ભારત વિવિધતાનો દેશ છે. અહિયાં ભાષાથી લઈને વેશભૂષા સુધી બધું જ અલગ પણ શ્રેષ્ઠ છે. તેવી જ રીતે દરેક જગ્યાના વ્યંજન પણ અલગ અને સ્વાદિષ્ટ છે. પણ તે સ્વાદિષ્ટ વ્યંજનોમાં એક વસ્તુ કોમન છે , મીઠાઈ! મીઠાઈનો અર્થ છે ખુશી તેથી ભારતના દરેક ખૂણામાં લોકોને મીઠાઈ ખુબ જ પસંદ હોય છે.
મેં દેશના ૩૧ પ્રદેશોની યાદી તૈયાર કરી છે અને હું આ જગ્યાની પ્રખ્યાત મીઠાઈ વિશે કહેવા જઈ રહ્યો છું. હું આ જગ્યાઓ પર ગયો અને બધી મીઠાઈને ચાખી અને જે મીઠાઈ મને સારી લાગી તેની યાદી બનાવી અને તેને રેન્ક આપ્યો.
૧. અમૃતસરી જલેબી - પંજાબ
જો હું ભોજનને સંબંધિત કોઈ પણ યાદી બનાવું તો તેમાં પંજાબનું નામ સૌથી આગળ આવશે. પંજાબમાં અમૃતસરી જલેબી ભગવાનના અમૃત સમાન છે. અહીની જલેબી ફક્ત મીઠાસ નથી આપતી પણ હૃદયને પણ સ્પર્શે છે.
૨. મિષ્ટી દોઈ - પશ્ચિમ બંગાળ
આમ તો પશ્ચિમ બંગાળની દરેક મીઠાઈને લિસ્ટમાં સૌથી ઉપર રાખવામાં આવે છે પણ મારે એક પસંદ કરવાનું હતું તો મેં રસગુલ્લાને નહિ પણ મિષ્ટી દોઈને પસંદ કર્યું.
૩.કુલ્ફી - દિલ્લી
કુલ્ફી બધા લોકોને પસંદ છે . તેનું સબૂત છે તેનું મીઠાઈમાં સૌથી ઉપર રહેવું. આ ભારતીય આઈસ્ક્રીમ છે જે જાડા દૂધ અને મલાઈમાંથી બને છે અને જલ્દી ઓગળતી નથી.
૪. શુફ્તા - જમ્મુ અને કાશ્મીર
જયારે સ્વાદિષ્ટ વ્યંજનોની વાત કરવામાં આવે તો કાશ્મીરનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. અહીની મીઠાઈઓ પણ ખુબ સ્વાદિષ્ટ હોય છે. શુફ્તા એવી જ મીઠાઈ છે અને તેમાં ચરબી ઓછી હોય છે. સૂકા મેવાને ચાશણીમાં ડુબાડીને શુફ્તા બનાવવામાં આવે છે.
૫. બાલૂશાહી - ઉત્તર પ્રદેશ
બાલૂશાહીને પહેલી વખત કદાચ બિહારના હરનૌત માં બનાવવામાં આવ્યું હતું પણ આ મીઠાઈને પ્રખ્યાત ઉત્તર પ્રદેશે કરી. ઉત્તર પ્રદેશમાં લગનમાં બાલૂશાહી મીઠાઈના રૂપમાં મળી જ જાય છે. બાલૂશાહી મેંદામાંથી બને છે અને તેને દેશી ઘીમાં સોનેરી રંગ થાય ત્યાં સુધી તળવામાં આવે છે અને પછી ચાશણીમાં ડુબાડવામાં આવે છે.
૬. બાસુંદી - ગુજરાત
તમે આને ગુજરાતી ખીર કહી શકો છો પણ માત્ર ગુજરાતના લોકો જ આટલી સરસ ખીર બનાવી શકે છે. જેમાં સૌથી વધારે લોકપ્રિય છે બાસુંદી ખીર . બાસુંદી ગળ્યા જાડા દૂધ સાથે જાયફળ, એલચી, અને ડ્રાયફ્રૂટ્સ ની સાથે બનાવવામાં આવે છે.
૭. માલપુઆ - ઝારખંડ
પુખલિનની જેમ બનતી આ મીઠાઈ ખુબ જ પ્રખ્યાત છે. તે પશ્ચિમી ભારતમાં નાસ્તાની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે. પેનકેક જેવું માલપુઆ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.
૮. પુખલિન - મેઘાલય
તમે કદાચ આ મીઠાઈ વિશે ન સાંભળ્યું હોય , પહેલા મેં પણ આ મીઠાઈ વિશે નહોતું સાંભળ્યું. ગોળમાંથી બનતી આ અજનબી મીઠાઈ તે રાજ્યની દેન છે જ્યાં દેશમાં સૌથી વધારે વરસાદ થાય છે.
૯. મૈસુર પાક - કર્ણાટક
વિદેશમાં ભારતની સૌથી વધારે નિકાસ થતી મીઠાઈ મૈસુર પાક છે . આ મીઠાઈ ખુબ જ વધારે ઘી, ખાંડ, એલચી, ચણાનો લોટ વગેરેથી મળીને બને છે.
૧૦. ચુરમા - હરિયાણા
૧૦ સૌથી સારી મીઠાઈમાં પહેલો નંબર હરિયાણાનો આવે છે . હરિયાણામાં સૌથી સહેલાઈથી બનતી મીઠાઈ ચુરમા છે. એ વાત છે કે ચુરમા રાજસ્થાનમા દાલ બાટી ની સાથે આપવામાં આવે છે. પરંતુ હરિયાણામાં ઘઉંના લોટમાં દેશી ઘી નાખવામાં આવે છે. જેના પછી જે સુંગધ અને સ્વાદ આવે છે તે અદભુત હોય છે.
૧૧. નારિકોલર લાડુ – આસામ
મીઠાઈઓની વાત થઇ રહી હોય અને લાડુનું નામ ન આવે એવું કે રીતે થઇ શકે? આસામના નારિયેળના લાડુ ખુબ જ પ્રખ્યાત છે. આ લાડુ બને છે ખુબ જ સહેલાઈથી પણ તેને સહેલાઈથી ના નથી કહી શકાતું.
૧૨. પાલ પોલી - તમિલનાડુ
સારી રીતે તળેલી પૂરીને દૂધમાં ડુબાડવામાં આવે છે અને પછી બની ગઈ પાલ પોલી મીઠાઈ. આટલી સહેલી હોવા છતાં આ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. આ સ્વાદિષ્ટ મીઠાઈમાં કેસર, બદામ, પિસ્તાની સાથે બીજું ઘણું બધું નાખવામાં આવે છે.
૧૩. સીંગોધી - ઉત્તરાખંડ
આ મીઠાઈને જોઈને લાગે છે કે આ તો પાન છે કે કુલ્ફી છે. પણ એવું નથી , આ ઉત્તરાખંડની પ્રખ્યાત મીઠાઈ છે, સીંગોધી. પણ તમે ઉત્તરાખંડના છો અને આ મીઠાઈ વિશે સાંભળ્યું પણ નથી તો એમાં કોઈ નવાઈની વાત નથી. કારણ કે આ મીઠાઈ માત્ર કુમાઉ વિસ્તારમાં બને છે.
૧૪. મધુરજન થોંગબા - મણિપુર
ગુલગુલે જેવી દેખાતી આ મીઠાઈ બેસનમાંથી બને છે અને તેને દૂધમાં ડુબાડીને પીરસવામાં આવે છે. આ મીઠાઈ સ્વાદમાં તો ખુબ જ સરસ છે પણ તેને જોઈને એવું કહી શકાય કે તેને સમજી વિચારીને નથી બનવવામાં આવી.
૧૫. મલાઈ ઘેવર - રાજસ્થાન
ભારતની કદાચ જ કોઈ એવી મીઠાઈ હશે જે તમને રાજસ્થાનમાં ન મળે. પણ જે મીઠાઈને જોઈને કહી શકાય કે તે રાજસ્થાનની મીઠાઈ છે તે છે મલાઈ ઘેવર. લોટ, માવો અને મલાઈથી બનેલ આ મીઠાઈ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.
૧૬. અવન બંગવી - ત્રિપુરા
આ મીઠાઈ બનાવવી ખુબ જ અઘરું કામ છે. આ મીઠાઈ બનવવા માટે પહેલા ચોખાને આખી રાત પાણીમાં પલાળવામાં આવે છે. પછી તે પલાળેલા ચોખામાં આદુ અને બીજા સૂકા મેવા નાખવામાં આવે છે જે આ મીઠાઈનો મહત્વપૂર્ણ ભાગ છે.
૧૭. ભુટ્ટા ખીર - મધ્યપ્રદેશ
ખીર ભારતનું એવું પકવાન છે જે દેશના દરેક ખૂણામાં મળી રહે છે ખાસ કરીને ઉત્તર ભારતમાં. ઉત્તર ભારતના વિસ્તારોમાં દૂધ અને દૂધથી બનેલ મીઠાઈની વિપુલતા છે. પણ મકાઇથી બનેલ ખીર ખુબ જ ઓછી જગ્યાએ મળે છે અને તે જ જગ્યામાં એક છે મધ્યપ્રદેશ.
૧૮. ખાપસે - અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ખુબ જ લોકપ્રિય આ મીઠાઈમાં વધારે કઈ નથી હોતું. આ તો બસ સારી તળેલી પેસ્ટ્રિ છે. જયારે મેં આ મીઠાઈ ચાખી તો ખબર પડી કે આ અન્ય મીઠાઈની તુલનામાં છે મીઠી છે.
૧૯. બેબિનકા - ગોવા
જો બેબિનકા ને બનાવવાની વાત કરીએ તો એ ખુબ જ અઘરું અને થકવી દે તેવું કામ છે. પરંપરાગત રૂપથી બનતી આ મીઠાઈમાં સાત સ્તર હોય છે, જે ઘી, ખાંડ, ઈંડાની જરદી અને નારિયેળના દૂધથી બનેલ હોય છે.
૨૦. દહરોરી - છત્તીસગઢ
આ મીઠાઈ જલેબી અને માલપુઆ ના મિશ્રણ જેવી લાગે છે. પણ આ મીઠાઈનો સ્વાદ બંનેનો મુકાબલો નથી કરી શકતો. કદાચ મને આ મીઠાઈ એટલે પસંદ ન આવી કારણ કે તેમાં નાખેલ એલચી મને પસંદ નથી.
૨૧. છંગબન લેહ કુરતાઈ - મિઝોરમ
આ મીઠાઈને મિઝોરમમાં ચા સાથે ખાવામાં આવે છે, આ એક પ્રકારના સ્નેક નું કામ કરે છે. આ મીઠાઈ એક અનોખી રીતે બને છે અને એક પ્રકારની પકોડી અથવા હલવો છે. તે ફાજુચોખા ના લોટથી બનાવવામાં આવે છે. તેને પાનમાં લપેટીને પાણીમાં બાફવામાં આવે છે.
૨૨. છેના પોડા - ઓડિશા
આ એક અનોખી મીઠાઈ છે અને ખાસ વાત તો એ છે કે ઓડિશાના ખાન પાનમાં મીઠાઈઓને જરૂરત મુજબ બનાવવામાં આવે છે. છેના પોડા શેકાયેલ મીઠું પનીર છે તેથી તેને લગ્ઝરી મીઠાઈ પણ કહેવામાં આવે છે.
