પ્રવાસીઓ અનેક પ્રકારના હોય છે.. કોઈ લોકપ્રિય ફરવાના સ્થળોએ ઘુમે છે તો કોઈ અજાણ્યા સ્થળો ખૂંદે છે. કોઈને એકલા ફરવું ગમે છે, કોઈને ગ્રૂપમાં. કોઈને હોસ્ટેલ, કેમ્પ કે ઈકોનોમી હોટેલ્સમાં રહેવું પસંદ છે તો કોઈને લક્ઝુરિયસ હોટેલમાં. કોઈને સ્થાનિક ભોજન અજમાવીને પેટ ભરવું છે તો કોઈને બુફે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરીને.
પણ હરવા-ફરવામાં કે ટ્રાવેલિંગમાં થોડો પણ રસ ધરાવતા અને જાણકારી રાખતા લોકો ભારતની અમુક હોટેલ ચેઇન્સથી અવશ્ય પરિચિત હશે. દેશભરમાં આવેલા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોએ શાનદાર સ્થાન ધરાવતી આ હોટેલ્સનું જેટલું મોટું નામ, એટલા જ મોટા અહીંના દામ! તેમ છતાંય, ભારતની આ લક્ઝુરિયસ હોટેલ ચેઇન્સમાં ક્યારેક, એક દિવસ પૂરતું રોકાણ કરવું એ દરેક પ્રવાસપ્રેમીનું સપનું હશે!
સૌથી પહેલું તે સૌથી મોખરે. વર્ષ 1903માં કોઈ ભારતીય દ્વારા બનાવવામાં આવેલી અને 100% ઇલેક્ટ્રિસિટી ધરાવતી અખંડ ભારતની સર્વ પ્રથમ હોટેલ અને દેશની આર્થિક રાજધાનીનો તાજ એટલે શાનદાર, જબરદસ્ત હોટેલ ધ તાજ મુંબઈ. આપણી યંગ જનરેશન્સમાં એવા કેટલાય લોકો હશે જે વિચારતા હશે કે એક વાર તો ધ તાજ મુંબઈમાં જવું જ છે; ભલે પછી ચા પીને પાછા આવીએ!
વીસમી અને એકવીસમી સદીમાં ભારતમાં અન્ય અનેક હોટેલ ચેઇન્સનો વિકાસ થયો હોવા છતાં ધ તાજ એક શિરમોર બ્રાન્ડનેમ છે. 1899માં જમશેદજી ટાટા દ્વારા સ્થાપવામાં આવેલ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના માલિકીપણા હેઠળ આજે દેશ અને દુનિયામાં તાજની 100 કરતાં પણ વધુ હોટેલ્સ આવેલી છે.
ઇન્ડિયન ટોબેકો કંપની ITCનું હોસ્પિટાલિટી ક્ષેત્રે ખૂબ ઊંચું નામ છે અને એનું કારણ છે તેમની ITC હોટેલ્સ. દેશની અત્યાધુનિક સગવડતા ધરાવતી હોટેલ્સમાં ITCનું આગવું સ્થાન છે. સામાન્ય રીતે ઓફ વ્હાઇટ અથવા બદામી રંગનું બાંધકામ ધરાવતી આ તમામ હોટેલ્સને ભારતના ઇતિહાસ સાથે સંકળાયેલા નામ આપવામાં આવ્યા છે. તેનો ભવ્ય દેખાવ સાચે જ મનમોહક છે.
વર્ષ 1934માં મોહન સિંઘ ઓબેરોય દ્વારા સ્થાપવામાં આવેલું ઓબેરોય ગ્રુપ દેશ-વિદેશમાં 30 કરતાં વધુ લક્ઝુરિયસ ફાઇવ સ્ટાર હોટેલ્સ હોટેલ્સ અને પાંચ દેશમાં રિવર ક્રૂઝ ધરાવે છે. સ્થાપનાથી લઈને આજ સુધી ઓબેરોય પરિવારના જ કોઈ સભ્યના વડપણ હેઠળ આ કંપની ચલાવવામાં આવી છે. 26/11/2008 ના રોજ મુંબઈમાં ધ તાજની સાથોસાથ બીજી જે હોટેલ પર હુમલો થયો હતો તે ઓબેરોય ગ્રુપની હોટેલ હતી.
