day 1
જો તમે કોઇપણ જાતની પરેશાની વગર ચારધામ દર્શન પોતાના ખિસ્સા અનુસાર કરવા માંગો છો તો આ સમાચાર આપના માટે છે. આજના સમયમાં તો દરેક નવી-નવી જગ્યાએ ફરવાનું પસંદ કરે છે. નવી જગ્યાએ નવા-નવા ભોજનનો સ્વાદ લેવો, ત્યાં સમય પસાર કરવો, કેટલાક દિવસો માટે જ પરંતુ રાહતભરી ઝીંદગી જીવવાનું કોને પસંદ ન પડે. દરેક ફરવાની ઇચ્છા રાખે છે અને આના માટે પ્લાનિંગ નક્કી કરે છે. બધા પોતાની પસંદ અનુસાર જગ્યાની નક્કી કરે છે. કેટલાક લોકો ઘણાં ધાર્મિક પણ હોય છે. દર વર્ષે મંદિરોમાં લાખો-કરોડોની સંખ્યામાં લોકો પહોંચે છે અને ભગવાનના દર્શન કરે છે. પરંતુ કેટલાક લોકોને હંમેશા એક જ ઇચ્છા હોય છે કે તેઓ ચાર ધામ યાત્રા પર જરુર જાય. જો તમે પણ આ યાત્રા પર જવાનું વિચાર રહ્યા છો તો તમારા માટે IRCTC એક ખાસ પેકેજ લઇને આવ્યું છે. આ પેકેજનું નામ છે હિમાલયન ચાર ધામ યાત્રા-2021 આ પેકેજ હેઠળ તમે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન ઘણી જ સરળતાથી કરી શકશો. તો આવો જાણીએ આ અંગે વિસ્તારથી.
કેટલા દિવસની યાત્રા હશે અને કેટલું હશે ભાડું
જો વાત IRCTC દ્ધારા લાવવામાં આવેલા આ ટૂર પેકેજની કરીએ તો IRCTCની ટ્વીટ અનુસાર આ પેકેજ 11 રાત અને 12 દિવસનું રહેશે. જેમાં તમને ભાડા તરીકે 43850 રુપિયા પ્રતિ વ્યક્તિ આપવા પડશે. જો તમે બે ધામ યાત્રા કરવા માંગો છો તો આના માટે તમારે 37800 રુપિયા ખર્ચ કરવો પડશે. પરંતુ જો હું કહું કે જો તમારે ચાર ધામની યાત્રા કરવી જોઇએ કારણ કે ઓછા બજેટમાં તમારી ચાર ધામની યાત્રાની ઇચ્છા પૂરી થઇ શકે છે.
હરિદ્ધારથી યાત્રા કરવા પર કેટલો થશે ખર્ચ
જો તમે હરિદ્ધારથી ચાર ધામ યાત્રા પર જાઓ છો તો તમારા માટે 40,100 રુપિયાનો ખર્ચ કરવો પડશે. તો બે ધામની યાત્રા જો તમે હરિદ્ધારથી કરો છો તો તેના માટે તમારે 34650 રુપિયા આપવા પડશે. આ પેકેજને આઇઆરસીટીસી તરફથી ચાર ધામ જનારા લોકો માટે યોગ્ય ગણવામાં આવી રહ્યું છે. આ પેકેજમાં તમે ઓછા બજેટમાં ચારધામ યાત્રા કરી શકશો.
મળશે 3 સ્ટાર હોટલ જેવી સુવિધા
IRCTC દ્ધારા આપવામાં આવી રહેલા આ ટૂર પેકેજમાં તમને જમવાની ઘણી સારી વ્યવસ્થા અને રહેવા માટે થ્રી સ્ટાર હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવશે. તો કોરોના કાળના કારણે આ પેકેજમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે. બધાનું સ્વાસ્થ્ય ઠીક રહે. આના માટે એક ગ્રુપમાં ફક્ત 20 યાત્રીઓને જ ચાર ધામ યાત્રા પર લઇ જવાશે. જેનાથી બધા યાત્રીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકાય.
આ પેકેજની વધુ જાણકારી માટે તમે irctctourism.com પર જઇ શકો છો અને ત્યાંથી પેકેજ બુક પણ કરી શકો છો.
તો રાહ શું જોવાની જલદી પ્લાન બનાવો પોતાની ચાર ધામ યાત્રાનો. અને આનંદ લો એક શ્રેષ્ઠ અનુભવની સાથે એક નવી જગ્યાનો.