ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા

Tripoto
Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

ટ્રાવેલ કરવું મોટાભાગના લોકોને ગમે છે. આપણે બધા આપણી રજાઓ દરમિયાન ક્યાંક ને ક્યાંક ફરવાની યોજના બનાવીએ છીએ. પરંતુ ફરવાનો અર્થ ફક્ત ઘરની બહાર નીકળવાનો નથી હોતો, પરંતુ તમે કેટલી સ્માર્ટ રીતે ટ્રાવેલ કરો છો તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. જેમ કે યાત્રા કરવાનો યોગ્ય સમય, ફ્લાઇટ-ટ્રેન બુકિંગ, રહેઠાણ સંબંધિત માહિતી અને અન્ય ઘણી બાબતો વિશે તેમને ખબર હોય છે. એક સ્માર્ટ પ્રવાસી ઑફ સિઝનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

સામાન્ય રીતે, પ્રવાસીઓ સીઝનલ મુસાફરી કરે છે, જેમ કે શિયાળામાં ગરમ ​​સ્થળો અને ઉનાળામાં હિલ સ્ટેશનોની યાત્રા. પરંતુ તમે ઘણી વાર જોયું હશે કે ઘણા દેશી અને વિદેશી પ્રવાસીઓ ઑફ સિઝનમાં મુસાફરી કરે છે... ખરેખર આ પણ તેમના અનુભવનો એક ભાગ છે. ઑફ-સિઝનમાં મુસાફરી માત્ર બજેટ ફ્રેન્ડલી જ નથી હોતી, પરંતુ તે તમને અન્ય ઘણા ફાયદા પણ આપે છે. ઑફ સિઝનમાં મુસાફરી કરતી વખતે તમે ઘણી સારી ચીજોને એક્સપ્લોર કરી શકો છો. તો આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઓફ સીઝનમાં ટ્રાવેલ કરવાના ફાયદા શું છે-

બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલિંગ

Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

ઑફ સિઝનમાં મુસાફરી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે બજેટ ફ્રેન્ડલી મુસાફરી કરી શકો છો. મુસાફરી તેમજ રહેવા માટે ટિકિટ બુકિંગ

હોટેલ-લોજ બુક કરાવવામાં પણ તકલીફ પડે છે. મોસમી મુસાફરી દરમિયાન વધુ ભીડ હોય છે, તેથી હોટલો ગ્રાહકો પાસેથી વધુ પૈસા લેવાનો પ્રયાસ કરે છે.

કોઈપણ રહેવાની સુવિધા વિના, તમે કોઈપણ સ્થળની મુલાકાતનો આનંદ માણી શકતા નથી. પરંતુ ઑફ સિઝનમાં એવું નથી હોતું, સૌ પ્રથમ તમારે હોટલને પ્રી-બુક કરવાની જરૂર નથી અને રૂમ ખૂબ જ સામાન્ય દરે ઉપલબ્ધ છે. ઑફ સિઝનમાં વધુ હોટલો ખાલી હોય છે.

આવી સ્થિતિમાં, તેઓ ઓછા ભાવે રહેવાની ઓફર કરે છે. આ ઉપરાંત, તમારે અન્ય એક્ટિવિટીઝ માટે પ્રમાણમાં ઓછા પૈસા ચૂકવવા પડશે. જ્યારે સીઝન દરમિયાન ભીડ વધુ હોવાને કારણે ભાવ ઘણાં વધી જાય છે. આ રીતે તમે પોકેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશનમાં ટ્રાવેલ કરી શકશો.

સીઝનલ ટ્રાવેલમાં આવું નથી હોતું, પ્રી-બુકિંગ માટે તમારે ઘણા વધારે પૈસા ખર્ચવા પડે છે. તેથી, ઑફ-સિઝનમાં ફરવાનો આ એક વિશેષ ફાયદો છે.

ભીડ-ભાડમાંથી મુક્તિ

Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

સીઝનલ યાત્રાની સૌથી મોટી સમસ્યા પ્રવાસીઓની ભીડભાડ છે, જેના કારણે ઘણા પ્રવાસીઓ ચોક્કસ સ્થળોની મુલાકાતનો યોગ્ય રીતે આનંદ નથી લઈ શકતા. એતો સામાન્ય વાત છે કે ઉનાળા દરમિયાન, મોટાભાગના પ્રવાસીઓ હિલ સ્ટેશનો અને દરિયાકિનારે ફરવા જવાનું આયોજન કરે છે, જેમાં દેશીની સાથે સાથે વિદેશી પ્રવાસીઓ પણ આવતા રહે છે. આ ભીડભાડવાળી મુસાફરીમાં હવામાન ભલે તમારા માટે અનુકૂળ હોઈ શકે છે, પરંતુ જ્યારે આનંદની વાત આવે છે, ત્યારે તમે તેનો યોગ્ય રીતે આનંદ નથી લઈ શકતા. આરામદાયક સમય પસાર કરવા માટે તમારે ભીડમાં એકાંત સ્થાન શોધવું પડશે. પરંતુ જો તમે ઑફ સિઝનમાં મુસાફરી કરો છો, તો તમને આ ભીડવાળી મુસાફરીમાંથી ચોક્કસપણે રાહત મળશે. ઑફ સિઝનમાં મુસાફરી કરવાનો આ પહેલો ફાયદો છે.