૨૩. ખૂબાની મીઠા - આંધ્રપ્રદેશ
આ મીઠાઈનું હૈદરાબાદના લગ્નોમાં મળવું ખુબ જ સામાન્ય વાત છે. પહેલી વખત મેં આ મીઠાઈને જોઈ તો લાગ્યું કે આ ગુલાબ જાંબુ છે પણ પાસે જઈને જોયું તો સૂકા ખૂબાનીમાં મીઠું હતું.
૨૪. કોટ પીઠા - નાગાલેન્ડ
આ મીઠાઈ નાગાલેન્ડમાં ખુબ જ પ્રખ્યાત છે. પણ અમુક લોકોનું માનવું છે કે આ મીઠાઈ ત્રિપુરાથી આવે છે અને નાગાલેન્ડની નથી. કોટ પીઠા કેળાની બનાવવામાં આવે છે અને તેથી મને તે ખુબ સ્વાદિષ્ટ લાગી.
૨૫. વેટુ કેક - કેરલ
આ મીઠાઈ તો વધારે ચા સાથે ખાવામાં આવે છે. આના સિવાય કેરલમાં મને કોઈ સારી મીઠાઈ ન મળી . આ મીઠાઈનો સ્વાદ ઘણો સારો છે.
૨૬. મગની દાળનો હલવો - ચંદીગઢ
આ મીઠાઈને બધી જગ્યાએ પસંદ કરવામાં આવે છે પણ લોકો તેને ત્યારે જ ખાતા જોવા મળે છે જયારે તે ફ્રીમાં મળતી હોય લગન અથવા તો જન્મદિવસ પર. ચંદીગઢ જેવી જગ્યા, જ્યાં મીઠામાં પહેલેથી જ રબડી, લસ્સી અને અન્ય અદભુત મીઠાઈ છે, તેથી ત્યાં મગની દાળનો હલવો થોડો ફીકો લાગે છે.
૨૭. થેકુઆ - બિહાર
આ મીઠાઈમાં ખુબ જ ચરબી હોય છે પણ તે મીઠાઈ જ કેવી જેમાં ચરબી ન હોય. થેકુઆ બસ સૂકો મેવો છે જેને સારી રીતે તળવામાં આવે છે.
૨૮. મોદક - મહારાષ્ટ્ર
એ તો બધા જાણે છે કે નારિયેળના લાડુ મોદક ભગવાન ગણેશને ખુબ જ પ્રિય છે. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે અને તેથી જ અહીના લોકોને ભગવાન ગણેશની પ્રિય મીઠાઈ સૌથી વધારે સારી લાગે છે.
૨૯. સેલ રોટી - સિક્કિમ
આ મીઠાઈને પહેલી વખત જોઈને મને વિચાર આવ્યો કે આ મીઠાઈ નેપાળથી ઉધાર લીધી હોય તેવું લાગે છે. ગોળ આકારની આ મીઠાઈ આંગળીની બનાવટ છે. તેમાં એલચી, કેળા,લવિંગ વગેરેનું મિશ્રણ છે, જે મને વધારે ન સારું લાગ્યું.
૩૦. પુર્ણમ બોરેલું - તેલંગાણા
ગોળ આકારની આ મીઠાઈ દાળ અને ગોળ ને મિક્સ કરીને બનાવવામાં આવે છે અને અડદના ઘોળમાં ડુબાવીને પછી સારી રીતે તળવામાં આવે છે. તે બહારથી કઠણ અને અંદરથી નરમ હોય છે. મને આ મીઠાઈ સારી ન લાગી.
૩૧. બાબરું - હિમાચલ પ્રદેશ
બાબરું લોટ અને ખાંડના મિશ્રણથી બને છે. હિમાચલમાં ભયંકર ઠંડી પડે છે અને આ ઠંડીમાં લોકો આ મીઠાઈ ખાય છે. આ માત્ર તેમનું પકવાન નથી પરંતુ તેમની જરૂરત છે. આ મીઠાઈ હિમાચલમાં લગન , જન્મદિવસ અને તહેવાર માં બને છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