પરિવાર સાથે 2-3 દિવસ ટ્રેનની મુસાફરી કરીને દૂર ક્યાંક ફરવા જવું એ એક અનોખી લાગણી હતી. પણ આજે તો કોઈ પાસે એવો સમય જ ક્યાં છે? લોકોની વ્યસ્તતાને કારણે તાત્કાલિક કોઈ પ્રવાસનું આયોજન શક્ય નથી. વળી, કોવિડ-19 મહામારીએ તો જાણે પ્રવાસની વ્યાખ્યા જ બદલી નાખી છે. દૂરના સ્થળે અને વધુ દિવસો માટે પ્રવાસ હવે પહેલા જેટલી સરળ વાત નથી. પણ તે માટે રિસોર્ટનો વિકલ્પ છે જ ને! ગૂગલ પર શ્રેષ્ઠ રેટિંગ ધરાવતા રિસોર્ટ્સ ના ફોટોઝ જ તમને ખુશ કરી દેશે.
આ તમામ હોટેલ્સ વિવિધ કેટેગરીના શાનદાર રૂમ્સ, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, 24 કલાક રિસેપ્શન, રૂમ સર્વિસ, વગેરે અત્યાધુનિક સવલતોથી સજ્જ છે.
જો તમે ગુજરાતમાં રહેતા હોવ અને ગુજરાતથી દૂર જઈ ન શકો તો આ રિસોર્ટ તમને ખૂબ સુખદ અનુભવ કરાવશે.
1. મધુભાન રિસોર્ટ, આણંદ
ગુજરાતમાં લક્ઝુરિયસ હોલિડેની વાત આવે તો સૌથી પહેલા ચરોતર, આણંદ પાસે આવેલો શાનદાર મધુભાન રિસોર્ટ યાદ આવે. પરંપરા, ભવ્યતા અને પર્યાવરણ-પ્રેમનો દુર્લભ સંગમ એવા મધુભાન રિસોર્ટ ની એક વાર મુલાકાત તમારા માટે કાયમી સંભારણું બની રહેશે.
આ આલીશાન રિસોર્ટ બૂક કરવા અહીં ક્લિક કરો.
2. ધ ફર્ન સત્વ રિસોર્ટ, પોલો ફોરેસ્ટ
અમદાવાદથી લોંગ ડ્રાઈવ કરીને જઈ શકાય તેવું ઉત્તર ગુજરાતનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ એટલે પોલો ફોરેસ્ટ. અહીં ધ ફર્ન જેવી નામાંકિત હોટેલ ચેઇનની અદભૂત હોટેલમાં રોકાણનો લાભ જરુર લેવા જેવો છે. 5 એકર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલી આ હોટેલમાં રહેવા માટે કોટેજ, વિલા તેમજ સ્વીટ જેવા વિકલ્પો છે.
આ આલીશાન રિસોર્ટ બૂક કરવા અહીં ક્લિક કરો.
3. બેલવેડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ
ગુજરાત રાજ્યની સૌથી મધ્યે સરખેજ- અમદાવાદ હાઇવે પર અદાણી શાંતિગ્રામમાં આ ભવ્ય રિસોર્ટ બનાવવામાં આવ્યો છે. સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકો માટે અહીં ગોલ્ફ, બિલિયર્ડસ, બોલિંગ, અનેકવિધ ઇન્ડોર ગેમ્સ વગેરે રમતોની અહીં ખૂબ આલીશાન સુવિધા છે. વળી, અહીં મિનિ થિયેટર પણ છે. અહીંના બધા જ રૂમ પણ બહુ જ લક્ઝુરિયસ છે.
આ આલીશાન રિસોર્ટ બૂક કરવા અહીં ક્લિક કરો.
4. ધ ફર્ન ગીર ફોરેસ્ટ રિસોર્ટ
કુલ 40 જેટલા કોટેજ, સ્વીટ, ટેન્ટ ધરાવતો આ ફાઇવ સ્ટાર રિસોર્ટ ગીરમાં લક્ઝુરિયસ હોલિડે મનાવવા માટે બેસ્ટ સાબિત થાય છે. વળી, આ રિસોર્ટને એવી પારંપરિક ઢબે બનાવવામાં આવ્યો છે કે બળબળતા ઉનાળામાં અને કઠોર શિયાળામાં પણ અહીં ખુશનુમા વાતાવરણનો અનુભવ થાય છે.
આ આલીશાન રિસોર્ટ બૂક કરવા અહીં ક્લિક કરો.
5. હેરિટેજ ખિરસાર પેલેસ, રાજકોટ
કાઠિયાવાડનો રાજવી ઠાઠ અનુભવવા પહોંચી જાઓ રાજકોટ પાસે બનેલી આ પેલેસ હોટેલમાં. ખિરસાર ગામથી 150 ફીટ ઊંચાઈ પર બનેલો પેલેસ સાડા ચાર દાયકાના ભવ્ય ઇતિહાસને સાચવીને બેઠો છે. પ્રણય વિલાસ સ્વીટ, રણ-વિલાસ ડિલક્સ, સૂર-નિવાસ ડિલક્સ, મહારાણી સ્વીટ અને મહારાજા સ્વીટ- અહીં રૂમના નામ પણ ઐતિહાસિક છે.
આ આલીશાન રિસોર્ટ બૂક કરવા અહીં ક્લિક કરો.
6. હોથોર્ન સ્વીટસ, દ્વારકા
દ્વારકાધીશના સાનિધ્યમાં ખૂબસુરત રોકાણનો લાભ લેવો કોને ન ગમે? 15 એકર વિસ્તારમાં ફેલાયેલો આ એક ઇકો-સ્પિરિચ્યુઅલ રિસોર્ટ છે. દ્વારકા મંદિરનું તો મહત્વ ખરું જ, સાથે આ શહેર દરિયાકિનારે આવેલું છે તે કારણ પણ તેને પરિવાર સાથે રજાઓ વિતાવવા આદર્શ બનાવે છે.
આ આલીશાન રિસોર્ટ બૂક કરવા અહીં ક્લિક કરો.
7. રેડિસન હોટેલ, કંડલા
ગાંધીધામમાં વ્યાવસાયિક કામ માટે તો ઘણા લોકો આવે જ છે, આ રિસોર્ટને કારણે રજાઓ માણવા માટે પણ આવવા લાગ્યા છે. તમે કોઈ પણ કારણોસર આવો, આ હોટેલમાં રોકાણ તમારા માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે.
આ આલીશાન રિસોર્ટ બૂક કરવા અહીં ક્લિક કરો.
.