ધ લીલા એ ભારતમાં દસ કરતાં પણ વધુ જગ્યાઓએ અત્યાધુનિક સગવડોથી સજ્જ ફાઇવ સ્ટાર હોટેલ્સનું ગ્રુપ છે. તેની સ્થાપના વર્ષ 1986 માં સી.પી. કૃષ્ણન નાયર દ્વારા કરવામાં આવી હતી. દેશમાં ધ લીલા ગ્રુપના નામે આશરે ડઝનેક લક્ઝુરિયસ પેલેસ અને હોટેલ્સ બનેલી છે.
ભારતમાં અને વિદેશમાં 60 કરતાં વધુ શહેરોમાં આશરે 100 જેટલી હોટેલ્સ ધરાવત ગ્રુપ એટલે સરોવર ગ્રુપ. લુવ્ર હોટેલ્સ ગ્રુપ માલિકીની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોટેલ્સ ખરેખર અનોખી છે અને પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.
લલીત સૂરિ નામનાં વ્યક્તિ દ્વારા વર્ષ 1988માં એક ચેઇન હોટેલ્સ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી જેને આજે તેમની યાદમાં ધ લલીત હોટેલ્સ, પેલેસિસ એન્ડ રિસોર્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. નવી દિલ્હીમાં તેમનું મુખ્ય મથક છે અને દેશમાં 12 કરતાં વધુ ભવ્યાતિભવ્ય ફાઇવ સ્ટાર હોટેલ્સ એ ધ લલીતની આગવી ઓળખ છે.
આ એક હોસ્પિટાલિટી કંપની છે જેની દેશમાં અનેક મહત્વના પર્યટન સ્થળોએ ખૂબ આકર્ષક હોટેલ્સ બનેલી છે. 1996 થી શરુ થયેલી આ કંપની તેના મેમ્બર્સને રોકાણ અને ફરવા માટે કેટલાક શાનદાર પેકેજીસ પૂરા પાડે છે જે માટે દર વર્ષે મેમ્બર્સએ ફીસ ચૂકવવી પાડે છે. હાલમાં તે 2,50,000 કરતાં વધુ મેમ્બર્સ ધરાવે છે. જોકે નોન-મેમ્બર્સ માટે પણ ક્લબ મહિન્દ્રાની હોટેલ્સના દ્વાર હંમેશા ખુલ્લા છે.
માત્ર 20 વર્ષમાં દેશના 50 કરતાં વધુ શહેરોમાં કુલ 90 જેટલી હોટેલ્સ હોવી એ કોઈ પણ કંપની માટે ગર્વની વાત કહેવાય. લેમન ટ્રી આ બહુમાન ધરાવે છે અને આથી તે ભારતની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ હોટેલ કંપની છે.
વર્ષ 2004માં લોન્ચ થયેલી જિંજર હોટેલ્સ IHCLની જ માલિકીનું તાજ સિવાય અન્ય એક હોટેલ ગ્રુપ છે. મુંબઈમાં મુખ્ય મથક ધરાવતા જિંજર હોટેલ્સની ભારતમાં 50 કરતાં વધુ શહેરોમાં 80 જેટલી હોટેલ્સ આવેલી છે.
ભારત અને કેન્યા બંને દેશોની એક નામાંકિત હોટેલ ચેઇન છે રોયલ ઓર્કિડ. ભારતમાં 45 જેટલા લોકેશન્સ પર 70 કરતાં વધુ રોયલ ઓર્કિડ હોટેલ્સ આવેલી છે.
.