એક્ટિવિટીઝને કરી શકો છો એક્સપ્લોર

Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

જ્યારે આપણે ક્યાંક બહાર જઈએ છીએ, ત્યારે આપણે ત્યાંની બધી એક્ટિવિટીઝનો આનંદ માણવા માંગીએ છીએ. ઑફ સિઝનમાં તમે આ સરળતાથી કરી શકો છો. કારણ કે ત્યારે ઓછા લોકો આવે છે, જેથી તમે દરેક પ્રવૃત્તિને મુક્તપણે માણી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે બોટિંગ કરવા જવા માંગતા હો, તો સિઝન દરમિયાન તમારે એક કલાક રાહ જોવી પડી શકે છે અને તમને બોટિંગ માટે ઓછો સમય મળી શકે છે. પરંતુ ઑફ સિઝનમાં, જ્યારે કોઈ ભીડ ન હોય, ત્યારે તમારે રાહ જોવાની જરૂર નથી અને તમે લાંબા સમય સુધી બોટિંગનો આનંદ માણી શકો છો.

Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

પીક સીઝન દરમિયાન, પ્રવાસીઓની સંખ્યા એટલી વધી જાય છે કે તમારે કોઈપણ એડવેન્ચર પ્રવૃત્તિનો આનંદ માણવા માટે પણ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. ઉદાહરણ તરીકે, જો તમે ઉનાળા દરમિયાન ગુલમર્ગ અથવા શ્રીનગરની મુસાફરી કરો છો, તો તમારે દાલ સરોવરના પ્રસિદ્ધ વિસ્તારોની મુલાકાત લેવા માટે લાઇન લગાવવી પડશે. ઘણી વખત પૈસા કમાવવા માટે રાઈડની સમય મર્યાદા પણ ઘટાડી દેવામાં આવે છે.પરંતુ ઓફ સિઝનમાં એવું નથી હોતું, જો તે સમય દરમિયાન કોઈ એડવેન્ચર કરવાનો વિકલ્પ હોય તો તમે લાઇનમાં ઉભા રહ્યા વગર રોમાંચની મજા માણી શકો છો. બોટ રાઈડ, કેબલ કાર રાઈડનો આનંદ તમે કોઇપણ જાતની મુશ્કેલી વગર ઉઠાવી શકો છો.

મળે છે ચોઇસ

Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

ઑફ સિઝનમાં મુસાફરી કરતી વખતે તમારી પાસે ચોઇસ પણ ઘણી હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે સિઝન દરમિયાન મુસાફરી કરો છો, ત્યારે તમે તમારી પસંદગીની હોટેલ્સ શોધી શકતા નથી અને તમારે ઘણું એડજસ્ટ કરવું પડે છે. પરંતુ ઓફ સીઝનમાં તમે એક શાનદાર હોટેલમાં રહી શકો છો અને કેટલીક સારી સુવિધાઓનો આનંદ માણી શકો છો.

ઓછું ટેન્શન

Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

ઑફ સિઝનમાં ટ્રાવેલ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ સમય દરમિયાન તમને ઓછું ટેન્શન રહે છે. વાસ્તવમાં, આ સમય દરમિયાન ભીડ ઓછી હોય છે અને તેથી તમારે લાંબી લાઇનોમાં ઉભા રહેવાની જરૂર નથી હોતી, જેના કારણે તમે કોઈપણ ટેન્શન વિના આરામથી મુસાફરી કરી શકો છો.

સારો ટ્રાવેલ એક્સપીરિયન્સ

Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

જ્યારે તમે ઑફ સિઝનમાં મુસાફરી કરો છો, ત્યારે ત્યાં પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે. જેનો સીધો ફાયદો એ છે કે તમે તે સ્થળ, લોકો અને સંસ્કૃતિને એક્સપીરિયન્સ કરી શકો છો. તમે લોકો સાથે વધુ સરળતાથી વાતચીત કરી શકો છો, આસપાસના સ્થળોને એક્સપ્લોર કરી શકો છો અને લોકલ કલ્ચર વિશે જાણી શકો છો.

મોંઘી ટિકિટોમાંથી રાહત

Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

કોઇપણ યાત્રાની સૌથી મોટી સમસ્યા ટિકિટ બુકિંગની હોય છે. ફ્લાઇટની ટિકિટ હોય કે રેલ-બસની ટિકિટ હોય. અને આ સમસ્યા સિઝનલ ટ્રાવેલમાં સૌથી વધુ જોવા મળે છે. કારણ કે આ સમય દરમિયાન સામાન્ય કરતાં વધુ ટિકિટ બુકિંગ થાય છે. જેના કારણે એરલાઈન્સ અને બસો ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલે છે. સુખદ યાત્રા માટે, તમે એડવાન્સ ટિકિટ બુક કરવાનું યોગ્ય માનો છો.

Photo of ઓફ સીઝનમાં ટ્રાવેલિંગ કરવાથી મળે છે આ ફાયદા by Paurav Joshi

ઘણી વખત ઘણા મુસાફરો જથ્થાબંધ ટિકિટ બુક કરાવે છે. પરંતુ પાછળથી તેને વેચવામાં સમસ્યા સર્જાય છે. ઑફ સિઝનમાં તમને આ બધી સમસ્યાઓથી છુટકારો મળે છે. તમારે અગાઉથી ટિકિટ બુક કરવાની જરૂર નથી પડતી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads