દોસ્તોની સાથે હેંગઆઉટ માટે રાજસ્થાનનો જયપુરા ગઢ છે એક સારી જગ્યા

Tripoto
Photo of દોસ્તોની સાથે હેંગઆઉટ માટે રાજસ્થાનનો જયપુરા ગઢ છે એક સારી જગ્યા 1/6 by Paurav Joshi

રાજસ્થાન ભારતનું સૌથી સુંદર અને અનોખુ રાજ્ય છે. આ પ્રદેશ પોતાની વૈભવતા અને રાજાશાહી માટે જાણીતુ છે. રાજસ્થાનની દરેક નાની-મોટી જગ્યા પર કિલ્લા અને મહેલ છે. તેમ છતાં બધા એક બીજાથી અલગ છે. આ જ કારણ છે કે દરેક રાજસ્થાન ફરવા જરુર માંગે છે. તે નવા શહેરની જુની ગલીઓમાં ખોવાઇ જવા માંગે છે. આજે અમે આપને રાજસ્થાનની આવી જગ્યાઓ વિશે જણાવીશું જેના વિશે કદાચ તમે નહીં સાંભળ્યું હોય પરંતુ અસલી રાજસ્થાની અનુભવ તમને આ જગ્યા પર મળશે. આ જગ્યા છે રાજસ્થાનની જયપુરા ગઢ.

Photo of દોસ્તોની સાથે હેંગઆઉટ માટે રાજસ્થાનનો જયપુરા ગઢ છે એક સારી જગ્યા 2/6 by Paurav Joshi

જયપુરા ગઢ રાજસ્થાનની રાજધાની જયપુરથી 40 કિ.મી. દૂર છે. અહીં એક મહેલ જેવી જગ્યા છે જેને મહારાજા સવાઇ માધો પ્રથમે ગિફ્ટ કરી હતી. આ જગ્યાએ આવીને તમને લાગશે કે તમે જુના જમાનાના રાજસ્થાનને જોઇ રહ્યા છો. આ મહેલની દિવાલો, દરવાજા, બેડથી લઇને દરેક ચીજ રાજસ્થાની અને જુની છે. આ જગ્યાએ તમે રોકાઇ પણ શકો છો જેનો કેટલોક ચાર્જ તમારે ચુકવવો પડશે. રાજસ્થાની અને રાજાશાહી અનુભવ કરવો છે તો જયપુરા ગઢમાં તમારે જરુર રોકાવું જોઇએ. દોસ્તોની સાથે ચિલ અને હેંગઆઉટ કરવા માટે આ જગ્યા શ્રેષ્ઠ છે.

Photo of દોસ્તોની સાથે હેંગઆઉટ માટે રાજસ્થાનનો જયપુરા ગઢ છે એક સારી જગ્યા 3/6 by Paurav Joshi

શું કરશો?

1. રાજાશાહી

જયપુરા ગઢ એક રાજાશાહી રહેવાની જગ્યા છે. જ્યાં તમને રાજાશાહી અનુભવ તો થશે જ આ ઉપરાંત તમે આ મહેલ જેવી જગ્યાને એક્સપ્લોર કરી શકો છો. આનું આર્કિટેક્ચરને જોઇ શકો છો. ઘણી જગ્યાએ તૂટી જવાથી તેને બનાવાયો છે પરંતુ તેને જુના સ્વરુપમાં રાખવામાં આવ્યો છે. તમને ખબર પણ નહીં પડે કે કઇ દિવાલ કે રૂમને ફરી બનાવાયા છે. તમે જ્યારે આસપાસ ફાનસ, જુના દરવાજા, બેડ અને ખુરશીઓ જોશો તો તમને લાગશે કે તમે જુના જમાનામાં આવી ગયા છો.

2. ગામડાની મુસાફરી

Photo of દોસ્તોની સાથે હેંગઆઉટ માટે રાજસ્થાનનો જયપુરા ગઢ છે એક સારી જગ્યા 4/6 by Paurav Joshi
ક્રેડિટઃ સંદિપા ચેતન

જયપુરા ગઢની આસપાસ ઘણાંબધા ગામ છે. જેમાંથી સૌથી નજીક સેવાપુરા અને ધૂસારી છે. તમે આ ગામની સફર ખેડી શકો છો અને રાજસ્થાનના ગામોને જોઇ શકો છો. મોટાભાગે લોકો રાજસ્થાનના શહેરોમાં ફરે છે. ઘણાં ઓછા લોકો ગામડામાં જાય છે. તમે આ લોકોને જોઇને રાજસ્થાનના ગામ અંગે અંદાજો લગાવી શકો છો. તમને આ ગામોમાં કાચા ઘર અને પાલતુ પ્રાણીઓ જોવા મળશે. રાજસ્થાનના ગામોમાં ઊંટ ન જોવા મળે તેવું બની જ ન શકે. તમે આ ઊંટ પર ન બેસી શકો પરંતુ જયપુરા ગઢમાં ઊંટની સવારી કરી શકો છો. તમને છાણના ઉપલા ભાગને ન જોયા હોય, જેનાથી ચુલો સળગે છે તો અહીં તમને જોવા મળશે. તમે ગામના લોકો સાથે વાત પણ કરી શકો છો.

3. સંસ્કૃતિથી રુબરુ

રાજસ્થાન આવો અને અહીંના કલ્ચર સાથે રૂબરુ ન થાઓ તેવું તો બની જ ન શકે. એટલા માટે ગામડાના લોકો, જ્યાં તમે રોકાયા છો ત્યાં રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે. જેમાં તમને રાજસ્થાની ફોક ડાન્સ અને ફોક સોંગ સાંભળવા મળશે. ખરેખર આ અનુભવ તમારા માટે ઘણો જ ખાસ રહેશે. આ કાર્યક્રમમાં કેટલાક દાવ પણ દેખાડવામાં આવે છે જેને જોઇને તમે આશ્ચર્યમાં મુકાઇ જશો.

4. ગઢ ગણેશ મંદિર

Photo of દોસ્તોની સાથે હેંગઆઉટ માટે રાજસ્થાનનો જયપુરા ગઢ છે એક સારી જગ્યા 5/6 by Paurav Joshi

જયપુરા ગઢમાં ભગવાન ગણેશનું મંદિર છે જે ઘણી જ ઉંચાઇ પર સ્થિત છે. ત્યાં પહોંચવા માટે તમારે લગભગ 500 સીડીઓ ચડવી પડશે જે કોઇની પણ હાલત ખરાબ કરી શકે છે. ઉંચાઇથી આપને જયપુરા ગઢનો સુંદર નજારો જોવા મળે છે. જો તમે જયપુરા ગઢમાં સનસેટ અને સનરાઇઝનું વિહંગમ દ્રશ્ય જોવા માંગો છો તો તમારે ગઢ ગણેશ મંદિર જવું જોઇએ. ખાતરી રાખો, તમે આનાથી વધુ સુંદર સૂર્યાસ્ત નહીં જોયો હોય.

5. તારાઓની વચ્ચે રાત

Photo of દોસ્તોની સાથે હેંગઆઉટ માટે રાજસ્થાનનો જયપુરા ગઢ છે એક સારી જગ્યા 6/6 by Paurav Joshi

જયપુરા ગઢમાં તમે રાજસ્થાનના રાજાશાહી મહેલમાં તો રોકાઓ જ છો. આ ઉપરાંત, તારાની નીચે આ મહેલની છત પણ પસાર કરી શકાય છે. આના માટે પૂરી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મારા મતે આનાથી વધારે સુંદર રાત કોઇ હોઇ જ ન શકે. તમે તારાઓની નીચે બેસીને દોસ્તોની સાથે વાતો કરી શકો છો કે પછી પોતાના જુના દિવસોને તાજા કરી શકો છો. જયપુરા ગઢ જાઓ તો આ અનુભવને લેવાનું ન ભૂલતા.

કેવીરીતે પહોંચશો?

ફ્લાઇટથીઃ જો તમે ફ્લાઇટથી જયપુરા ગઢ જવા માંગો છો તો સૌથી નજીકનું જયપુર એરપોર્ટ છે. જયપુરથી જયપુરા ગઢનું અંતર લગભગ 40 કિ.મી. દૂર છે. તમે જયપુરથી બસ કે ટેક્સી બુક કરીને જયપુરા ગઢ પહોંચી શકો છો.

ટ્રેનઃ જો તમે ટ્રેનથી જયપુરા ગઢ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌથી નજીકનું જયપુર રેલવે સ્ટેશન છે. જયપુરથી જયપુરા ગઢ બસ કે ઓટોથી જઇ શકાય છે.

વાયા રોડઃ જો તમે જયપુરા ગઢ વાયા રોડ દ્ધારા આવવા માંગો છો તો તમને કોઇ મુશ્કેલી નહીં પડે. મતે જયપુર થઇને બસથી અહીં પહોંચી શકો છો. કે પછી પોતાની ગાડીથી જયપુરા ગઢ પહોંચી શકો છો.

કેવીરીતે પહોંચશો?

આમ તો તમે ક્યારે પણ રાજસ્થાન ફરી શકો છો પરંતુ સૌથી બેસ્ટ સમય શિયાળાનો છે. જયપુરા ગઢ પણ તમે શિયાળામાં જવાનો પ્લાન બનાવો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી જયપુરા ગઢમાં તમે આરામથી બધુ જોઇ શકો છો. આ ઉપરાંત, રહેવા માટે જયપુરા ગઢને રાજાશાહી મહેલમાં છે તો ક્યારે પોતાના મિત્રોની સાથે જયપુરા ગઢમા ચિલ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads