દિવાળીમાં સામાન્ય રીતે લોકો રાજસ્થાન, કેરળ, કર્ણાટક, અંદામાન-નિકોબાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફરવા જાય છે. ગોવા પણ દિવાળી માટેનું એક ફેવરિટ સ્થળ છે. પરંતુ જો તમે હજુ સુધી બુકિંગ નથી કરાવ્યું તો તમારા માટે વિકલ્પો ઘણા ઓછા છે. ગુજરાતમાં તમે દ્વારકા, સાસણગીર, સાપુતારા, સોમનાથ કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દમણ કે દીવ ફરવા જઇ શકો છો. પરંતુ જો તમારે કોઇ નવા સ્થળે જવું હોય તો સેલવાસ એક બેસ્ટ જગ્યા છે.
અમદાવાદથી કેટલું દૂર
અમદાવાદથી સેલવાસ લગભગ 375 કિલોમીટર દૂર છે. તમે બાય રોડ પોતાના પ્રાઇવેટ સાધન દ્વારા જઇ શકો છો. કે ટ્રેનમાં વાપી ઉતરીને બસમાં જઇ શકાય છે.
સેલવાસમાં લક્ઝુરિયસ રિસોર્ટ્સ
ટ્રીટ રિસોર્ટ
સેલવાસમાં ઘણાં લક્ઝુરિયસ રિસોર્ટ્સ આવેલા છે. જેમાંનો એક છે ટ્રીટ રિસોર્ટ. આ એક ફાઇવ સ્ટાર રિસોર્ટ છે. મુંબઇથી 180 કિ.મી., સુરતથી 125 કિ.મી. અને અમદાવાદથી 385 કિ.મી. દૂર આવેલો આ રિસોર્ટમાં લક્ઝરીની તમામ વસ્તુઓ હાજર છે. તમને અહીં ચારેબાજુ ગ્રીનરી જોવા મળશે. રિસોર્ટમાં પ્રવેશતાની સાથે જ મનને શાંતિનો અનુભવ થાય છે.
લગભગ 1,50,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ રિસોર્ટ તમને નેચરની નજીક લઇ જાય છે. તમારો દિવસ ખુશનુમા કરવા માટે અહીં જુદાજુદા ગાર્ડન અને લોન્સ છે. જેમાં 500થી 2500 ગેસ્ટને સમાવી શકવાની ક્ષમતા છે. ગાર્ડનની વાત કરીએ તો અહીં મુગલ ગાર્ડન, સ્વયંવર લોન, નેકલેસ લોન, એમરાલ્ડ લોન અને મેંગો ગાર્ડન છે. લગ્ન સમારંભ માટે પણ આ એક ઉત્તમ સ્થળ છે. અહીં કોર્પોરેટ ફંકશન માટે કોન્ફરન્સ હોલ પણ છે.
સુવિધાઓ
રિસોર્ટમાં ઇનડોર ગેમ્સ જેવી કે કેરમ, સ્નૂકર, ટેબલ ટેનિસ વગેરે રમી શકો છો. તો આઉટડોર ગેમ્સમાં ક્રિકેટ, વોલીબોલ, સાઇકલિંગ, ફૂટબોલ જેવી ગેમ્સનો આનંદ માણી શકો છો. અહીં બાળકોને રમવા માટે કિડ્સ પ્લે પાર્ક પણ છે. આ ઉપરાંત, સ્વિમિંગ પુલ, 3 રેસ્ટોરન્ટ, સ્પાની પણ સુવિધા છે. તો ડિસ્કોથેક, જીમ પણ છે.
રહેવાની સુવિધા
ટ્રીટ રિસોર્ટમાં તમને ગાર્ડન વ્યૂ અને પૂલ સાથેનો સિગ્નેચર શ્યૂટ, પૂલ સાથે પ્રીમિયમ રૂમ, લોનમાં બેસવાની સુવિધા સાથેનો પ્રીમિયમ રૂમ, લક્ઝરી રૂમ, બાથટબ સાથે પ્રીમિયમ રૂમ અને સુપર ડિલક્સ રૂમનો સમાવેશ થાય છે. ભાડું એક રાતનું ડબલ ઓક્યુપન્સી સાથેનું 10 હજાર રૂપિયાથી શરૂઆત થાય છે. જેમાં સીઝન પ્રમાણે ફેરફાર થાય છે.
રાસ રિસોર્ટ
સેલવાસમાં આવેલો આ પણ એક 4 સ્ટાર રિસોર્ટ છે. અમદાવાદથી લગભગ 375 કિલોમીટર દૂર આવેલો છે આ રિસોર્ટ. રાસ રિસોર્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દમણગંગા નદી પર આવેલો છે એટલે કે રિવરસાઇડ રિસોર્ટ છે. જેનાથી તમે વેકેશનમાં એક અદ્ભુત આનંદનો અનુભવ કરી શકશો. તમે રિવરફ્રન્ટ પર બેસીને હોટલમાં રહેવાની મજા માણી શકો છો. આ રિસોર્ટ 7 એકરમાં ફેલાયેલો છે.
