ભારતમાં ફરવા લાયક સ્થળોમાં દક્ષિણ ભારતનો ક્રમ પણ આગળ આવે છે. અહીં જોવાલાયક અનેક જગ્યાઓ છે. દક્ષિણ ભારતમાં જવાનો સૌથી સારો સમય ઓગસ્ટથી ડિસેમ્બર સુધીનો છે. ભારતનો આ ભાગ એડવેન્ચર પ્રેમીઓથી માંડિને શાંત લોકો સુધી, બધા માટે કંઇક ને કંઇક અહીં જરુર મળી જશે. અમે આપને દક્ષિણ ભારતની કેટલીક એવી જગ્યાઓ બતાવીશું જે સાઉથ ઇન્ડિયાને લઇને તમારી વિચારસરણી જરુર બદલી નાંખશે.
1. અથિરાપલ્લી વોટરફૉલ, કેરળ
કેરળના ઝરણા ભારતના સૌથી સુંદર ઝરણામાં સમાવેશ થાય છે. તેમાંનું એક છે અથિરાપલ્લી વોટરફૉલ. આ ધોધ 80 ફૂટ ઊંચો છે. થરિસ્સુર જિલ્લા પર્યટન તરફથી મલક્કપ્પરા માટે દરરોજ જંગલ સફારી ચલાવવામાં આવે છે. જેની એક વાર મજા તો લેવી જ જોઇએ. આ વૉટરફૉલ સુધી પહોંચવાનો રસ્તો સાંકડો અને વળાંકદાર છે.
2. ગંદિકોટા, આંધ્ર પ્રદેશ
ભારતનું ગ્રાન્ડ કેંયો નામથી ફેમસ ગંદિકોટા આંધ્રપ્રદેશના કડાપા જિલ્લાના એક નાનકડા ગામમાં આવેલું છે. પેન્નાર નદીના કિનારે વસેલું આ કૈન્યોં સુધી પહોંચવાનું સરળ નથી. અહીંથી જોવા મળતા દ્રશ્યો એટલા સુંદર છે કે તમે તમારો થાક ભુલી જશો. નદીના કિનારે જવા માટે એક સુંદર ટ્રેક પણ છે જે કૈંયોની અંદર થઇને પસાર થાય છે.
3. સ્કંદગિરી હિલ્સ, કર્ણાટક
બેંગ્લોરથી 70 કિ.મી. દૂર સ્કંદગિરીના પહાડોને કલાવા દુર્ગાના નામથી પણ ઓળખવામાં આવે છે. જેનો અર્થ છે પહાડનો કિલ્લો. નંદી અને મુદ્દેનાહૉલી પહાડોને અડીને આવેલી આ જગ્યા સુંદર નજારાથી ભરપૂર છે. 1,350 મીટર ઊંચાઇ ધરાવતી આ જગ્યા અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે.
4. મર્વથે બીચ, કર્ણાટક
ગોવાનો ભીડભાડવાળો દરિયો છોડીને કોઇ શાંત જગ્યાએ જવાનું મન હોય તો તમારે કર્ણાટકના મર્વથે બીચ પર જવું જોઇએ. મેંગ્લોરથી ગોવા કે મુંબઇ જવાના રસ્તે આવતો આ એક અદ્ભુત બીચ છે. રસ્તાની એક બાજુ સમુદ્ર તો બીજી બાજુ નદી છે. આ નજારો એકદમ સુંદર અને ખુશ કરી નાંખે છે. અહીં જવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચેનો છે. વરસાદના સમયમાં અહીં જવાથી બચવું જોઇએ.
5. ગોકર્ણ, કર્ણાટક
આપણે ગોવા તો જતા રહી એ છીએ પરંતુ અહીંથી નજીક એક જગ્યા છે જે ઘણી શાંત અને ઘોંઘાટથી દૂર છે. ભારતના પશ્ચિમી કિનારે વસેલું ગોકર્ણ તેના સુંદર દરિયા કિનારા માટે ફેમસ છે. કુલ મળીને ગોકર્ણ મીની ગોવા ગણાય છે.
6. દાંડેલી, કર્ણાટક
જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો સાઉથ ઇન્ડિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે તમને પ્રકૃતિ સાથે રુબરુ કરાવશે. તેમાંની એક જગ્યા છે કર્ણાટકની દાંડેલી. નેચર અને એડવેન્ચર પ્રેમીઓ માટે અહીંની વાઇલ્ડલાઇફ સેંક્ચુરી સૌથી ખાસ છે. ગાઢ જંગલો, ઘણાં પ્રકારના પ્રાણીઓ અને નદીઓ ધરાવતી આ સેન્ક્ચુરી તમારે જરુર જોવી જોઇએ. અહી તમે બોટિંગ, ટ્રેકિંગ અને રિવર રાફ્ટીંગ પણ કરી શકો છો.
7. એલેપ્પી, કેરળ
વેનિસ ઓફ ઇસ્ટના નામથી ફેમસ એલેપ્પી તેના બેકવોટર્સ અને હાઉસબોટ માટે જાણીતું છે. સવારના કિરણો જ્યારે પાણી પર પડે છે ત્યારે અહીંની સુંદરતા ખીલી ઉઠે છે. એલેપ્પીમાં ફરવા અને શાંતિથી સમય પસાર કરવાલાયક અનેક જગ્યાઓ છે.
8. પોંડિચેરી, તમિલનાડુ
શહેરની ચમકથી દૂર પોંડિચેરી પોતાનામાં એક અલગ જ દુનિયા છે. રંગીન ઘરો ધરાવતા આ શહેરમાં ઝિંદગીની રફતાર થોડીક ધીમી થઇ જાય છે. ભારતની ફ્રેન્ચ કોલોનીના નામથી ફેમસ પોંડિચેરીમાં આર્કિટેક્ચરમાં પણ કોલોનિયલ ટચ જોવા મળે છે. ચર્ચ અને બીચ વચ્ચે ફેમસ એવી જગ્યાઓમાં છે જેને રખડનારાઓ પસંદ કરે છે.
9. ગવી, કેરળ
કેરળનું ગવી એડવેન્ચરના શોખીન માટે કોઇ સ્વર્ગથી કમ નથી. ટ્રેકિંગ, કેપિંગ, સફારી અને બોટિંગ માટે ગવી કેરળની સૌથી સારી જગ્યાઓમાં એક છે. ગવી એક નાની પરંતુ સુંદર જગ્યા છે. અહીં જંગલી હાથી અને બીજા પણ ઘણાં પ્રાણીઓ છે. અહીં આસપાસ મસાલાની ફેક્ટરીમાં જવાનું ન ભૂલતા.
10. હમ્પી, કર્ણાટક
આ જગ્યા ક્યારેક વિજયનગર સામ્રાજ્યનો હિસ્સો ગણાતી હતી. હમ્પી યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે. અહીંની કેટલીક ઇમારતો હવે ખંડેર બની ચુકી છે પરંતુ આ જગ્યા એટલી મોટી છે કે તેને જોવી કોઇ એડવેન્ચરથી કમ નથી. સુંદર પણ એટલી જ છે.
11. ધનુષકોડી, તામિલનાડુ
ભારતના દરિયાનો છેડો એટલે તામિલનાડુનું ધનુષકોડી. આ જગ્યા ભુતિયા નગર અને લૉસ્ટ લેન્ડના નામથી ફેમસ છે. પાંબન ટાપુના છેડે સ્થિત આ જગ્યા શ્રીલંકાના તલાઇમન્નારથી ફક્ત 29 કિ.મી. દૂર છે. 45 મીટરમાં ફેલાયેલી આ જગ્યા ભારત અને શ્રીલંકાની વચ્ચે એકમાત્ર જમીન છે. ખંડેર થઇ ચુકેલી આ જગ્યાએ લોકો હજુ આવવાનું પસંદ કરે છે.
12. હોગેનક્કલ, ફૉલ્સ, તામિલનાડુ
કુદરતની સુંદરતા આગળ બધુ જ ફિક્કું છે. તામિલનાડુમાં આવી જ એક સુંદર જગ્યા છે હોગેનક્કલ વોટરફોલ. આ ફોલ ધર્માપુરી જિલ્લાના કાવેરી નદી પર આવેલો છે. બેંગ્લોરથી 180 કિ.મી. અને ધર્માપુરી નગરથી 46 કિ.મી. દૂર જડીબુટ્ટી માટે ફેમસ આ વૉટરફૉલ હજુ પણ પ્રવાસીઓની નજરોથી દૂર જ છે.
13. પાપી કોંદલૂ, આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશના રાજમુંદરીના આ પર્વતો દક્ષિણ ભારતના છુપાયેલી હિરા છે. આ આખી પહાડોની સીરીઝ છે. અહીં એટલા પહાડ છે કે તેને ગણવા મુશ્કેલ છે. પાપી હિલ વચ્ચે ગોદાવરી નદીમાં બોટીંગ કરવાની મજા આવશે. આના માટે તમારે ભદ્રાચલમ, રાજમુંદરી અને કુનવારામથી બોટ સરળતાથી મળી જશે. આંધ્ર પ્રદે જાઓ તો આ જગ્યા પર જવાનું ભૂલતા નહીં.
14. વરકલા, કેરળ
જો એક જ જગ્યાએ પહાડ અને સમુદ્ર બન્ને મળી જાય તો તેનાથી વધારે રુડું શું હોઇ શકે? કેરળના વરકલામાં તમને આ બન્ને મળી જશે. આ તિરુઅનંતપુરમનું એક નાનકડું શહેર છે.
હવે જ્યારે તમે વિચારો છો કે સાઉથ ઇન્ડિયા એક જેવું છે? તો હવે મોડું ન કરો, બસ ટિકિટ બુક કરો અને નીકળી જાઓ દક્ષિણ ભારતની શાનદાર સફર પર.