ગુજરાતનાં સૌથી મોડર્ન અને પ્રોગ્રેસીવ શહેરોમાં અમદાવાદનું એક આગવું સ્થાન છે તે આપણે સૌ જાણીએ છીએ. દેશ અને દુનિયાનો કોઈ પણ ટ્રેન્ડ ગુજરાતમાં કદાચ સૌથી પહેલા અમદાવાદમાં જ આવે છે. પ્રવાસનની બાબતમાં પણ અમદાવાદીઓ આમાંથી બાકાત શી રીતે રહી શકે? હોટેલ્સ કે ગેસ્ટહાઉસ કે હોસ્ટેલથી એક સ્ટેપ આગળનો વિચાર છે હોમસ્ટે.
કોઈ પણ જગ્યાએ જતાં અનેક પ્રવાસીઓ ત્યાંનાં ટુરિસ્ટ એટ્રેકશનની સાથોસાથ ત્યાંનાં સ્થાનિકો, ત્યાંની સંસ્કૃતિ પણ જોવા, જાણવા, માણવા ઇચ્છતા હોય છે. આ માટે શ્રેષ્ઠ ઉપાય એટલે હોમસ્ટે. એક મોટું, તમામ પ્રકારની સવલતો ધરાવતા ઘરનો કોઈ ભાગ ત્યાં રહેતો પરિવારો બહારગામથી આવતા મહેમાનોને દિવસ મુજબ રહેવા માટે ભાડે આપે તેને હોમસ્ટે કહેવાય છે. કેટલીક વાર કોઈ આખી પ્રોપર્ટી જ ભાડે આપવામાં આવે એમ પણ શક્ય છે.
હેરિટેજ સિટી અમદાવાદમાં અનેક પરિવારોએ પોતાના ઘરને બહારથી આવતા અતિથિઓ માટે ખુલ્લુ મૂક્યું છે.
ચાલો, આવી જ એક અનોખી યાદી પર નજર કરીએ:
1
પાલડી વિસ્તારમાં NIDથી વોકિંગ ડિસ્ટન્સે આવેલો આ એક ફૂલ ફર્નિશડ 2 bhk ફ્લેટ છે. મેઇન રોડ પર આવેલો આ ફ્લેટ કોઈ પણ સોલો, ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોર્પોરેટ ટ્રાવેલર્સ માટે આદર્શ છે કારણકે અહીંથી તમામ પરિવહનના સાધન સરળતાથી મળી રહે છે.
આ હોમસ્ટે વિષે વધુ માહિતી મેળવવા અને બૂકિંગ કરવા અહીં ક્લિક કરો.
2
બે રૂમમાં પાંચ લોકોનાં રહેવાની સગવડ ધરાવતો આ હોમસ્ટે નહેરુનગર વિસ્તારમાં આવેલો છે. અહીં રસોઈની બધી જ સવલતો ઉપલબ્ધ છે. જરૂરી ચીજવસ્તુઓ વોકિંગ ડિસ્ટન્સ પર મળી રહે છે.
આ હોમસ્ટે વિષે વધુ માહિતી મેળવવા અને બૂકિંગ કરવા અહીં ક્લિક કરો.
3
નવરંગપુરા જેવા પોષ વિસ્તારમાં આવેલી આ 60 વર્ષ કરતાં પણ જૂની પ્રોપર્ટી છે પણ આધુનિક સવલતોથી સજ્જ છે. હેરિટેજ સિટીમાં રહેવાનો અનુભવ કરાવે તેવા છ રૂમ અહીં મહેમાનોને ભાડે આપવા રાખવામાં આવ્યા છે.
આ હોમસ્ટે વિષે વધુ માહિતી મેળવવા અને બૂકિંગ કરવા અહીં ક્લિક કરો.
4
આ હોમસ્ટે જે સોસાયટીમાં આવેલો છે તેની તમામ સુવિધાઓ ગાર્ડન, જોગિંગ ટ્રેક, વગેરે અહીં આવતા મહેમાનો માટે પણ ઓપન છે. માત્ર બે મહેમાનોની સગવડ ધરાવતા એક રૂમમાં બિઝનેસ ડેસ્ક પણ છે તેથી વ્યવસાય અર્થે આવતા લોકો માટે આ આદર્શ છે.
આ હોમસ્ટે વિષે વધુ માહિતી મેળવવા અને બૂકિંગ કરવા અહીં ક્લિક કરો.
5
વૂમન્સ પીજી તરીકે 19 રૂમ ધરાવતા આ સ્ટેમાં માત્ર બે જ રૂમ મહેમાનો માટે ઉપલબ્ધ છે. અમદાવાદમાં સ્ત્રીઓની સુરક્ષા અંગે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકાય છે પણ તેમ છતાં અભ્યાસ કે વ્યવસાય અર્થે આવતી એકલી છોકરીઓ માટે આવું રોકાણ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
આ હોમસ્ટે વિષે વધુ માહિતી મેળવવા અને બૂકિંગ કરવા અહીં ક્લિક કરો.
6
અમદાવાદના ઘણા મહત્વના વિસ્તાર તેવા જજીસ બંગલો રોડ પર આ પ્રોપર્ટી આવેલી છે. આઠ મહેમાનોના રહેવાની સુવિધા ધરાવતો આ ફ્લેટ કોઈ સામાજિક કામ અથવા પ્રસંગની ખરીદી માટે આવતા પરિવારો માટે આદર્શ છે.
આ હોમસ્ટે વિષે વધુ માહિતી મેળવવા અને બૂકિંગ કરવા અહીં ક્લિક કરો
7
શહેરથી દૂર પણ કર્ણાવતી ક્લબથી માત્ર પાંચ મિનિટનો અંતરે આવેલો આ બંગલો તમારું મન મોહી લેશે! માત્ર 2 મહેમાનો માટે રહેવાની સગવડ ધરાવતો આ ભવ્ય બંગલો તેના માલિક (હોસ્ટ) દ્વારા ખૂબ સુંદર રીતે સજાવાયો છે.
આ હોમસ્ટે વિષે વધુ માહિતી મેળવવા અને બૂકિંગ કરવા અહીં ક્લિક કરો.
8
10 થી 12 લોકોનાં પરિવારે શહેરથી દૂર વીકએન્ડ આઉટિંગ કરવાની એક આદર્શ જગ્યા. આ એક શહેરથી દૂર આવેલો ફાર્મ સ્ટે છે. આ સુંદર બંગલો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. મહેમાનોને આ જગ્યા ખૂબ આકર્ષે છે.
આ હોમસ્ટે વિષે વધુ માહિતી મેળવવા અને બૂકિંગ કરવા અહીં ક્લિક કરો
આ લેખમાં અમદાવાદના શ્રેષ્ઠ હોમસ્ટે માટે સંદર્ભ તરીકે હોમસ્ટેની જાણીતી વેબસાઇટ AirBnBનો આધાર લેવામાં આવ્યો છે.
.