દક્ષિણ ભારત એ સુંદર જગ્યાઓનો ખજાનો છે. બસ જરૂર છે માત્ર ત્યાં જવાની જેના વિશે લોકોને ઓછી ખબર છે. તમારે દક્ષિણ ભારતના પ્રખ્યાત સ્થળોએ તો જરૂરથી જવું જ જોઈએ સાથે સાથે ઓફબીટ જગ્યાઓ પર જવા માટેનો વિચાર પણ કરવો જોઈએ. આમતો ફરતા ફરતા ઘણી અજાણી જગ્યાઓ વિશે ખબર પડી જ જશે પરંતુ દક્ષિણ ભારત ની એક સુંદર જગ્યા જ્યાં તમારે જરૂરથી જવું જ જોઈએ અને એ છે મેઘામલઈ.
મેઘામલઈ તેના લીલાછમ પર્વતોને માટે જાણીતું છે. અહીના પહાડો પશ્ચિમ ઘાટ વિસ્તારમાં આવેલા છે. સમુદ્રની તળેટીથી ૧૫૦૦ મીટરની ઉંચાઈ પર આવેલું મેઘામલઈ તમિલનાડુના થેની જીલ્લાના કુમીલીની નજીક આવેલું છે. જો તમારે ભીડભાડ અને પ્રદુષણથી દુર કોઈ જગ્યા પર જવું હોય તો તેના માટે તમિલનાડુનું મેઘામલઈ એકદમ પરફેક્ટ જગ્યા છે.
૧. મેઘામલઈ વન્યજીવન અભયારણ્ય
મેઘામલઈ કુદરતની સુંદરતાનો અમુલ્ય ખજાનો છે. અને અહીના કુદરતી સુંદરતામાં વધારો કરે છે, મેઘામલઈ વન્યજીવન અભયારણ્ય . મેઘામલઈ ૬૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં તમે ગાઢ જંગલ અને છુપાયેલા વન્યજીવનને એક્પ્લોર કરી શકો છો. આ અભયારણ્ય ચારેય બાજુ વૃક્ષોથી ઘેરાયેલું છે. અહીની સુંદરતામાં તમને શાંતિ અને આરામ મળશે. મેઘામલઈ વન્યજીવન અભયારણ્ય ઘણા પશુ અને પક્ષીઓનું ઘર છે.
૨. મેઘામલઈ ધોધ
કોઈ પણ જગ્યાનો ધોધ આકર્ષણનું કેન્દ્ર જ હોય છે. મેઘામલઈ ધોધને લેન્ડ ફોલ્સ ના નામથી પણ ઓળખવામાં આવે છે. જંગલની વચ્ચે આવેલું આ ઝરણું ખરેખર ખુબજ સુંદર છે. ૧૯૦ ફૂટ ઉપરથી પડતા આ ઝરણાનું પાણી મીઠો અવાજ ઉત્પન્ન કરે છે. અહી થોડીકવાર બેસીને તમે આસપાસની સુંદરતા જોઈ શકો છો અને કુદરતના સંગીતનો આનંદ પણ ઉઠાવી શકો છો.
૩.બંધ
મેઘામલઈ ૬ બંધનું ઘર છે જે ફરવાના શોખીનોમાં ઘણું પ્રખ્યાત છે. આ બંધથી મેઘામલઈની સુંદરતા જોવાનો મોકો મળે છે. તમે અહીંથી મેઘામલઈને સારી રીતે જોઈ શકશો. ત્યારે તમને અનુભૂતિ થશે કે તમિલનાડુની આ જગ્યા કેટલી સુંદર છે.
૪. ચા ના બગીચા
આમતો મુન્નાર ચા ના બગીચા માટે પ્રખ્યાત છે પરંતુ મેઘામલઈમાં પણ ચા ના બગીચા છે. આ ઉપરાંત અહી કોફીનું પણ ઉત્પાદન થાય છે. જે આ પહાડોની સુંદરતામાં વધારો કરે છે. તમે અહી ફરી પણ શકો છો અને ત્યાના લોકો પાસેથી તેના વિશે જાણી પણ શકો છો.
શું કરવું ?
૧. ટ્રેકિંગ
જો તમને એડવેન્ચર પસંદ હોય તો મેઘામલઈમાં તમે ટ્રેકિંગ કરી શકો છો. તમે મેઘામલઈ ના જંગલોમાં ટ્રેકિંગ કરી શકો છો. અને ટ્રેકિંગ કરતા કરતા તમને છુપાયેલી સુંદર જગ્યા જોવા મળી જાય. આવી સુંદર જગ્યાએ ટ્રેકિંગ કરવાનો એક અલગ જ આનંદ મળશે. અને અહીની સુંદરતા જોઇને તમારી ખુશી બમણી થઇ જશે.
૨. પક્ષી દર્શન
મેઘામલઇ પ્રકૃતિ પ્રેમીઓ માટે પરફેક્ટ જગ્યા છે.. જ્યાં તમે પક્ષીઓ પણ જોઈ શકો છો. મેઘામલઈમાં પક્ષીઓની ૧૦૦ પ્રજાતિ જોવા મળે છે. કેટલાક પક્ષીઓ તો એવા છે કે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહિ હોય. પક્ષી દર્શનની સાથે સાથે આ જગ્યા ફોટોગ્રાફી માટે પણ પરફેક્ટ છે. જો તમને એડવેન્ચર અને કુદરતી સૌન્દર્યથી પ્રેમ છે તો તામીલનાડુનું મેઘામલઈ તમારી માટેજ બન્યું છે.
કેવી રીતે જઈ શકાય?
વાયુ માર્ગ: જો તમે વિમાનથી મેઘામલઈ જવા ઈચ્છતા હો તો સૌથી નજીકનું હવાઈમથક મદુરાઈ છે. મદુરાઈ થી મેઘામલઈનું અંતર ૧૧૮ કિલોમીટર છે. તમે અહીંથી ગાડી બુક કરાવીને તમારી મંજિલ સુધી પહોચી શકો છો.
રેલ માર્ગ : જો તમે ટ્રેનથી મેઘામલઈ જવા માંગતા હોય તો નજીકનું રેલ્વે સ્ટેસન મદુરાઈમાં જ છે. તમે મદુરાઈ થી ભાડે ગાડી કરીને મેઘામલઈ જઈ શકો છો.
સડક માર્ગ : મેઘામલઈ તામીલનાડુના મોટા શહેરો તથા નગરથી જોડાયેલું છે. સૌથી નજીકનું શહેર થેની છે. થેનીથી મેઘામલઈ નું અંતર ૪૯ કિલોમીટર છે.
તમિલનાડુ ના બધા શહેરો થી તમને મેઘામલઈ ની બસ મળી જશે. અને જો તમે પોતાની કાર લઈને જશો તો તો તમને કોઈજ મુશ્કેલી નહિ પડે.
ક્યારે જશો?
તમિલનાડુનું મેઘામલઈ દરેક ઋતુમાં ખીલી ઉઠે છે.આમ તો તમે ગમે ત્યારે મેઘામલઈ જઈ શકો છો. પરંતુ સૌથી ઉતમ સમય છે મે થી ઓક્ટોબર. ચોમાસાની ઋતુમાં અહીની હરિયાળી વધારે ખીલી ઉઠે છે. એકવાર તો તમારે અચૂક મેઘામલઈ નો પ્રવાસ જરૂરથી કરવો જ જોઈએ.
ક્યાં રહેવું ?
જો તમે મુન્નાર અને ઉંટી ની જેમ અહી ફાઈવસ્ટાર હોટલ અને રિસોર્ટનું વિચારતા હોવ તો મેઘામલઈ તમારા માટે નથી. મેઘામલઈ એ ફાઈવસ્ટાર સગવડ જોઈતી હોય તેના માટે નથી. અહી ભલે મોટી હોટેલ તો નથી પરંતુ તમને ઘણી હોટલ અને રિસોર્ટ તો મળશે જ જેમાં તમે રહી શકશો. માત્ર રાત્રી રોકાણ માટે મેઘામલઈની આ હોટલ સારી છે.