ઉત્તરપ્રદેશ માટે સામાન્ય ધારણા એવી છે કે ઉત્તરપ્રદેશ એ ઐતિહાસિક સ્મારકો માટેનું રાજ્ય જ છે અને અહીંયા પ્રાકૃતિક સુંદરતા ના બરાબર છે. પરંતુ આ માન્યતા સાવ જ ખોટી છે. નોર્થ ઉત્તરપ્રદેશમાં નેપાળની બોર્ડર પર તરાઈમાં આવેલ કતારનીયા પ્રકૃતિપ્રેમીઓ માટે સરયૂ કિનારે સ્વર્ગ સમાન છે.
આ એક વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી છે જે દુધવા ટાઇગર રિઝર્વનો ભાગ છે. 400 સ્કવેર કિમીમાં ફેલાયેલ આ રિઝર્વમાં પહેલા વાઘ ન હતા પરંતુ અત્યારે લગભગ 20 વાઘ અહીંયા છે. તમે અહીંયા સફારી કરીને વાઘ ઉપરાંત અન્ય જંગલી જાનવરો જોઈ શકો છો.
શું જોવું?
ગંગા બેસીન હોવાના કારણે અહીંયા સાગોનના જંગલો, વન્યજીવો, ઘાસના મેદાનો, જાનવરો જેવા કે ઘડિયાળ, વાઘ, ગેંડા, ડોલ્ફિન, હરણ, સસલા, સફેદ બકેદ વગેરે જોવા મળે છે.
કેવી રીતે પહોંચવું?
વિમાનમાર્ગ: સૌથી નજીકનું એરપોર્ટ 215 કિમી દૂર લખનૌ એરપોર્ટ છે. અહિયાંથી ટેક્ષીમાં તમને 6 કલાક થશે.
રેલમાર્ગ: અહીંથી 70 કિમી દૂર લખીમપુર રેલવે સ્ટેશન પહોંચીને તમારે ટેક્ષી અથવા નિશગંગા સ્ટેશન સુધીની ટ્રેન પકડવાની રહે છે.
વાહનમાર્ગ: વાહનમાર્ગે તમે લખનૌ થી લખીમપુર અને લખીમપુરથી નિશગંગા થઈને પહોંચી શકો છો.
ક્યાં રહેવું?
અહીંયા ફરવા માટે જંગલો જ મુખ્ય છે માટે તમે જંગલમાં થારુ હટમાં રહો એ ઉત્તમ છે. શહેરની બીઝી લાઇફથી તમને અહીંયા આરામ મળશે. ફેમિલી અથવા પાર્ટનર સાથે ગરમીની રજાઓમાં અહીંયા ચોક્કસ જવું જોઈએ.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.