એકોમોડેશન
અહીં પોર્ટુગીઝ શૂટ, એક્ઝિક્યૂટિવ શૂટ, એક્ઝિક્યૂટિવ રૂમ જેવા વિવિધ પ્રકારના રૂમમાં લકઝરી ફિલ કરી શકાય છે. રૂમના ભાડાની શરૂઆત 4500-5000 રૂપિયા પ્રતિ નાઇટ ડબલ ઓક્યુપન્સીના હિસાબે શરૂ થાય છે. જે સીઝન, સુવિધા અને જરૂરિયાત પ્રમાણે બદલાતી રહે છે.
હોટલમાં અન્ય સુવિધા
જો અન્ય સુવિધાની વાત કરીએ તો અહીં સ્વિમિંગ પુલ, કોન્ફરન્સ રૂમ, વેડિંગ હોલ, બાળકો માટે કિડ્સ ઝોન, ઇનડોર અને આઉટડોર ગેમિંગ, લોન, બન્યાન ટ્રી અને બિસ્ટ્રો મલ્ટીક્વીશાઇન રેસ્ટોરન્ટ્સ પણ છે.
વીઆઇટીએસ કામત્સ
VITS રિસોર્ટ્સ પણ દમણગંગા નદીને અડીને જ આવેલો છે. રિવરસાઇડને અડીને રિસોર્ટની લીલીછમ લોનમાં બેસીને તમે નદીની સુંદરતાને નિહાળી શકો છો. ચા-કોફી કે બ્રેકફાસ્ટ એન્જોય કરી શકો છો. 4 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં કુલ 30 રૂમ છે. રિસોર્ટની ગ્રીનરી પણ તમને આકર્ષિત કરશે.
એકોમોડેશન
અગાઉ જણાવ્યું તેમ અહીં કુલ 30 રૂમ છે. જેમાં 8 સુપર ડિલક્સ રૂમ, 15 ડિલક્સ રૂમ, 7 શ્યૂટ રૂમ અને 5 બેન્કવેટ હોલ છે. રૂમમાં સુવિધાઓની વાત કરીએ તો અહીં ફ્રી વાઇ-ફાઇ છે. ટી-કોફી મેકર, લોન્ડ્રી સર્વિસિઝ પણ ઉપલબ્ધ છે. અલગ અલગ રૂમ અને મિલની સુવિધા તેમજ સીઝન અનુસાર ભાડા અલગ અલગ હોય છે. જેમાં ઓફસીઝનમાં 3000 રૂપિયાથી ભાડાની શરૂઆત થાય છે. દિવાળીમાં ભાડા ઉંચા હોય છે.
રિસોર્ટમાં સુવિધાઓ
રિસોર્ટમાં કુલ 3 સ્વિમિંગ પુલ, રેસ્ટોરન્ટ, બિઝનેસ સેન્ટર, પ્લે રૂમ, ફ્રી પાર્કિંગ, બાર, રિવરસાઇડ રેસ્ટોરન્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ છે.
ડીજીવી રિસોર્ટ
ડીજીવી રિસોર્ટને દમણગંગા વેલી રિસોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રિસોર્ટને સ્વ.ડો.જિતેન્દ્રસિંહ પરમારે ઇસ.2000ની સાલમાં બનાવ્યો હતો. તેઓ ગાયનેક ડોક્ટર હતા. આ રિસોર્ટને પોર્ટુગીઝ કોલોનિયલ કન્સેપ્ટથી બનાવાયો છે. પ્રોપર્ટી 11 એકરમાં ફેલાયેલી છે અને તેના પાર્કિંગ એરિયાથી જ તમને તેની લીલોતરીનો અંદાજો આવી જાય છે. આ રિસોર્ટ પણ દમણગંગા નદીના કિનારે જ આવેલો છે. દમણગંગા નદી પશ્ચિમ ઘાટમાંથી આવીને અરબી સમુદ્રમાં ભળી જાય છે.
શહેરી જીવનથી કંટાળેલા અને થાકેલા લોકોને અહીં હળવાશનો અનુભવ થાય છે. અહીં તમને ઠેરઠેર પોર્ટુગીઝ કલ્ચર જોવા મળે છે. જે તમને તેના સ્ટોન ફ્લોરિંગ, સ્ટીલ ફર્નિચર, વૃક્ષો બધામાં છલકાતું જોવા મળશે.
અહીંના રૂમ પણ 225 ચોરસ ફૂટના છે. દરેકમાં બાલ્કની છે. જેમાં બેસીને તમે કોફીની સાથે ગ્રીનરીનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત, અહીં સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, સ્ટીમ, કોન્ફરન્સ હોલ, મેરેજ પાર્ટી પ્લોટ છે. આ પ્લોટમાં 2000 લોકોને સમાવી શકવાની ક્ષમતા છે. અહીં ઇનડોર, આઉટડોર ગેમ, પુલ ટેબલ, ટેબલ ટેનિસ, ઇલેક્ટ્રોનિક ગેમ્સ, ઇન્ટરનેટ, વાઇફાઇ વગેરેની સુવિધાઓ છે.
એકોમોડેશન
ડીજીવી રિસોર્ટમાં ડિલક્સ રૂમ, સુપર ડિલક્સ રૂમ, શ્યૂટ રૂમ, એક્ઝિક્યૂટિવ રૂમનો સમાવેશ થાય છે. રૂમ અને સીઝન અનુસાર ભાડામાં ફેરફાર થતો રહે છે. ભાડાની શરૂઆત 9000 રૂપિયાથી થાય છે જે 26,000 કે 27000 રૂપિયા સુધી પણ હોય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો