2023 બારણે ટકોરા મારી રહ્યું છે. શું તમે પણ નવા વર્ષની ઉજવણી પોતાના પરિવાર કે દોસ્તોની સાથે કરવા માંગો છો. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે નવા વર્ષે જવા માંગો છો તો તમને ઘણુંબધુ જોવા મળશે. કેટલીક જગ્યાઓ તો એવી છે જ્યાં તમે સરળતાથી ઓછા બજેટમાં ફરી શકો છો. આજના આર્ટિકલમાં અમે તમને ભારતની કેટલીક સુંદર જગ્યાઓ અંગે જણાવીશું જ્યાં તમે સરળતાથી નવા વર્ષને સેલિબ્રેટ કરી શકો છો.
(1) ઉદેપુર
ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ માટે ઉદેપુર જવું એ કોઇ નવી વાત નથી. વીકેન્ડ્સમાં પણ લોકો ઉદેપુર પહોંચી જતા હોય છે. ઉદયપુર પોતાના ઈતિહાસ, સંસ્કૃતિ અને જોવા લાયક સ્થળોને લઈને આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. રાજસ્થાન શિયાળામાં વધારે ઠંડુ નથી હોતું અને ઘણું સુંદર લાગે છે. તમે ઇચ્છો તો ઉદેપુર જઇને ન્યૂયર સેલિબ્રેટ કરી શકો છો. ત્યાં એવા ઘણાં પેલેસ છે જે ન્યૂ યર તેમજ ઇવ પાર્ટીનું આયોજન કરે છે. ઉદેપુરના જોવાલાયક સ્થળોની વાત કરીએ તો ફતેહ સાગર તળાવ ઉદયપુર શહેરના આકર્ષણોમાં મુખ્ય છે. આ એક માનવ નિર્મિત તળાવ છે જેનું નામ મેવાડના મહારાજ મહારાણા ફતેહ સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. અહીં અરવલ્લીની ગિરીમાળાઓની વચ્ચે બોટિંગ કરવો એક સુખદ અનુભવ છે. ફતેહ સાગર તળાવ એક વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ છે. અહીંથી સનસેટનો નજારો ખૂબ જ અહલાદક છે.
જગદીશ મંદિર ઉદયપુરના સિટી પેલેસ પરિસરમાં આવેલું એક ખૂબ જ આકર્ષક અને સુંદર મંદિર છે, જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ઉદયપુરનું સિટી પેલેસ એ રાજસ્થાની શાહી સંસ્કૃતિનું એક ભવ્ય પ્રતિક છે. આ પેલેસ લેક પિચોલાના કિનારે આવેલું છે. સિટી પેલેસનું નિર્માણ 1559માં મહારાણા ઉદયસિંહે કરાવ્યું હતું. લેક પિચોલા ઉદયપુરનું સૌથી જુનું અને મોટું તળાવ છે. આ તળાવ તેની સુંદરતા અને તેની આસપાસના દ્રષ્યોને લઈને ખૂબ જાણીતું છે.
(2) ગુલમર્ગ, જમ્મૂ-કાશ્મીર
એડવેન્ચરનો શોખ રાખનારા લોકો માટે ન્યૂ યર સેલિબ્રેશન માટે ગુલમર્ગથી સારી જગ્યા બીજી કોઇ ન હોઇ શકે. શિયાળાની ઋતુમાં અહીં ઘણી ગેમ્સની મજા લઇ શકો છો અને ત્યાંના લોકલ એડવેન્ચરની પણ મજા લઇ શકો છો. ગુલમર્ગના ઇગ્લૂ કેફેમાં લંચ કે ડિનર કરવાનું પણ ભૂલતા નહીં. જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં લગભગ 2730 મીટરની ઉંચાઇ પર સ્થિત ગુલમર્ગની શોધ 1927માં અંગ્રેજોએ કરી હતી. આ સ્થળ પહેલા ગૌરીમર્ગના નામે ઓળખાતું હતું. ત્યારબાદ કાશ્મીરના રાજા યુસૂફ શાહ ચકે આ સ્થળની સુંદરતા અને શાંત વાતાવરણથી મગ્ન થઇને તેનું નામ ગુલમર્ગ કરી દીધું હતું.
આજે ગુલમર્ગની ગણતરી ભારતના પસંદગીના સ્કિ રિસોર્ટ ડેસ્ટિનેશન તરીકે કરવામાં આવે છે. જ્યાં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. અહીંની મુલાકાત દરમિયાન ગોંડોલા રાઇડ પર બેસવાનું ન ભૂલો, આ રાઇડ અહીંનું મુખ્ય આકર્ષણ છે. આ સિવાય ફિશિંગ પોડ, બનીબલ નગ, કૌતર નગ અને સોનમર્ગ પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે.
(3) મેક્લોડગંજ, હિમાચલ પ્રદેશ
ઇન્ડિયાના મોટાભાગના લોકો નવુ વર્ષ મનાવવા માટે હિમાચલ પ્રદેશ થાય છે. અને ત્યાં પોતાના પરિવારની સાથે શાંત જગ્યા પર ક્વોલિટી સમય વિતાવવાનું પસંદ કરે છે. જો તમે નેચર લવર છો તો હિમાચલ પ્રદેશના મેક્લોડગંજ જઇ શકો છો. ત્યાં ફરવા માટે ઘણાં બધા સ્થાન છે અને ખાવા માટે અલગ-અલગ ડેસ્ટિશને પણ છે. મેક્લોડગંજ દલાઇ લામાનું ઘર છે. જેને લિટલ લ્હાસાના નામે પણ ઓળખવામાં આવે છે. પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનું મિશ્રણ તેને કામથી દૂર રહેવા માટે એક આદર્શ સ્થાન બનાવે છે. ઘણાં ટ્રેક અને મઠોની સાથે ધર્મશાલા અને મેક્લોડગંજ એમ બે શહેરોની યાત્રા તમારે અવશ્ય કરવી જોઇએ.
(4) ગોવા
ગોવા નવું વર્ષ મનાવવા માટે સૌથી સારી જગ્યા અને પસંદગીનુ સ્થળ છે. મોટાભાગના લોકો અહીં ફેમિલીના બદલે ફ્રેન્ડ્સની સાથે જવાનું પસંદ કરે છે. અહીંની ઋતુ ઘણી આહલાદક અને રોમાંટિક રહે છે. જેના કારણે અહીં ઘણાં લોકો મોસમની મજા લેવા આવે છે. જો તમે ફ્રેન્ડ્સની સાથે અહીં આવવા માંગો છો તો ન્યૂ યર ઇવ સેલિબ્રેટ કરવાની આનાથી વધુ સારી જગ્યા બીજી કોઇ નથી.
જો તમે શાંત બીચ શોધી રહ્યા છો, તો ઉત્તર ગોવામાં અશ્વેમ બીચ અને દક્ષિણમાં પાલોલેમ બીચ તમારા માટે સારા વિકલ્પો સાબિત થશે. અહીં અન્ય બીચ કરતાં વધુ આરામ અને શાંતિ છે. ગોવાની વાત આવે તો નાઈટલાઈફને (Goa night life) બિલકુલ ભૂલી શકાય તેમ નથી. સનડાઉન, એટલે કે સાંજ પછી, તમે ગોવાની સાંજની મજા માણવા માટે વાગેટર અને મોરજિમ જવાનો પ્લાન બનાવી શકો છો. ત્યાંના બાર અને રેસ્ટોરાં ખૂબ લોકપ્રિય છે. જો તમને એડવેન્ચર ગમે છે, તો ગોવામાં વોટર સ્પોર્ટ્સમાં સામેલ થાઓ. આ સિવાય તમે યાટમાંથી ગોવાની સુંદરતા જોઈ શકો છો. ગોવામાં તમે અંજુના, બાગા, કલંગુટ, ડોના પોલા, ગોવા સાયન્સ મ્યુઝિયમ, મંગેશી મંદિર અને ડોના પોલાની મુલાકાત લઇ શકો છો.
(5) કૂર્ગ, કર્ણાટક
કુર્ગ જે કર્ણાટકનું એક નાનકડુ શહેર છે તે 2022માં સેલિબ્રેટ કરવા માટે યોગ્ય જગ્યા હોઇ શકે છે. જો તમે પાર્ટીના શોખીન નથી પરંતુ પ્રકૃતિ સાથે સમય પસાર કરવા માંગો છો. તો આ સારી જગ્યા છે. નવા વર્ષમાં ફરવા માટે આ શાંત જગ્યા છે.
કૂર્ગ, કર્ણાટકના દક્ષિણ પશ્ચિમ ભાગમાં પશ્ચિમી ઘાટની પાસે એક પહાડ પર સ્થિત જિલ્લો છે જે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી 1715 મીટરની ઊંચાઇ પર આવેલું છે. કૂર્ગને ભારતનું સ્કોટલેન્ડ કહેવાય છે અને તેને કર્ણાટકનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. આ સ્થાન અહીંની હરિયાળીના કારણે પ્રસિદ્ધ છે, અહીંની સુંદર ખીણો, રહસ્યમય પહાડો, મોટ-મોટા કોફીના બગીચા, ચાના બગીચા, સંતરાના ઝાડ, ખળખળ વહેતી નદીઓ પર્યટકોનું મન મોહી લે છે. દક્ષિણ ભારતના લોકો ખાસ કરીને અહીં વિકેન્ડ એન્જોય કરવા આવે છે.
તમે અહીં ફરવા આવો તો અબ્બે ફૉલ્સ, ઇરપુ ફૉલ્સ, મદીકેરી કિલ્લો, રાજા સીટ, નાલખંદ પેલેસ અને રાજાનો ગુંબદ અવશ્ય જોવા જશો. કૂર્ગમાં અનેક ધાર્મક સ્થળો પણ છે જેમાં ભાગમંડલા, તિબ્બતી ગોલ્ડન મંદિર, ઓમકારેશ્વર મંદિર અને તાલાકાવેરી મુખ્ય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો