બડકોટ ઉત્તરાખંડમાં યમુનોત્રી નજીક સ્થિત સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. આ સ્થળ યમુનોત્રીથી 50 કિમીના અંતરે આવેલું છે. લીલાછમ પહાડો, વાદળી આકાશ અને વચ્ચે ખળખળ વહેતી નદી આ જગ્યાની સુંદરતાને બમણી કરવાનું કામ કરે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ પર એડવેન્ચર કરવાનો મોકો પણ મળશે. બડકોટ તેની પ્રાકૃતિક સુંદરતા અને જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે. નેચર લવર્સની સાથે સાથે બર્ડ વોચર્સ અને ફોટોગ્રાફીના શોખીનો માટે પણ આ જગ્યા સ્વર્ગથી ઓછી ઊતરે તેમ નથી.
શા માટે બડકોટ જવું જોઈયે?
આ હિલ સ્ટેશન એક શાંત સ્થળ છે, જ્યાં લોકો મનની શાંતિ મેળવવા માટે આવે છે. બડકોટ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત બંદરપૂંચ શિખરની આસપાસના સ્થળોનુ પ્રતિનિતિત્વ કરે છે. આ જગ્યા બર્ડ વોચીંગ અને જંગલમાં ફરવા માટે એક આદર્શ છે. તમે અહિ સફરજન અને અન્ય ફળોના બગીચાઓમાંથી કેટલાય સ્વાદિષ્ટ તાજા ફળોનો આનંદ લઈ શકો છો. પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત આ સ્થાન ઉત્તરાખંડના ચાર ધામ સ્થળોની યાત્રા કરતા તીર્થયાત્રીઓ અને ભક્તો માટે એક પડાવ છે. બડકોટ અનેક આશ્રમો અને પવિત્ર મંદિરોથી પથરાયેલું છે. આ ઊપરાંત તે અનેક સાહસિક રમતોનુ ઘર પણ છે જેમ કે હાઇકિંગ, ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ…!
બડકોટની આસપાસ જોવાલાયક સ્થળો
1. સૂર્ય કુંડ
વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી ધામમાં આવેલ સૂર્ય કુંડનું પોતાનું આગવું મહત્વ છે. કહેવાય છે કે આજે પણ આ ભાગીરથીનો પ્રવાહ આ કુંડમાથી થઈને આગળ વધે છે. આ કુંડોનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, દુનિયાભરમાંથી પર્યટકો દર વર્ષે અહીં તેની સુંદરતા જોવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે આ કુંડનું પાણી એટલું ગરમ છે કે તેમાં બટેટા ગરમ કરીને ખાઈ શકાય છે. સૂર્યકુંડના પાણીનું તાપમાન 1900F છે.
2. યમુનોત્રી મંદિર
બડકોટનું ધાર્મિક પર્યટક સ્થળ યમુનોત્રી ધામ પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. યમનોત્રીને ચાર ધામોમાંનું એક માનવામાં આવે છે. દિવાળી પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને અક્ષય તૃતીયાના દિવસે ચાર ધામના દરવાજા ખોલવામાં આવે છે.
3. હનુમાન ચટ્ટી
હનુમાન ચટ્ટી ભગવાન હનુમાનને સમર્પિત મંદિર છે. આ મંદિર બડકોટથી 36 કિલોમીટરના અંતરે આવેલું છે. ગઢવાલ હિમાલયમાં હનુમાન ચટ્ટી નામની બે જગ્યાઓ છે. એક મંદિર યમુનોત્રી ધામમાં આવેલું છે, જ્યારે બીજું બદ્રીનાથ મંદિર સુધી છે. હનુમાન ચટ્ટી યમુનોત્રી અને ડોડી તાલ વચ્ચે ટ્રેકિંગ માટે જાણીતુ છે.
4. બંદરપુંછ શિખર
માઉન્ટ બંદરપુંછ ટ્રેકર્સ અને માઉંટેનીઅર્સ માટે એક લોકપ્રિય સ્થળ છે, જે એક ચેલેંજીંગ ટ્રેકિંગ છે. માઉન્ટ બંદરપુંછના શિખર સુધીનો ટ્રેક ગાઢ જંગલો, આલ્પાઈન ઘાસના મેદાનો અને હિમનદીઓમાંથી પસાર થાય છે, જે આ પ્રદેશની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઝલક આપે છે. 12 કિલોમીટર લાંબો આ ગ્લેશિયર 6316 મીટરની ઉંચાઈ પર સ્થિત છે.
5. લાખામંડળ
લાખામંડળ ચકરાતા વિસ્તારમાં આવેલું એક પ્રસિદ્ધ મંદિર છે. મંદિરના દેવતા ભગવાન શિવ છે. લાખામંડળ સંકુલમાં આજે પણ ઘણા મંદિરોના અવશેષો મોજૂદ છે. અહીં ગ્રેફાઇટથી બનેલું શિવલિંગ છે જેના પર પાણી રેડવામાં આવે ત્યારે તે ચમકે છે. એવું માનવામાં આવે છે કે જો આ દ્વારપાલોની સામે કોઈ મૃતદેહ મૂકવામાં આવે અને મંદિરના પૂજારી તેના પર પવિત્ર જળનો છંટકાવ કરે છે, તો તે મૃત વ્યક્તિ થોડા સમય માટે પુન:જીવિત થઈ ઊઠે છે. જીવિત થયા પછી તે ભગવાનનું નામ લઈ ગંગાજળ ગ્રહણ કરી વળી પાછો તેનું શરીર છોડી દે છે. પરંતુ આજ સુધી આનું રહસ્ય કોઈ જણી શક્યુ નથી. આ મંદિર બડકોટથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે.
બડકોટની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
એપ્રિલ, મે અને જૂન; બડકોટની મુલાકાત લેવા માટે સૌથી કમ્ફર્ટેબલ સમય માનવામાં આવે છે. ત્યારે તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવાથી સુખદ હવામાન હોય છે. જો કે તમે ક્લાસિક હિમાલયન ઠંડીનો અનુભવ કરવા માંગતા હોવ તો ઓક્ટોબરથી ફેબ્રુઆરી - શિયાળાના મહિનાઓ દરમિયાન બડકોટની મુલાકાત લો. આ સમયે ગરમ કપડાં સાથે રાખો કારણ કે આ મહિનાઓમાં તાપમાન 4-2 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ જાય છે.
બડકોટ કેવી રીતે પહોંચવું?
હવાઈ માર્ગે: બડકોટનું સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે. જે બડકોટથી લગભગ 150 કિલોમીટરના અંતરે આવેલું છે. એરપોર્ટથી બડકોટ બસ અથવા લોકલ સવારી દ્વારા પહોંચી શકાય છે.
ટ્રેન દ્વારા: બડકોટની નજીકના રેલ્વે સ્ટેશનો દેહરાદૂન અને ઋષિકેશ જંકશન છે. સ્ટેશનથી તમે લોકલ ટ્રાન્સપોર્ટની મદદથી બડકોટ પહોંચી શકો છો.
બસ દ્વારા: બડકોટ તેની આસપાસના તમામ શહેરો જેવા કે દેહરાદૂન, ઉત્તરકાશી અને ઋષિકેશની સાથે બસ દ્વારા સારી રીતે જોડાયેલ છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.