મનાલીમાં લોકો આવે છે શાંતિથી પોતાની રજાઓ ગાળવા. પરંતુ જો આ માહોલમાં ઘણાંબધા લોકો એકસાથે આવી જાય તો કેવું લાગે. એટલા માટે લૉકડાઉન અને કોરોના સમાપ્ત થયા બાદ કોઇ એવી જગ્યાએ જઇએ જ્યાં લોકો ઓછી સંખ્યામાં આવતા હોય જેથી રહેવાનો આનંદ તમે ખુબ મોજથી ઉઠાવી શકો. ધ લોસ્ટ ટ્રાઇબ હૉસ્ટેલ આવી જ જગ્યાનું નામ છે.
ટ્રાવેલર સ્તુતિ અશોક ગુપ્તા અને તેમના ત્રણ સાથી પ્રણય ગોહિલ, અર્જુનરાજ નાદર અને એલેક્ઝાંડર આ હૉસ્ટેલના માલિક છે. આ હૉસ્ટેલને રખડુઓની સુવિધાના હિસાબે જ ડિઝાઇન કરવામાં આવી છે. સ્તુતિ કહે છે, અમારી હૉસ્ટેલ એવી જગ્યાએ છે, જેમાં દૂરથી આવેલો મુસાફર પણ પોતાનું ઘર શોધી શકે.”
ધ લૉસ્ટ ટ્રાઇબ હૉસ્ટેલ
કોના માટે બેસ્ટ
એવા રખડનારા માટે જે થોડીક શાંતિ ઇચ્છે છે. બજેટ ટ્રાવેલર્સને તો આ જગ્યાથી પ્રેમ જ થઇ જશે. ઘણાંબધા ક્યૂટ પપી તમારુ દિલ જીતી લેશે.
આ સાથે જ હૉસ્ટેલ દર વર્ષે પોતાનો આર્ટ ફેસ્ટિવલ પણ આયોજિત કરે છે. તો આર્ટિસ્ટો માટે તો આ જગ્યા જન્નત છે.
પ્રોપર્ટી અંગે
આ હૉસ્ટેલ જગતસુખ નામના ગામમાં બની છે, જે મનાલીથી 6 કિ.મી. દૂર છે. અહીં 60 બેડ અને એક પ્રાઇવેટ રુમ છે. આ ભારતની એકમાત્ર એવી હોસ્ટેલ છે, જ્યાં તમને કેપ્સૂલ બેડ મળી જશે. દરેક કેપ્સૂલ બેડમાં લાઇટ અને ચાર્જિંગ પોઇન્ટની સુવિધા છે. આ બધા કેપ્સૂલ બેડ લાકડાના ફ્રેમિંગમાં આવે છે, જેનાથી શિયાળામાં પણ તમને રહેવામાં કોઇ મુશ્કેલી નહીં થાય.
આ હૉસ્ટેલની સાથે દરેક આર્ટિસ્ટ, મ્યૂઝિશિયન કે પછી કોઇ સામાન્ય માણસ સારી રીતે જોડાઇ શકે છે. અહીં આવનારા લોકો અલગ-અલગ ભાષા બોલે છે. જુદી જુદી સંસ્કૃતિઓથી આવે છે અને ઘણીવાર તો તમને બીજા દેશોમાં પણ મળી જશે. આ બધી નાની નાની વાતો આ હોસ્ટેલને બીજાથી અલગ અને સારી બનાવે છે. બીજી પણ એક વાત છે જે ઘણી અલગ છે અને તે છે અહીંના મહેમાન, કામ કરનારા, વોલંટિયર અને ફાઉંડર, બધાની સાથે સમાન વ્યવહાર. કહેવામાં વાત જેટલી નાની લાગે, પરંતુ તેની અસર ઘણી ગંભીર છે.
ઘણીવાર તો અહીં રોકાનારા મહિનાઓ સુધી રોકાઇને જાય છે. જો તમે અહીં ઘણો વધારે સમય રોકાઓ છો તો તમારા માટે સ્પેશ્યલ ટી-શર્ટ તમારા નામની સાથે ગિફ્ટ કરવામાં આવે છે. આવી ઘણી મોટી ટ્રાવેલર કોમ્યુનિટી છે જે આ ટી-શર્ટ મેળવીને ટ્રાઇબ મેમ્બર બની ચુકી છે.
આ સાથે જ પોતાના ટ્રાવેલર્સને ટકાવી રાખવા માટે થોડાક મહિનાઓના અંતરે વિવિધ કાર્યક્રમો આયોજીત કરતા રહે છે. અત્યાર સુધી ધ લોસ્ટ ટ્રાઇબ તેના ચાર સંસ્કરણ કાઢી ચૂક્યુ છે. જે દર વર્ષે મનાલીમાં આયોજિત કરવામાં આવે છે.
ટેસ્ટ
રસોડામાં બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર, ત્રણેયની સુવિધા ઉપલબ્ધ છે જેના માટે તમારે થોડાક પૈસા ચુકવવા પડે છે. અહીં તમને વેજ અને નૉન વેજ બન્ને પ્રકારનું ખાવાનું મળી રહેશે.
આ ઉપરાંત, લોકો મનાલીની ગલીઓનો સ્વાદ ચાખવા માંગે છે, તેમના માટે પણ કોઇ મનાઇ નથી. ઘણાં બધા કેફે છે જ્યાં તમે તમારુ મનપસંદ ખાવાનું ખાઇ શકો છો.
કિંમત
સીઝનના હિસાબે એક કેપ્યુલ બેડની રેન્જ ₹300 થી ₹500ની વચ્ચે હોય છે. આ ઉપરાંત, ફ્લેશ સેલ પણ થાય છે. જ્યાં તમે ફક્ત ₹99માં રહી શકો છો. જેમાં બ્રેકફાસ્ટ પણ સામેલ છે.
જવાનો યોગ્ય સમય
શિયાળામાં બર્ફિલી હવાઓનો આનંદ લેવો છે તો ડિસેમ્બરથી જાન્યુઆરીનો સમય બેસ્ટ છે. તો ગરમીઓમાં પોતાના દોસ્તોની સાથે નીકળવાનું હોય તો માર્ચથી જૂન સુધીનો સમય બેસ્ટ છે.
નજીકમાં ફરવા માટે
જગતસુખ ગામમાં અને આ ઉપરાંત, મનાલીમાં ફરવાની ઘણી જગ્યાઓ છે. જ્યા તમારે એકવાર તો જરુર જવું જોઇએ.
એડવેન્ચરઃ આ હૉસ્ટેલમાંથી ઘણાં લોકો એક દિવસના નાના ટ્રેક પર જાય છે. સૌથી વધુ પ્રસિદ્ધ છે વૉટરફોલ ટ્રેક, જ્યાં દરકે દિવસે ઘણાં મુસાફર તમને મળી જશે. આ ઉપરાંત, તમે અહીંથી માઉંટેન બાઇકિંગ, રાફ્ટિંગ, કૈંપિંગ અને પેરાગ્લાઇડિંગના પેકેજ પણ બુક કરાવી શકો છો.
કળા અને સંસ્કૃતિઃ જેમ મેં અગાઉ જણાવ્યું તેમ અહીં ધ લૉસ્ટ ટ્રાઇબ નામનો એક મેળો જામે છે, જ્યાં બીજા દેશોથી પણ આર્ટિસ્ટ આવે છે. તેમાં પેઇન્ટિંગ, ડાન્સિંગ અને મ્યૂઝિકના ઘણાં કાર્યક્રમ થાય છે.
દર્શનીય સ્થળઃ ટ્રેકિંગ અને હાઇકિંગ ઉપરાંત, ઘણાં બધા ગામ અને નગરો છે, જ્યાં તમને હિમાચલની ઝીંદગીની સુંદરતા જોવા મળશે. સૌથી નજીકની જગ્યા મનાલી જ છે. આ ઉપરાંત, ઘણાં કેફે અને પર્યટકો માટે વિશેષ જગ્યા છે. જ્યાં તમે સવારથી સાંજ સુધી પોતાની મસ્ત ઝિંદગી પસાર કરી શકો છો.
કેવી રીતે જશો
હવાઇ માર્ગઃ સૌથી નજીકનું એરપોર્ટ ભુંતર છે, જે મનાલીથી 49 કિ.મી. અને જગતસુખથી 51 કિ.મી. દૂર છે.
ટ્રેન માર્ગઃ સૌથી નજીકનું રેલવે સ્ટેશન જોગિન્દર છે, જે અહીંથી 160 કિ.મી. દૂર છે. મનાલી માટે અહીંથી બસ ટેક્સી સરળતાથી મળી જશે.
રોડ માર્ગઃ મૉલ રોડ બસ સ્ટેન્ડ અહીંથી સૌથી નજીકનું બસ કે ટેક્સી સ્ટેન્ડ છે. અહીંથી આ હૉસ્ટેલ 12 કિ.મી. દૂર છે. ત્યાંથી તમને કોઇ બસ કે પ્રાઇવેટ ટેક્સી સરળતાથી મળી જશે.
ધ લોસ્ટ તરીબે હોસ્ટેલ્સ