
Day 1
નૈનીતાલ એ ભારતના સૌથી પ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. જ્યાં વર્ષની કોઈપણ સીઝનમાં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. સીઝન ગમે તે હોય, તમે તમારા પાર્ટનર, ફેમિલી કે મિત્રો સાથે અહીં ફરવાનો પ્લાન કરી શકો છો.પરંતુ ટ્રાવેલિંગ એટલે બજેટનું અલગથી ટેન્શન હોવું. તો હવે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. કારણ કે જો તમે નૈનીતાલ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તે પણ બજેટમાં, તો આજે અમે તમારા માટે નૈનીતાલની કેટલીક બજેટ ફ્રેન્ડલી હોટલ વિશે માહિતી લઈને આવ્યા છીએ. જ્યાં તમે આરામથી રહી શકો છો અને તે પણ તમારા બજેટમાં. તો ચાલો જાણીએ નૈનીતાલની કેટલીક બજેટ ફ્રેન્ડલી હોટેલ્સ વિશે.

1. હોટલ અનામિકા
આ હોટલ નૈનીતાલના પ્રખ્યાત ટૂરિસ્ટ આકર્ષણ એટલે કે નૈની તળાવની નજીક આવેલી છે. હોટેલની બહારનો નજારો અદ્ભુત છે. અહીં તમને રેસ્ટોરાં, બાળકો માટે અનુકૂળ વિસ્તારો, પરિવહન, લોન્ડ્રી સેવાઓ વગેરેનો ઍક્સેસ મળે છે. આ હોટેલ યોગ્ય વાતાવરણ પ્રદાન કરે છે અને સાથે જ તે તમારા બજેટને અનુરૂપ પણ છે.
કિંમત: 1500
સરનામું: મલ્લીતાલ, નૈનિતાલ, ઉત્તરાખંડ 263001, ભારત
સંપર્ક નંબર: +91 98101 09983

2.હોટલ પોલોમેક્સ
ભીમતાલ તળાવથી 23 કિમી દૂર નૈનીતાલમાં સ્થિત, હોટલ પોલોમેક્સમાં બગીચો, મફત ખાનગી પાર્કિંગ, એક શેરિંગ લાઉન્જ અને એક રેસ્ટોરન્ટની સાથે એકોમોડેશનની સુવિધા આપે છે. આ 3-સ્ટાર હોટેલ રૂમ સર્વિસ અને 24-કલાક ફ્રન્ટ ડેસ્ક ઓફર કરે છે. હોટલમાં નાઇટક્લબની સેવા છે. હોટેલ પોલોમેક્સમાં દરરોજ કોન્ટિનેન્ટલ નાસ્તો મળે છે. હોટેલ એક સન ટેરેસ પ્રદાન કરે છે.
કિંમત: 1000-2000
સરનામું:- નૈનિતાલ રોડ ભુજિયાઘાટ નૈનિતાલ યુકે, ભારત નૈનિતાલ, ઉત્તરાખંડ, ભારત 263126
સંપર્ક નંબર: +91 88537 23300

3. હોટલ કુરમાંચલ
જો તમે આરામદાયક રોકાણ માટે નૈનીતાલમાં બજેટ હોટેલ શોધી રહ્યા છો, તો આ હોટલ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. તે શ્રી અરબિંદો આશ્રમ અને હિમાલયન કેન્દ્ર કૈંચી ધામ જેવા ઐતિહાસિક સ્થળોની નજીક સ્થિત છે. હોટેલમાં એક રેસ્ટોરન્ટ પણ છે જે તમને સારું ભોજન આપે છે. હોટેલની નજીક તમને સ્નો વ્યૂ પોઈન્ટ, ઈકો કેવ ગાર્ડન અને અન્ય કેટલાક આકર્ષણો પણ જોવા મળશે.
કિંમતઃ રૂ 800 - રૂ 1000
સરનામું: લક્ષ્મી કુટીર કમ્પાઉન્ડ, બિરલા સ્કૂલ રોડ, તલ્લીતાલ , નૈનીતાલ , ઉત્તરાખંડ 263002
સંપર્ક નંબર - +91 85271 35767

4.હોટલ એવલિન
હોટલ એવલિન એ નૈનીતાલની સૌથી જૂની હોટલોમાંની એક છે. આ હોટેલ તમને પોસાય તેવા ભાવે સારી સુવિધા પૂરી પાડે છે. આ હોટેલ બ્રિટિશ યુગની છે. તે નૈનીતાલના મોલ રોડ પર આવેલી છે. આઝાદી પહેલા આ હોટેલની માલિકી એક બ્રિટિશ મહિલાની હતી અને આઝાદી પછી તેને શાહ પરિવાર ચલાવતો હતો. હોટેલની સામે સુંદર નૈની તળાવ છે. તેમાં 60 વિક્ટોરિયન શૈલીના રૂમ છે. બધા રૂમ વિશાળ છે, મૂળભૂત સુવિધાઓથી સજ્જ છે અને સુંદર રીતે સુશોભિત છે. આથી, તે પોકેટ-ફ્રેન્ડલી બજેટમાં પ્રવાસીઓ માટે એક આદર્શ હોટેલ છે.
કિંમત- રૂ. 1500 રૂપિયાથી શરુ
સરનામું: મૉલ રોડ, મલ્લિતાલ, નૈનિતાલ, ઉત્તરાખંડ 263002,
સંપર્ક નંબર - +91 98373 60457

5. કુમાઉ રિટ્રીટ
કુમાઉ રીટ્રીટ એ નૈનીતાલની શ્રેષ્ઠ બજેટ હોટલોમાંની એક છે. તે 52 હેઝવર્ટન કમ્પાઉન્ડ, રાજભવન રોડ, તલ્લીતાલ, નૈનીતાલમાં સ્થિત છે. હોટેલમાં વિશાળ રૂમ અને મહેમાનો માટે જરૂરી તમામ મૂળભૂત સુવિધાઓ છે. હોટેલ નૈની તળાવની નજીક છે.
કિંમત - 700 રૂપિયા - 1000 રૂપિયા
સરનામું:રામ નિવાસ, 52, હેસ વોર્ટન કમ્પાઉન્ડ, રાજભવન રોડ, તલ્લીતાલ, નૈનીતાલ, ઉત્તરાખંડ 263002,
સંપર્ક નંબર - 075792 13057


6.હોટેલ ક્લાઉડ 7
નૈનીતાલના મોલ રોડ પર સ્થિત છે. જે નૈનીતાલમાં પ્રવાસીઓ માટે એક ખૂબ જ સારો વિકલ્પ છે. આ હોટલમાં મહેમાનો માટે સ્વચ્છ બાથરૂમ, ટીવી, Wi-Fi વગેરે જેવી તમામ મૂળભૂત સુવિધાઓ છે. શેર-એ-પંજાબ અને મચાન જેવી નૈનીતાલની ઘણી પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ આ હોટલની નજીક આવેલી છે. તમને આ હોટેલમાં ફ્રી ઈન્ટરનેટ, ફ્રી નાસ્તો, રેસ્ટોરન્ટ અને બીજી ઘણી સુવિધાઓ મળશે. હોટેલમાં રૂફટોપ કેફે છે જે સ્વાદિષ્ટ ભોજન પીરસે છે.
કિંમત- 1500 રૂપિયા
સરનામું: મોલ રોડ, અલ્હાબાદ બેંકની સામે, મલ્લીતાલ , નૈનીતાલ , ઉત્તરાખંડ 263002
સંપર્ક નંબર - +91-7310778313, +91-7409197407


7.ઇકો સ્ટે - શેલ્બી વિલા
આ વિલા ભીમતાલ તળાવથી 24 કિમી દૂર નૈનીતાલમાં સ્થિત છે. અહીં તમને સુંદર ગાર્ડનની સાથે સુંદર વ્યૂવાળી બાલ્કની પણ જોવા મળશે.હોટલમાં તમને સ્વચ્છ બાથરૂમ, ટીવી, વાઇ-ફાઇ વગેરે સુવિધાઓ પણ મળશે.
કિંમત- 1150 રૂપિયા
સરનામું: 106, તલ્લા, ગેઠિયા નૈનિતાલ , ઉત્તરાખંડ 263127
જો તમારી પાસે પણ નૈનીતાલ જવાનો પ્લાન છે અને તમે તમારી મુસાફરી બજેટમાં કરવા માંગો છો, તો એકવાર આ બજેટ ફ્રેન્ડલી હોમસ્ટે અને હોટેલ્સ પર ચોક્કસ ધ્યાન આપો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો