
કેવડિયા ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ ઓફ યૂનિટી હવે તો વર્લ્ડ ફેમસ બની ગયું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ સ્થળની મુલાકાત લેવા માટે આવે છે. અહીં જો તમારે વન કે ટુ નાઇટ સ્ટે કરવો હોય તો હવે ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે. એટલે જો તમારે મોંઘા ટેન્ટ સિટીમાં ન રહેવું હોય તો નજીકમાં ઓછા ભાડામાં રહેવા માટે હવે ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે. તો આવો આ વિકલ્પો વિશે વિગતવાર માહિતી તમને આપી દઇએ.

BRG બજેટ સ્ટે
હોટલ BRG જેવું કે નામ પરથી જ ખબર પડે છે આ એક બજેટ હોટલ છે. આ હોટલ સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી ફક્ત 2 કિલોમીટર દૂર છે. અને એકતા નગર રેલવે સ્ટેશનથી ખુબ જ નજીક છે. રિસોર્ટમાં સુવિધાઓની વાત કરીએ તો અહીં બોર્ડ મિટિંગ રૂમ, લાર્જ એસી બેન્કવેટ હોલ, ગ્રીન લોન જેમાં કોર્પોરેટ મીટિંગ્ગ, ગેટ ટુ ગેધર, લગ્ન પ્રસંગ અને કોર્પોરેટ ગેધરિંગ જેવી ઇવેન્ટ કરી શકાય છે.

અહીં તમને પાર્કિંગમાં ઇવી ચાર્જિંગની પણ સુવિધા મળી રહે છે. હોટલના રૂમની શરૂઆત 470 રૂપિયાથી થાય છે.અહીં વિવિધ કેટેગરીના રૂમ ઉપલબ્ધ છે જેમા સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી, ટ્રિપલ બેડ રૂમનો સમાવેશ થાય છે. અહીં ડીલક્સ નોન એસી રૂમ, પ્રીમિયમ એસી રૂમ, લક્ઝરી પેન્ટહાઉસ પણ ઉપલબ્ધ છે. અહીં એક વિશાળ રેસ્ટોરન્ટ છે જેમાં તમને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન એમ તમામ પ્રકારનું ફૂડ મળી રહે છે. આ ઉપરાંત અહીં જોગિંગ ટ્રેક, ચિલ્ડ્ર્ન પ્લેઇંગ એરિયા, સ્પા, મેડિટેશન રૂમની સુવિધા છે.
યૂનિટી વિલેજ રિસોર્ટ

સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું પાર્કિંગ અહીંથી 4 કિલોમીટર દૂર છે. મુખ્ય સ્ટેચ્યુ આ રિસોર્ટ 12 કિલોમીટર દૂર છે. આ રિસોર્ટની આસપાસ પર્વતોનું સુંદર દ્રશ્ય તમે જોઇ શકો છો. અહીં લંચ-ડીનર કરવા માટે રેસ્ટોરન્ટ છે. રિસોર્ટની સુવિધાઓની વાત કરીએ તો કુલ 36 કોટેજ છે જે તમામ એસી છે. રિસોર્ટના કોટેજ ટેન્ટ આકારમાં બનેલા છે. રૂમમાં એટેચ વોશરૂમ, ટી-કોફી મેકરની સુવિધા ઉપલ્બધ છે. આ ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, 3 સ્વિમિંગ પુલ, ઇનડોર આઉટડોર ગેમિંગની સુવિધા છે. આ રિસોર્ટમાં બ્રેકફાસ્ટ અને રહેવા સાથે કપલનું ભાડું 5000 રૂપિયાની આસપાસ થાય છે. જેમાં સીઝન પ્રમાણે ફેરફાર થઇ શકે છે.

સ્ટેચ્યુ ઓફ યૂનિટી ઇકો કેમ્પ, કેવડિયા

આ રિસોર્ટ સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી માત્ર 9 કિલોમીટર દૂર આવેલો છે. ઇકો કેમ્પ રિસોર્ટમાં સુવિધાની વાત કરીએ તો આ રિસોર્ટમાં ગાર્ડન એરિયા, વિશાળ પાર્કિંગ, રેસ્ટોરન્ટ, કોન્ફરન્સ હોલ, સ્મોલ લેક, વોટરફોલ સ્વિમિંગ પુલ, 20 કોટેજ રૂમની સુવિધા છે. અહીં બધા કોટેજ લેક વ્યૂ ધરાવે છે. આર્ટિફિસિયલ લેકમાં તમે કાયાકિંગ કરી શકો છો. દરેક રૂમમાં ટીવી, એસી, ડબલ બેડ, બેસવા માટે ચેરની સુવિધા મળી રહેશે. અહીં પેકેજ પ્રમાણે 5000 રૂપિયાની આસપાસ ભાડું છે. જેમાં ફેરફાર થઇ શકે છે. અહીં 5 ક્રોસ કેમ્પ પણ છે જેમાં મોટું ગ્રુપ હોય તે તેમાં 40 માણસોના રહેવાની વ્યવસ્થા થઇ જશે. આ તમામ કેમ્પ એસી છે.

ધ ફર્ન સરદાર સરોવર રિસોર્ટ (The Fern Sardar Sarovar Resort)

એકતા નગર રેલવે સ્ટેશનની સામે અને સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી પાંચ મિનિટના અંતરે આવેલો છે આ રિસોર્ટ. રિસોર્ટમાં હેલ્થ ક્લબ, સ્પા, સ્વિમિગ પુલ, ઝરવારી મલ્ટીક્વિશાઇન રેસ્ટોરન્ટ, ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા, પાર્કિંગની સુવિધા છે. રૂમની વાત કરીએ તો અહીં વિન્ટર ગ્રીન રૂમ, વિન્ટર ગ્રીન પ્રીમિયમ રૂમ, ક્લબ રૂમ, પ્રેસિડેન્સિલ શૂટ છે. ઓફ સીઝનમાં 5000માં તમને રૂમ જશે. અહીં પાર્ટી લોન પણ છે.
રિવર વ્યૂ ટેન્ટ સિટી રિસોર્ટ, એકતા નગર (Tent Resort Ekta Nagar)

આ રિસોર્ટ નર્મદા નદીના કિનારે આવેલો છે. રિસોર્ટમાં બેસીને જ તમે રિવર ક્રૂઝ અને સરદાર પટેલના સ્ટેચ્યુને જોઇ શકો છો. એટલો નજીક છે આ રિસોર્ટ. અહીં 16 થી 17 જેટલા એસી ટેન્ટ છે. જેમાં તમારી લક્ઝરીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં લોનમાં ખાટલો પાથરીને તમે નદી કિનારે બેસી શકો છો. હિંચકો ખાઇ શકો છો. બાળકો પણ રમી શકે છે. રેસ્ટોરન્ટની વ્યવસ્થા હોવાથી તમે અહીં જમવાની મુશ્કેલી નહીં પડે. સ્ટેચ્યુ ઓફ યૂનિટી અહીંથી 9 કિલોમીટર દૂર છે.
સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં જોવાલાયક સ્થળો
ઝરવાણી ધોધ

સાતપુડાની ગિરિમાળા વચ્ચે આવેલું ઝરવાણી સહેલાણીઓમાં અતિ લોકપ્રિય સ્થળ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 12 કિમીના નજીક અને શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલો ઝરવાણી ધોધ તેના પ્રાકૃતિક સૌંદર્યને કારણે સહેલાણીઓમાં લોકપ્રિય છે. અહીં 25 મીટરની ઊંચાઇએથી વહેણ સાથે નીચે પૂલમાં પાણી પડતું હોવાથી આ ધોધ જાણે ગર્જના કરતો હોય તેમ ભાસે છે. ઝરવાણી ધોધના પૂલમાં પાણીની ઊંડાઇ વધુ નથી, આથી બાળકો સાથે અહીં નહાવાનો મજા માણી શકો છો. ઝરવાણી ધોધના ઝરણાનું પાણી એટલું ચોખ્ખું છે કે, પાણીના તળિયે તરતી નાની માછલીઓ પણ જોઇ શકાય છે. આ સ્થળનું અપ્રતિમ સૌંદર્ય પર્યાવરણ સાથેની તમને જોડે છે. લીલાછમ જંગલની વચ્ચે આવેળ આ ધોધના ઝરણાના પ્રવાહમાં થાકેલા તન-મનને આહલાદક અનુભૂતિ થાય છે.

સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ, વિશ્વ વન, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, એકતા ઓડિટોરિયમ, રિવર રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, ભારત વન, ફેરી સર્વિસ, એકતા મોલ, આરોગ્ય વન, ગોલ્ફ કાર્ટ, નૌકા વિહાર વગેરે જોઇ શકો છો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની 7 KMની ફેરી સર્વિસીઝ આ સ્મારક સુધી પહોંચવાની મુસાફરી સરળ, સુગમ અને માણવાલાયક બનાવે છે. બંને કિનારે બોટ્સના સંચાલન માટે જેટ્ટીનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરાયું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે. અહીં આવેલો છે એકતા મોલ. આ મોલમાં મુલાકાતીને હસ્તકળા અને ભારતમાં આવેલાં અલગ-અલગ રાજ્યનું પરંપરાગત કાપડ અહીં એક જ જગ્યાએ મળી રહેશે. અત્યાધુનિક સુવિધાઓની સાથે સાથે જ જૂની પરંપરાગત ભારતીય હસ્તકળાના સમન્વયને ધ્યાનમાં રાખીને આ મોલને ડિઝાઈન કરાયો છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો