

ચોપાલથી થોડે દૂર સ્થિત મોતીઝીલ એક નાનું પણ ખૂબ જ સુંદર અને મનમોહક સ્થળ છે. મોતીઝીલની સુંદરતા એટલી લોકપ્રિય છે કે તેની મુલાકાત લેવી એ દરેક માટે સ્વર્ગ સમાન છે.

મજોતાલી હિમવર્ષા માટે જાણીતું છે. અહીં નવેમ્બરથી જાન્યુઆરી સુધી અને ક્યારેક ફેબ્રુઆરી મહિનામાં પણ હિમવર્ષા ચાલુ રહે છે. અહીં દરેક જગ્યાએ બરફ અને બરફ જોવા મળે છે.

એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણો

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

જેમ ચોપાલ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે તેવી જ રીતે એડવેન્ચર એક્ટિવિટી માટે પણ પ્રખ્યાત છે. અહીં તમે ટ્રેકિંગથી લઈને હાઈકિંગ સુધીની દરેક વસ્તુનો આનંદ લઈ શકો છો. આ સિવાય તમે અહીં કેમ્પિંગની મજા પણ માણી શકો છો. ચોપાલમાં સાહસિક પ્રવૃત્તિઓ ઉપરાંત સ્નો સ્પોર્ટ્સ પણ કરી શકાય છે. આ સિવાય યાદગાર ફોટોગ્રાફી પણ કરી શકાય છે.

ચોપાલ કેવી રીતે પહોંચશો?

Photo of હિમાચલ પ્રદેશની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ મનમોહક જગ્યા, તમે પણ પહોંચો by Paurav Joshi

ચોપાલ સુધી પહોંચવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે પહેલા શિમલા પહોંચવું પડશે. ભારતના અન્ય રાજ્યો જેમ કે દિલ્હી, હરિયાણા, પંજાબ વગેરેથી સરળતાથી શિમલા પહોંચી શકાય છે.

શિમલા પહોંચ્યા પછી, તમે ચોપાલની સુંદર ખીણોની મુલાકાત લેવા માટે ટેક્સી અથવા કેબ લઈ શકો છો. શિમલાથી ચોપાલનું અંતર લગભગ 82 કિમી છે. શિમલા ઉપરાંત હિમાચલના થિયોગથી પણ ચોપાલ પહોંચી શકાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads