ભારતમાં દરિયાકિનારે આવેલા દરેક રાજ્યના બેસ્ટ બીચની યાદી

Tripoto

આપણા દેશમાં કુલ 9 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો દરિયાકિનારે આવેલા છે (અન્ય બે કેન્દ્રશાસિત પ્રદેશ તો દરિયા વચ્ચે જ આવેલા છે!). તે પૈકી તમામ રાજ્યોમાં સમુદ્ર કિનારે અનેક ખૂબસુરત પર્યટન સ્થળો વિકસ્યા છે.

Photo of ભારતમાં દરિયાકિનારે આવેલા દરેક રાજ્યના બેસ્ટ બીચની યાદી 1/7 by Jhelum Kaushal

સ્વચ્છ કિનારો અને ચોખ્ખું પાણી- તે કોઈ પણ બીચને આકર્ષક બનાવનારા સૌથી મહત્વના પરિબાળો છે. ભારતમાં બ્લૂ ફેગ સર્ટિફિકેટ ધરાવતા 8 બીચ તો શ્રેષ્ઠ છે જ, સાથોસાથ કયા રાજ્યમાં કયા કયા શ્રેષ્ઠ બીચ આવેલા છે તે તરફ એક નજર કરીએ.

1. ગુજરાત

શિવરાજપુર બીચ: વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય બ્લૂ ફ્લેગનું બહુમાન મળતાની સાથે જ ગુજરાતનો આ ઓછો જાણીતો બીચ ખૂબ જ પ્રખ્યાત બની ગયો. આ બીચ સોલાર પાવર ઉત્પન્ન કરે છે. દિવ્યાંગ લોકો પણ આ બીચની મુલાકાત લઈ શકે તેવી અહીં વિશેષ વ્યવસ્થા છે. હાલમાં સ્નોર્કલિંગ અને સ્કૂબા ડાઇવિંગ જેવા વોટર સ્પોર્ટ્સ ધરાવતા શિવરાજપુર બીચમાં સરકારે 100 કરોડ રૂના રોકાણની જાહેરાત કરી છે જે તેને સવિશેષ સુંદર બનાવશે તેવી આપણે આશા રાખીએ.

Photo of ભારતમાં દરિયાકિનારે આવેલા દરેક રાજ્યના બેસ્ટ બીચની યાદી 2/7 by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું? સૌથી નજીકનું રેલવે સ્ટેશન મીઠાપુર અહીંથી 12 કિમીના અંતરે આવેલું છે.

2. મહારાષ્ટ્ર

કાશીદ બીચ: મહારાષ્ટ્રમાં મુંબઈ નજીકમાં વીકએન્ડ ગેટવે તરીકે આ બીચ બહુ જ લોકપ્રિય થયો છે. અલીબાગથી માત્ર 30 કિમીના અંતરે આવેલો કાશીદ બીચ એ એક ખૂબ જ શાનદાર હોલિડે ડેસ્ટિનેશન સાબિત થાય છે.

કેવી રીતે પહોંચવું? સૌથી નજીકનું રેલવે સ્ટેશન રોહા અહીંથી 122 કિમીના અંતરે આવેલું છે.

3. ગોવા

જે રાજ્ય બીચ ટુરિઝમ થકી જ ચાલતું હોય ત્યાં માત્ર એક જ બીચ શ્રેષ્ઠ કેવી રીતે હોય શકે? ગોવામાં બાગા, અગોંડા, પલોલેમ, કેનડોલિમ, મોરજીમ, વગેરે જોવા જેવા બીચ છે. વળી, લક્ઝુરિયસ હોલિડે માટે ગોવામાં અનેક ભવ્ય અને નામાંકિત બીચ રિસોર્ટ પણ છે.

Photo of ભારતમાં દરિયાકિનારે આવેલા દરેક રાજ્યના બેસ્ટ બીચની યાદી 3/7 by Jhelum Kaushal

4. કર્ણાટક

પદુંબિદરી બીચ: ઉડુપી-મેંગલોર હાઇવે નજીક આવેલો આ બીચ ખૂબ જ લાંબા દરિયાઈ તટ પર પથરાયેલો છે. જેમને વોટરસ્પોર્ટ્સ એક્ટિવિટીઝ અને દરિયાકિનારાનું શાંત વાતાવરણ બંને માણવું હોય તો તેમના માટે આ આદર્શ જગ્યા છે. પદુંબિદરીનો એન્ડ પોઈન્ટ એટલે કે જ્યાં નદી સમુદ્રને મળે છે તે પણ એક આકર્ષક ફેમિલી પિકનિક સ્પોટ છે!

Photo of ભારતમાં દરિયાકિનારે આવેલા દરેક રાજ્યના બેસ્ટ બીચની યાદી 4/7 by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું? સૌથી નજીકનું રેલવે સ્ટેશન પદુંબિદરી અહીંથી 5 કિમીના અંતરે આવેલું છે.

5. કેરળ

કોવલમ બીચ: પ્રવાસન ઉદ્યોગમાં દેશમાં આગળ પડતાં રાજ્યોમાં કેરળનો પણ સમાવેશ થાય છે. આ રાજ્યમાં પણ અનેક સુંદર બીચ આવેલા છે જે પૈકી કોવલમ બીચ એ બીચ લવર્સની પ્રથમ પસંદગી છે. આ આકર્ષક બીચ ફરવા માટે તો શ્રેષ્ઠ છે જ, વળી અહીં ખૂબ જ મનોરમ્ય હોટેલ્સ પણ આવેલી છે. કોવલમ કેરળની રાજધાનીથી માત્ર 15 કિમીના અંતરે આવેલું હોવાથી આખા દેશ સાથે બહુ સારી રીતે જોડાયેલું છે.

Photo of ભારતમાં દરિયાકિનારે આવેલા દરેક રાજ્યના બેસ્ટ બીચની યાદી 5/7 by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું? સૌથી નજીકનું રેલવે સ્ટેશન ત્રિવેન્દ્રમ અહીંથી 15 કિમીના અંતરે આવેલું છે.

6. તમિલનાડુ

સોતાવિલાઈ બીચ: ઘણો ઓછો જાણીતો છતાં સૌથી આકર્ષક! કન્યાકુમારી શહેર પાસે આવેલો સોતાવિલાઈ બીચ એ તમિલનાડુનો બેસ્ટ બીચ માનવામાં આવે છે. અલબત્ત, આ બીચ ઘણો જ અન્ડરરેટેડ છે. લોકપ્રિયતાની દ્રષ્ટિએ વિવેકાનંદ રોક મેમોરિયલ પાસે આવેલી VGP ગોલ્ડન બીચ ટોચના સ્થાને મૂકી શકાય.

Photo of ભારતમાં દરિયાકિનારે આવેલા દરેક રાજ્યના બેસ્ટ બીચની યાદી 6/7 by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું? સૌથી નજીકનું રેલવે સ્ટેશન કન્યાકુમારી અહીંથી 12 કિમીના અંતરે આવેલું છે.

7. આંધ્રપ્રદેશ

ઋષિકોન્ડા બીચ: આ બીચ બંગાળની ખાડીમાં આવેલા બેસ્ટ બીચમાંનો એક છે. યુવાનો અને વૃદ્ધો સૌનો માનીતો આ બીચ સ્થાનિકોમાં RK બીચના નામે પણ ઓળખાય છે. સ્વિમિંગ અને વોટર સ્કીઇંગના શોખીનો માટે આ આદર્શ બીચ છે.

કેવી રીતે પહોંચવું? સૌથી નજીકનું રેલવે સ્ટેશન વિશાખાપટનમ અહીંથી 16 કિમીના અંતરે આવેલું છે.

8. ઓડિશા

ગોલ્ડન બીચ: પવિત્ર યાત્રાધામ પુરીમાં આવેલો ગોલ્ડન બીચ આશરે 850 મીટર જેટલી લંબાઈ ધરાવે છે જેનો ઘણો ભાગ Mayfair Hotel ના હિસ્સામાં આવે છે. જગન્નાથ મંદિરની સાથોસાથ લોકોને પૂરીમાં બીચ પર ફરવા જવાનો પણ ખાસ હેતુ હોય છે તેનું મુખ્ય કારણ આ બીચ છે તેમ કહેવામાં આવે તો ખોટું નથી.

Photo of ભારતમાં દરિયાકિનારે આવેલા દરેક રાજ્યના બેસ્ટ બીચની યાદી 7/7 by Jhelum Kaushal

કેવી રીતે પહોંચવું? સૌથી નજીકનું રેલવે સ્ટેશન પૂરી અહીંથી 02 કિમીના અંતરે આવેલું છે.

9. પશ્ચિમ બંગાળ

દીઘા બીચ: બીચ ફરવાની બાબતમાં ભાગ્યે જ કોઈ પશ્ચિમ બંગાળને પ્રાધાન્ય આપતું હશે. પરંતુ દીઘા બીચને આ રાજ્યનો બેસ્ટ બીચ કહી શકાય. પશ્ચિમ બંગાળ અને સ્વચ્છતા વચ્ચે બહુ ખાસ સંબંધ નથી. તેથી અહીં તમને ખાસ આકર્ષક સ્વચ્છતા ઓછી જોવા મળે છે.

કેવી રીતે પહોંચવું? સૌથી નજીકનું રેલવે સ્ટેશન દીઘા અહીંથી 0.5 કિમીના અંતરે આવેલું છે.

તમારો મનપસંદ બીચ કયો છે? કમેન્ટ્સમાં જણાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads