ગોવા જવું કોનું સપનું નથી હોતું? દરેક ભારતીય જીવનમાં એક વાર મિત્રો સાથે ગોવા જઈને ‘દિલ ચાહતા હૈ’ ફિલ્મ જેવો આનંદ કરવા માંગે છે. પણ ઘણી વાર મોંઘી હોટેલમાં રોકાવાથી વધુ પડતો ખર્ચો થઈ જાય છે અને પરિણામે ગોવા ફરવાની મજા પર પાણી ફરી વળે છે.
ડોન્ટ વરી, આ આર્ટિકલમાં ગોવાની એવી હોટેલ્સની વાત કરવામાં આવી છે જેનું ભાડું 1500 કરતાં ઓછું છે અને છતાં ખૂબ જ સુંદર છે.
ઓલ્ડ રેસીડેન્સી
ગોવા આવતા મોટા ભાગના પ્રવાસીઓનો મુખ્ય ઉદ્દેશ પાર્ટી અને જલસા કરવાનો જ હોય છે. દેશ-વિદેશના લોકો અહીં એક દોઢ મહિના સુધી અમસ્તા જ મોજ-મસ્તી કરવા આવતા હોય છે. પરંતુ જો તમારો હેતુ શાંતિથી પ્રવાસ માણવાનો હોય તો આ હોટેલ તમારા માટે છે. ગોવા ટુરિઝમની હોટેલ શ્રેષ્ઠ અને ખૂબ જ શાંત લોકેશન પર આવેલી છે. અહીંનું ભાડું 1313 રૂથી શરુ થાય છે.
આ હોટેલ વિષે વધુ જાણવા અને બૂક કરવા અહીં ક્લિક કરો.
લા ગ્રાન્ડ રેસીડેન્સી
અફલાતૂન સુવિધાઓ અને લોકેશન ધરાવતું ગ્રાન્ડ રેસીડેન્સી સૌ કોઈ પ્રવાસીને પસંદ પડે છે. અહીંના રૂમ્સ તો સારા છે જ, પણ રૂમમાંથી જોવા મળતા નજારા તો વધુ સારા છે! અહીં માત્ર ભારતીયોને જ પ્રવેશ આપવામાં આવે છે. અહીંનું ભાડું રૂ 1000 થી શરુ થાય છે. મિરામીર બીચ, આરબ સાગર અને સલીમ અલી બર્ડ સેંકચુરી અહીંથી ખૂબ જ નજીકના અંતરે આવેલા છે.
તમને વાંચવું પણ ગમશે: કેન્ડોલિમ બીચ
આ હોટેલ વિષે વધુ જાણવા અને બૂક કરવા અહીં ક્લિક કરો
હોટેલ ટ્રાવેલર્સ ઇન
જો તમને બીચથી સાવ નજીકની જગ્યાએ રોકાણ કરવું પસંદ હોય તો પણજીમાં નેશનલ હાઇવેથી 1 કિમી અને બંબોલિમ બીચથી માત્ર 6 કિમી અંતરે આવેલી આ હોટેલ તમારા માટે શ્રેષ્ઠ છે. ફ્રી વાઇફાઇ ઉપરાંત અહીં બાઇક રેન્ટલની પણ વ્યવસ્થા થઈ જાય છે. મુખ્ય શહેરથી થોડે દૂર આવેલું હોવાથી અહીંનું ભાડું પણ સસ્તું છે, એક દિવસના 1000 રૂથી શરુ થાય છે.
આ હોટેલ વિષે વધુ જાણવા અને બૂક કરવા અહીં ક્લિક કરો
અગોડા હોલિડે હોમ
મનોરમ્ય નજારાઓ વચ્ચે બનેલી આ હોટેલ તમારો ગોવાનો પ્રવાસ સફળ કરી દેશે. અગોડા હોટેલ ચારે બાજુએથી નારિયેળીથી ઘેરાયેલી છે જે તેને વધુ ખાસ બનાવે છે. બસ સ્ટેન્ડની બરાબર પાછળ આવેલી આ હોટેલ અગોડા બીચથી 1 કિમી દૂર આવેલી છે. અહીંના રૂમમાં દરિયાના મોજાનો અવાજ આવે છે જે એક ખૂબ યાદગાર અનુભવ છે. અહીંનું ભાડું 800 રૂ થી શરુ થાય છે.
આ હોટેલ વિષે વધુ જાણવા અને બૂક કરવા અહીં ક્લિક કરો
બિયોન્ડ નોમાડ
ઓછું બજેટ ધરાવતા ટ્રાવેલર્સ માટે આ હોટેલ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં 600 રૂ પ્રતિ વ્યક્તિથી ભાડું શરુ થાય છે. હોસ્ટેલ જેવી વ્યવસ્થા ધરાવતી આ હોટેલ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ અને ખૂબ સ્વચ્છ છે. અહીં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ ડોરમેટરીની વ્યવસ્થા છે. જો તમારે રૂમ શેર ન કરવો હોય તો ઘણું વધારે ભાડું ચૂકવવું પડે છે.
આ હોટેલ વિષે વધુ જાણવા અને બૂક કરવા અહીં ક્લિક કરો
શિવમ બીએનબી મેંડરમ
ગોવામાં મનોરમ્ય નજારાવાળી હોટેલ સાવ ઓછી કિંમતે મળી જાય તો? શિવમ બીએનબી આવી જ એક હોટેલ છે, પૂલ, શાનદાર રૂમ્સ અને બારીમાંથી દેખાતા હરિયાળા મેદાન આ હોટેલને વધુ ખાસ બનાવે છે. આ હોટેલમાં રોકાણ તમારા ગોવા પ્રવાસને વધુ યાદગાર બનાવી દેશે.
આ હોટેલ વિષે વધુ જાણવા અને બૂક કરવા અહીં ક્લિક કરો
ધ વ્હાઇટ બાલકાઓ
ગોવામાં ઓછું બજેટ ધરાવતી લક્ઝુરિયસ હોટેલમાં રહેવાની મજા માણવી હોય તો આ હોટેલ જરુર બૂક કરો. કેમકે આ હોટેલમાં રોકાણનો અનુભવ તમને સ્વર્ગનો અનુભવ કરાવે છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોટેલનું ભાડું માત્ર 750 રૂથી શરુ થાય છે.
આ હોટેલ વિષે વધુ જાણવા અને બૂક કરવા અહીં ક્લિક કરો
.