
Day 1
સ્વર્ગની કલ્પના કરીએ ત્યારે આપણા મનમાં સૌથી પહેલા બરફથી ઢંકાયેલા પહાડો, લીલાછમ જંગલ અને ઝરણાની તસવીરો સામે આવવા લાગે છે. ભારતમાં અનેક એવી જગ્યા છે જ્યાંના લીલાછમ મેદાનો જોયા પછી સ્વર્ગનો અનુભવ થાય છે. આજે અમે આપને ભારતના કેટલાક સુંદર ગામો અંગે જણાવી રહ્યા છીએ. ભારતના આ ગામ કોઇ સ્વર્ગથી કમ નથી. આ ગામોની સુંદરતા જોતા જ રહેવાનું મન થાય તેવી છે. આ ગામોના પહાડોની હરિયાળી જોવાલાયક છે.
આવો જાણીએ ભારતના 5 સુંદર ગામો અંગે જ્યા સ્વર્ગ જેવો અનુભવ થાય છે....
મલાના

હિમાચલની કુલુ ખીણના ઉત્તરમાં પાર્વતી ખીણની ચંદ્રખાનીના લીલાછમ મેદાનોમાં સુંદર મલાના ગામ આવેલું છે. આ ગામના સુંદર પહાડોના દ્રશ્યો આંખ સામેથી હટશે નહીં. મલાના ગામ મલાના નદીના કિનારે વસેલું છે.
મિરિક

મિરિક દાર્જિલિંગના પશ્ચિમમાં સમુદ્રની સપાટીએથી લગભગ 4905 ફૂટની ઉંચાઇ પર સ્થિત એક નાનકડુ ગામ છે. અહીંના પ્રાકૃતિક નજારા મન મોહી લે છે. અહીં આવેલી મિરિક ઝરણું આ ગામની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. આપને જણાવી દઇએ કે મિરિક સરોવર દેવદારના વૃક્ષોથી ઘેરાયેલું છે. મિરિક ચાના બગીચા, જંગલી ફૂલોની ચાદર, ક્રિપ્ટોમેરિયાના ઝાડ આકર્ષિત કરવાનું કામ કરે છે.
ખોનોમા

ખોનોમા ગામ કોહિમાથી 20 કિલોમીટર દૂર સ્થિત છે. અહીંના લીલાછમ મેદાનો આકર્ષિત કરવાનું કામ કરે છે. આપને જણાવી દઇએ કે ખોનોમાને એશિયાનું સૌથી પહેલુ લીલુછમ ગામ જાહેર કરવામાં આવ્યું છે. આ ગામમાં 100થી વધુ પ્રજાતિઓના વન્ય પ્રાણી અને જીવજંતુ જોવામાં આવે છે. આ ઉપરાંત, અહીં લગભગ 250 છોડની જાતોના છોડ પણ મળી આવ્યા છે.
માવલિનોન્ગ

માવલિનૉન્ગ શિલૉંગથી અંદાજે 90 કિ.મી. દૂર વસેલુ નાનકડુ ગામ છે. આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ પણ પ્રાપ્ત છે. પ્રાકૃતિક સુંદરતાથી સજ્જ આ ગામની સુંદરતા જોવાલાયક છે. અહીં એશિયાનો સૌથી જાણીતો રુટ બ્રિજ પણ છે.
સ્મિત

સ્મિત ગામ મેઘાલયની રાજધાની શિલોંગથી અંદાજે 11 કિલોમીટર દૂર પહાડો પર વસેલું છે. આ ગામ કુદરતની સુંદર ચાદર ઓઢેલુ નજરે પડે છે. ભારતના સુંદર ગામને પ્રદુષણ મુક્ત ગામનો દરજ્જો પણ પ્રાપ્ત છે. સ્મિત ગામની સુંદરતા જોવાલાયક છે. સ્મિતના લોકો શાકભાજી અને મસાલાની ખેતી કરે છે.