માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન

Tripoto
Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

લગ્ન બાદ કપલ્સનું સૌથી પહેલું કામ હોય છે હનીમૂન પર જવાનું. પરંતુ આ કામ એટલું પણ સરળ નથી. કારણ કે એક સારુ લોકેશન શોધવું કપલ્સ માટે એક મોટો પડકાર હોય છે. દરેક કપલ ઇચ્છે છે કે તે પોતાના પાર્ટનર સાથે કોઇ ખાસ લોકેશન પર હનીમૂન મનાવે. કારણ કે આ તેમની પૂરી લાઇફ માટે યાદગાર રહેશે. આજના આ આર્ટિકલમાં અમે આપને ટ્રાવેલ ખર્ચની સાથે-સાથે ભારતના સૌથી સારા લોકેશન અંગે પણ જણાવીશું.

શ્રીનગર

જો તમે માર્ચ મહિનામાં હનીમૂન માટે કોઇ ખાસ લોકેશનને સર્ચ કરી રહ્યાં છો તો જમ્મૂ અને કાશ્મીર રાજ્યના સૌથી મોટા શહેર શ્રીનગરમાં જવાનો પ્લન બનાવી શકો છો. શ્રીનગરમાં માર્ચ મહિનામાં તમને ક્યારેક વરસાદ પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં મોસમ વધુ રોમેન્ટિક બની જાય છે. વરસાદ આખા શ્રીનગરને તાજગીથી ભરી દે છે. એટલે કપલ્સ માટે આ જગ્યા બેસ્ટ છે.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

માર્ચ મહિનામાં શ્રીનગરનું હવામાન- માર્ચ મહિનામાં હવામાન હળવી વસંતઋતુ તરફ આગળ વધી રહ્યું હોય છે. જેના કારણે શ્રીનગરનું તાપમાન 2°C થી 12°C ની વચ્ચે રહે છે.

શ્રીનગરના રસ્તાઓ- સારા હવામાનને કારણે અહીંના રસ્તાઓ માર્ચ મહિનામાં વધારે પ્રભાવિત નથી થતા. તેથી, તમે કોઈપણ જગ્યાએ સરળતાથી મુસાફરી કરી શકશો અને ટ્રાફિકની સમસ્યાથી પણ બચી શકશો. બરફના કારણે બંધ થયેલા રસ્તાઓ લગભગ માર્ચ મહિનામાં ખોલી દેવામાં આવે છે.

શ્રીનગરમાં જોવાલાયક સ્થળો

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

દાલ સરોવર: શ્રીનગરનું સૌથી પ્રસિદ્ધ અને અનોખું સ્થળ "દાલ લેક" છે જે એક મહત્વપૂર્ણ સ્થળ છે. શિકારા બોટનો આનંદ લેવા માટે પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં આવે છે.

નિશાત ગાર્ડનઃ આ એક સુંદર બગીચો છે જે દાલ તળાવના કિનારે આવેલું છે અને અહીં વિવિધ બગીચા, ફુવારા અને ફૂલોનો આનંદ લઈ શકાય છે.

હરિપરબત: હરિપરબત એ શ્રીનગરની આસપાસના પહાડી વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય ટ્રેકિંગ સ્થળ છે જ્યાં ટ્રેકિંગ અને હાઇકિંગના શોખીનો જાય છે.

જન્નત-એ-કાશ્મીર ગાર્ડન: શ્રીનગરમાં આવેલો આ બીજો સુંદર બગીચો છે અને પક્ષીઓના કિલકિલાટનો આનંદ લઈ શકાય છે.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

ટ્યુલિપ ગાર્ડન-એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનમાંથી શ્રીનગરનું પ્રખ્યાત દાલ લેક દેખાય છે. આ ગાર્ડનમાં 60 પ્રકારના અને અનેર રંગના 15 લાખથી વધારે ટ્યુલિપ છે. શ્રીનગરના ફરવાલાયક સ્થળોની યાદી તૈયાર કરવામાં આવે તો ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડનનું નામ તેમાં ચોક્કસપણે ઉમેરવામાં આવે. અહીં પર્યટકોના મનોરંજન માટે સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ટ્યુલિપની સાથે સાથે અહીં ફૂલોની અન્ય પ્રજાતિઓ પણ જોવા મળશે જેમ કે ડૈફોડીલ્સ, જલકુંભી અને રેનકુલસ. આ બગીચો આખા વર્ષ દરમિયાન ખુલ્લો નથી હોતો. આ બગીચો એક જ મહિના માટે ખોલવામાં આવે છે. સવારના સાત વાગ્યાથી સાંજના સાડા સાત વાગ્યા સુધી આ બગીચો ખુલ્લો હોય છે. શ્રીનગરમાં તમે ટ્યુલિપ ગાર્ડનની સાથે સાથે શાલીમાર બાગ, પરી મહેલ, શંકરાચાર્ય મંદિર જેવા સ્થળોએ જઈ શકો છે.

ખર્ચ- અહીં હનીમૂન મનાવવાનો કુલ ખર્ચ 30 હજારથી 40 હજાર રૂપિયા જેટલો થાય છે.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

જેસલમેર

માર્ચ મહિનામાં જેસલમેરની મુલાકાત લેવી એ સ્વર્ગ જેવું લાગે છે. કારણ કે માર્ચ મહિનામાં જેસલમેરનું હવામાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. લોકો મોટાભાગે ફરવા માટે માર્ચ મહિનો પસંદ કરે છે. રણની વચ્ચે તમારા જીવનસાથી સાથે એકલા સમય વિતાવવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. અહીં તમે રેતીના ઢગલા, ડેઝર્ટ સફારી, કિલ્લાઓ અને મહેલો જોવા જઈ શકો છો. અહીં તમે કેમલ સફારી અને જેસલમેર કિલ્લાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. નાનકડી ટેકરી પર બનેલો આ વિશાળ કિલ્લો તમને જરૂર આશ્ચર્યચકિત કરી દેશે. આ ફોર્ટને ગોલ્ડન ફોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની આસપાસ 30 ફૂટની ઊંચી દિવાલ છે. કિલ્લામાં 99 બુરજો આવેલા છે અને અંદર અંદર અનેક પોળ તથા રસ્તાઓ બનેલા છે જે તમને પ્રાચીન સમયમાં કેવા ભવ્ય બાંધકામ થતા હતા તેની ઝલક આપશે.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

જો તમે ટ્રેનમાં જેસલમેર જઈ રહ્યા હોવ તો તમે સલીમ સિંહની હવેલી પણ ફરવા જઈ શકો છો, કારણકે તે સ્ટેશનની બહુ નજીક છે. ઉલ્લેખનિય છે કે, સલીમ સિંહ દ્વારા 1815 ઈસવી બનાવવામાં આવી હતી. ઘણા લોકો તેને જહાજમહેલ તરીકે પણ ઓળખે છે.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

જેસલમેરથી લગભગ ૪ર કી.મી.ના અંતરે સેમ પાસે રેતીના ટીંબાનો વિસ્તાર ફેલાયેલો છે. પ્રાકૃતિક સૌદર્ય અને રેતીના વિશાળ રૂપનો ભવ્ય નજારો અહીં જોવા મળે છે. અહીં કેમલ સફારી પર્યટકોને આનંદીત કરી દે તેવી છે. રેતીના ટીંબા પાછળ થતા સૂર્યોદયનું દ્રશ્ય અત્યંત મનમોહક દેખાય છે. જેસલમેર જોવા જાવ અને રેતીના ટીંબા ન જુઓ તો જેસલમેરની યાત્રા અધૂરી ગણાય.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

કેવી રીતે પહોંચવું- જોધપુર એરપોર્ટથી તમે અહીં પહોંચી શકો છો.

હનીમૂન માટે ટેન્ટ પેકેજ - વ્યક્તિ દીઠ 7,000 રૂપિયાથી શરૂ થાય છે.

ખર્ચ- અહીં હનીમૂન મનાવવાનો કુલ ખર્ચ 20 હજારથી 30 હજાર રૂપિયા આવે છે.

માર્ચ મહિનામાં જેસલમેર - અહીંનું તાપમાન 10°C થી 27°ની વચ્ચે રહે છે.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

કૂર્ગ

કૂર્ગ કે કોડાગુ, કર્ણાટકના લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. કૂર્ગ, કર્ણાટકના દક્ષિણ પશ્ચિમ ભાગમાં પશ્ચિમી ઘાટની પાસે એક પહાડ પર સ્થિત જિલ્લો છે જે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી 1715 મીટરની ઊંચાઇ પર આવેલું છે. કૂર્ગને ભારતનું સ્કોટલેન્ડ કહેવાય છે અને તેને કર્ણાટકનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. કર્ણાટકનું આ ખાસ હિલ સ્ટેશન કપલ્સ માટે માર્ચ મહિનામાં ફરવા માટે શ્રેષ્ઠ છે. કારણ કે આ સમયે અહીંનું વાતાવરણ હળવું ઠંડુ રહે છે. તેથી તમને ન તો વધારે ગરમીનો અનુભવ થશે, ન ઠંડીનો.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

આ સ્થાન અહીંની હરિયાળીના કારણે પ્રસિદ્ધ છે, અહીંની સુંદર ખીણો, રહસ્યમય પહાડો, મોટ-મોટા કોફીના બગીચા, ચાના બગીચા, સંતરાના ઝાડ, ખળખળ વહેતી નદીઓ પર્યટકોનું મન મોહી લે છે. દક્ષિણ ભારતના લોકો ખાસ કરીને અહીં વિકેન્ડ એન્જોય કરવા આવે છે.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

તાપમાન- માર્ચમાં સરેરાશ તાપમાન 20-35 ડિગ્રી વચ્ચે હોય છે.

કરવા જેવી બાબતો- અહીં તમે ટ્રાવેલિંગ, ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી વસ્તુઓ કરી શકો છો.

જોવાલાયક સ્થળો: તમે એબી ફોલ્સ, મંડલ પટ્ટી વ્યુ પોઈન્ટ, નામદ્રોલિંગ મઠ, પુષ્પગિરી વન્યજીવ અભયારણ્ય, તાડિયાંદામોલ પીક અને ઈરુપ્પુ ધોધની મુલાકાત લઈ શકો છો.

ખર્ચ- અહીં હનીમૂન મનાવવાનો કુલ ખર્ચ 20 થી 30 હજાર રૂપિયા સુધી આવે છે.

Photo of માર્ચ મહિનામાં શોધી રહ્યા છો હનીમૂન માટે બેસ્ટ જગ્યા, તો બનાવો ભારતની આ સુંદર જગ્યાઓ પર જવાનો પ્લાન by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads