હિમાચલ પ્રદેશની સુંદર પાંગી વેલી, દ્રશ્યો જોઇને તમે લટ્ટુ થઇ જશો

Tripoto
Photo of હિમાચલ પ્રદેશની સુંદર પાંગી વેલી, દ્રશ્યો જોઇને તમે લટ્ટુ થઇ જશો by Paurav Joshi

દરેક વ્યક્તિની પોતાની કહાની હોય છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાની વાર્તા લખે છે. ભટકનારાઓની પણ પોતાની વાર્તા છે. એક જ વાર્તા પૂરી કરવા માટે રોમિંગ કરતા રહેવું જરૂરી છે. પ્રવાસ એટલે એવા સ્થળોએ જવું જ્યાં ઓછા લોકો જતા હોય. આવી જગ્યાઓ પર આવીને તમને માનસિક શાંતિ મળશે એટલું જ નહીં તમારી વાર્તા પણ સુંદર બનશે. કયો ભટકનાર એવું નથી ઈચ્છતો કે તેની વાર્તામાં સુંદર પર્વતો અને બાજુમાં વહેતી નદી હોય. જો તમે પણ તમારી ફરવાની કહાનીમાં આવું સુંદર પ્રકરણ ઉમેરવા માંગતા હોવ તો તમારે હિમાચલ પ્રદેશની પાંગી ખીણમાં આવવું જોઈએ.

Photo of હિમાચલ પ્રદેશની સુંદર પાંગી વેલી, દ્રશ્યો જોઇને તમે લટ્ટુ થઇ જશો by Paurav Joshi

પાંગી ખીણ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સ્થિત છે. પાંગી વેલી એ માત્ર એક ખીણ નથી પરંતુ ઘણી ખીણોનો સમૂહ છે જેમાં સૂરજ, હુદાન, પરમાર અને સૈચુ જેવી ખીણોનો સમાવેશ થાય છે. દરેક ખીણમાં ઘણા ગામો છે, જેમાંથી કેટલાક હિન્દુ ગામો છે અને કેટલાક બૌદ્ધ ગામો છે. આ ખીણમાંથી ચેનાબ નદી પસાર થાય છે. આ ખીણ સમુદ્ર સપાટીથી 7 હજાર ફૂટથી 11 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. પાંગી ખીણ પીર પંજાલ અને ઝંસ્કર શ્રેણીની ટેકરીઓથી ઘેરાયેલી છે. જો તમે ખરેખર પાક્કા રખડુ છો તો હિમાચલ પ્રદેશના આ સ્થળની મુલાકાત ચોક્કસ લો.

કેવી રીતે પહોંચવું

Photo of હિમાચલ પ્રદેશની સુંદર પાંગી વેલી, દ્રશ્યો જોઇને તમે લટ્ટુ થઇ જશો by Paurav Joshi

વાયા રોડ: પાંગી ખીણ સુધી પહોંચવા માટેનો શ્રેષ્ઠ રૂટ રોડ માર્ગ છે. રોડ દ્વારા, તમે બે રસ્તે પાંગી પહોંચી શકો છો. ચંબા, સચ પાસ, કિલ્લર થઈને પંગી ખીણ પહોંચી શકાય છે. બીજા રૂટમાં તમે મનાલી, કીલોંગ, ઉદયપુર થઈને પહોંચી શકો છો.

ફ્લાઇટ દ્વારા: જો તમારે ફ્લાઈટ દ્વારા આવવું હોય તો નજીકનું એરપોર્ટ કાંગડા જિલ્લામાં ગગ્ગલ ખાતે છે. ગગ્ગલથી પાંગી ખીણનું અંતર લગભગ 350 કિમી છે. છે. તમે બસ અને ટેક્સી દ્વારા પાંગી પહોંચી શકો છો.

ટ્રેન દ્વારા: જો તમે ટ્રેન દ્વારા પાંગી આવવાનું વિચારી રહ્યાં છો, તો નજીકનું રેલ્વે સ્ટેશન પઠાણકોટ છે. પઠાણકોટથી પાંગી ખીણનું અંતર લગભગ 500 કિમી છે. તમે અહીં બસ દ્વારા પહોંચી શકો છો.

ક્યારે જવું?

પાંગી વેલી ખૂબ જ સુંદર પણ ખતરનાક વેલી છે. અહીં પહોંચવું સરળ નથી અને રસ્તો પણ ખૂબ જ ખરાબ છે. શિયાળામાં અહીં ઘણી હિમવર્ષા થાય છે, રસ્તો સંપૂર્ણપણે બંધ હોય છે. વરસાદમાં પહાડો પર જવું એ સૌથી મોટી ભૂલ હશે, તેથી તમારે ઉનાળામાં પાંગી જવાનો પ્લાન બનાવવો જોઈએ. પાંગી ખીણમાં ફરવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચથી જૂન છે. આ સિવાય સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પાંગીની મુલાકાત લઈ શકાય છે.

ક્યાં રહેશો

પાંગી હિમાચલની એવી જગ્યાઓમાંથી એક છે જ્યાં બહુ ઓછા લોકો જતા હોય છે. Pangi Valley માં રહેઠાણના બહુ ઓછા વિકલ્પો છે. અહીં PWD ગેસ્ટ હાઉસ છે. આ સિવાય કેટલીક હોટલ અને હોમસ્ટે પણ છે જેમાં તમે રહી શકો છો. તેવી જ રીતે, ખોરાકના વિકલ્પો પણ ઓછા છે. જો તમે જે હોટલમાં રોકાશો ત્યાંનું ભોજન ખાશો તો તે તમારા માટે સારું રહેશે.

શું જોવું?

જ્યાં સુવિધાઓ ઓછી છે, તે જગ્યાઓ ખરેખર અદ્ભુત છે. પાંગી વેલી તેવા સુંદર સ્થળોમાંથી એક છે.

1. કિલ્લર

કિલ્લર એ પાંગી ખીણનું મુખ્ય મથક છે. જ્યાંથી આવવા-જવા માટે બસો ઉપલબ્ધ છે. કિલ્લર વિશે એવું કહેવાય છે કે તે શિમલાનું 100 વર્ષ જૂનું સ્વરૂપ છે. જો તમારે જાણવું હોય કે શિમલા પહેલા કેવું હતું? તો તમારે ચોક્કસપણે કિલ્લર તરીકે આવવું જોઈએ. હિમાચલ પ્રદેશનું આ નાનકડું શહેર ખૂબ જ સુંદર છે જે પર્વતોથી ઘેરાયેલું છે. તરતા વાદળો અને હરિયાળી આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. કિલ્લરમાં ઘણા ઘરો પરંપરાગત લાકડાના બનેલા છે. જો તમે પાંગી ખીણમાં આવો છો, તો આ નગર અવશ્ય જુઓ.

2. હુદાન

પાંગી ખીણમાં ઘણી ખીણો છે. હુદાન તેમાંથી એક છે. હુદાન ખીણમાં 4-5 ગામો છે. આ ખીણના છેલ્લા ગામમાં એક સુંદર તળાવ છે જે જોવા લાયક છે. આ ઉપરાંત અહીં વાર્ષિક મેળો ભરાય છે. આ મેળામાં તમને અહીંની સંસ્કૃતિને સમજવાનો મોકો મળશે. હરિયાળીથી ભરેલી આ ખીણ ખૂબ જ સુંદર છે. હિમાચલ પ્રદેશની સાચી સુંદરતા શું છે? જ્યારે તમે આવી જગ્યાઓ પર આવશો ત્યારે તે તમને સમજાશે. જો તમે પાંગીમાં આવો છો, તો આ હુદાન ખીણ પણ જોઈ શકાય છે.

3. ધરવાસ

ધરવાસ એ પાંગી ખીણનું સૌથી મોટું ગામ છે. આ ગામ કિલ્લર શહેરની ખૂબ નજીક છે. આ ગામ ખૂબ જ સુંદર છે અને તેના ટ્રેક માટે પણ જાણીતું છે. જો તમે એડવેન્ચરના શોખીન છો અને પાંગી ખીણનો સુંદર નજારો જોવા માંગો છો, તો તમારે આ ટ્રેક અવશ્ય કરવો જોઈએ. કિલ્લરથી 9 કિ.મી. દૂર આ ગામ દરિયાની સપાટીથી 8,000 ફૂટની ઉંચાઇએ આવેલું છે. તમે ટ્રેકિંગ કરીને પણ આ ગામમાં પહોંચી શકો છો.

4. સુરલ

સુરલ પાંગી ખીણમાં એક્સપ્લોર કરવા માટેની એક બીજી જગ્યા છે. કિલ્લર શહેરથી 22 કિ.મી. ના અંતરે સ્થિત આ સ્થાન પર એક ખૂબ જ વિશિષ્ટ મઠ છે. પર્વતોની વચ્ચે બનેલા આ મઠને જોવો એ જાણે કે સ્વર્ગમાં પહોંચી જવા જેવું છે. ગામના છેવાડે બનેલો આ મઠ તમને હળવાશનો અનુભવ કરાવશે. જો તમે પાંગી ખીણમાં આવો છો, તો આ મઠ જોવાનું ભૂલશો નહીં.

5. ટ્રેકિંગ

પાંગી ઘાટીમાં આવા ઘણા ટ્રેક છે જે આજ સુધી કોઈએ કર્યા નથી. આ ટ્રેક રૂટ ઝંસ્કર સાથે કનેક્ટ થાય છે પરંતુ હજુ સુધી કોઈએ તે કર્યો નથી. જો તમે તમારી જાતને એડવેન્ચરના શોખીન માનતા હોવ તો આ ટ્રેક ચોક્કસ કરો. આ સિવાય તિંગલોતી પાસ ટ્રેક પણ છે. જે તમે કરી શકો છો. આવો સુંદર નજારો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. આ સિવાય તમે અહીં પરમાર વેલી અને સાયચુ જેવી ઘણી જગ્યાઓ જોઈ શકો છો. દરેક પ્રવાસીએ આવી જગ્યાએ આવવું જોઈએ. આવા સ્થળોએ આવ્યા પછી જ ભટકવાની ખરી મજા આવે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads