દેશમાં કોરોના કાળ ઘટી રહ્યો છે પરંતુ હજુ તેનું જોખમ ઘટ્યું નથી. ચીનમાં કોરોના કહેર બનીને ત્રાટક્યો છે. જેના કારણે તેના 10થી વધુ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન છે. ભારતમાં હાલ એવી પરિસ્થિતિ નથી પરંતુ પરિસ્થિતિ ક્યારે બગડે તે કહી શકાય નહીં.
અત્યારે કોરોનાના કેસો ઘટ્યા હોવાથી લોકો મોટી સંખ્યામાં ફરવા માટે નીકળી પડ્યા છે. ગુજરાતમાં માથુ ફાટી જાય તેવી ગરમી પડી રહી હોવાથી લોકોએ હિલ સ્ટેશનની વાટ પકડી છે. આવા સંજોગોમાં ઉત્તરાખંડ અને હિમાચલ તેમજ કાશ્મીરમાં એટલા પ્રવાસીઓ પહોંચી ગયા છે કે હોટલો ફુલ થઇ ગઇ છે. પગ મૂકવાની પણ જગ્યા નથી. ત્યારે જો તમે પણ ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે કેટલીક જગ્યાઓ તમને બતાવીશું જેના વિશે તમે વિચાર કરી શકો છો. એવું નથી કે તમે આ વખતની ગરમીમાં જ ત્યાં જાઓ, તમે આવતા વર્ષે પણ ઉનાળાના વેકેશનમાં ત્યાં જઇ શકો છો.
ચેરાપૂંજી
ચેરાપુંજીનું અત્યાર સુધી જો તમે ફક્ત નામ જ સાંભળ્યું છે તો હવે કોરોના કાળ બાદ તમે અહીં ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો. મેઘાલય રાજ્યમાં સ્થિત ચેરાપુંજી વરસાદના કારણે પણ જાણીતું છે. સાથે જ અહીંની બોર્ડર બાંગ્લાદેશ સાથે લાગે છે. તેથી તમે દૂરથી બાંગ્લાદેશના દર્શન કરી શકો છો. અહીંના મોમોઝ, ચા-કોફી પ્રસિદ્ધ છે.
કોચ્ચી
ભારતના કેરળ રાજ્યમાં વસેલા કોચ્ચીમાં કોણ ફરવા ન માંગે, પરંતુ જો તમે અત્યાર સુધી ત્યાં નથી ગયા તો તમે ફરવાની અસલી મજા ગુમાવી દીધી છે. તમે અહીં ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો. અહીંની સુંદરતા, નદીઓ, સરોવરો અને બોટિંગની સવારી કરવાની અલગ જ મજા છે. દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટક અહીં પહોંચે છે.
શિમલા
હિમાચલ પ્રદેશમાં વસેલું શિમલા પોતાની સુંદરતા અને બરફવર્ષા માટે જાણીતું છે. અહીં દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં પર્યટકો પહોંચે છે. અહીં ફરવા માટે મૉલ રોડ, ક્રાઇસ્ટ ચર્ચ, ફુકરી, નારકંડા, ચેલ અને તાતાપાની જઇ શકો છો. આ ઉપરાંત, તમે જાખુ મંદિરના દર્શન પણ કરી શકો છો. જ્યાં બજરંગ બલીની ઘણી ઊંચી મૂર્તિ છે. જે આકર્ષણનું કેન્દ્ર છે.
મસૂરી
ઉતરાખંડ રાજયમાં વસેલું મસૂરી તેની સુંદરતા માટે જાણીતું છે. તેને પર્વતોની રાણી પણ કહેવાય છે. આ હિલ સ્ટેશન ફરવા માટે બહુજ સરસ જગ્યા છે અને અહીં તમે તમારા પાર્ટનર, પરિવાર કે મિત્ર સાથે આવી શકો છો. મસૂરી દેહરાદૂનથી માત્ર ૩૫ કિલોમીટર દુર આવેલું છે અને શાંતિથી સમય પસાર કરવા માટે પણ આ સ્થળ ખુબ જ ખાસ છે.
વરકાલા
કેરળમાં આવેલ આ સ્થળ ભવ્ય દરિયાકિનારા અને ટેકરીઓ માટે પ્રખ્યાત છે. આ સ્થળ આયુર્વેદિક મસાજ માટે પણ જાણીતું છે. તમે અહીંથી સ્વચ્છ બીચ અને સૂર્યાસ્તનો સુંદર નજરો જોઈ શકો છો. અહી બીચ પર બહુ ભીડ નથી હોતી, માટે તમે આરામથી તમારી જગ્યા પસંદ કરીને આનંદ માણી શકો છો. દરિયાના કિનારાની કુદરતી સુંદરતા અને વાતાવરણનું મિશ્રણ આ સ્થાનને એક તાજગી પ્રદાન કરે છે. કોરોના કાળ પછી અહીં આવી શકો છો.
મૈસૂર
મૈસૂર તેના પ્રભાવશાળી વારસા માટે જાણીતું છે. આ શહેરનું મુખ્ય પ્રવાસીય સ્થળ મૈસૂર પેલેસ છે જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. આ સિવાય પણ બીજી ઘણી ઈમારતો, મંદિરો અને મહેલો જોવાલાયક છે. મૈસૂરના ઝૂને ભારતના શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાંનું એક ગણવામાં આવે છે. ફરવાના શોખીન લોકોએ એક વખત કર્ણાટકના આ શહેરમાં જરૂર જવું જોઈએ.
પેરિયાર નેશનલ પાર્ક, કેરળ
આ નેશનલ પાર્કનો ભારતના પસંદગીના સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે ચોમાસા દરમિયાન પણ ખુલ્લો રહે છે. પેરિયાર નેશનલ પાર્ક જંગલી હાથી માટે જાણીતો છે. આ જગ્યાએ બોર્ડર હાઇક, બાંસ રાફટીંગ, નાઈટ જંગલ ટૂર ઘણી બધી પ્રવૃતિઓ થાય છે. કોરોના પછી શાંતિ માટે અહી આવવાનું વિચારી શકે છે.
વાયનાડ
કોરોના કાળ પછી તમે વાયનાડ આવી શકો છો, કેમકે વેકેશન ગાળવા માટે આ સ્થળ એકદમ પરફેક્ટ છે. અહી ઘણા આયુર્વેદિક મસાજ એટલે કે સ્પા પણ છે, જેનો તમે આનંદ લઇ શકો છો. અહી તમને પહાડોની સુંદરતા, ગાઢ જંગલો જોવા મળશે. અહી રહેવા માટે ઘણા બધા સારા રિસોર્ટ પણ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો