આ સુંદર હિમાચલી ગામમાં ટ્રેકિંગ, જાણે સપનાની સફર

Tripoto
Photo of આ સુંદર હિમાચલી ગામમાં ટ્રેકિંગ, જાણે સપનાની સફર 1/1 by Paurav Joshi

જો તમે સાહસ કરવાના શોખીન છો, તો તમારે શક્ય તેટલી વહેલી તકે હિમાચલનો ગડા ગુસૈન ટ્રેક કરી લેવો જોઈએ.

ગડા ગુસૈન હિમાચલ પ્રદેશની સિરાજ ખીણમાં આવે છે. જો તમે પહેલા ક્યારેય કોઇ કઠીન ટ્રેક્સ નથી કર્યા તો હમણાં આ ટ્રેકથી દૂર રહો. આ એવા લોકો માટે છે જે સાહસિક છે. ગડા ગુસૈનની ટોચ પરથી તમને એવા નજારા જોવા મળશે જે તમે પહેલા ક્યારેય નહીં જોયા હોય.

ક્યારે જશો?

પર્વતો જો સુંદર હોય છે, તો વધારે જોખમી પણ હોય છે. જો તમે પ્લાનિંગ વગર ટ્રેકિંગ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેને મનમાંથી કાઢી નાખો. આમ કરવાથી વારંવાર પરિણામ આવે છે. જો તમે ગડા ગુસાઇન ટ્રેક વિશે વિચારી રહ્યા હોવ તો શ્રેષ્ઠ સમય મે થી જૂન અને ઓક્ટોબર છે. ઉનાળામાં અહીં હરિયાળી જોવા મળશે અને ઓક્ટોબરમાં હળવો બરફ જોવા મળશે.

ક્યાં રોકાશો?

તમને આ ટ્રેકમાં આખા રસ્તે રહેવા માટે કોઈ જગ્યા મળશે નહીં. તમે ગડા ગુસૈન ગામ સુધી હોમસ્ટે અને હોટલમાં રહી શકો છો. ત્યાર પછી તમારે તમારો જુગાડ જાતે કરવો પડશે. આના માટે તમારી પાસે ટેન્ટ જરુર હોવો જોઈએ. આ સિવાય તમે હળવો ખોરાક રાખો જે ટ્રેક દરમિયાન તમને એનર્જી આપશે.

આ રીતે ટ્રેક કરો?

ગડા ગુસૈન ટ્રેક એક નાનકડું ગામ છે. અહીં પહોંચવા માટે તમારે પહેલા જીભી સુધી પહોંચવું પડશે. જીભી શિમલાથી લગભગ 180 કિમી ના અંતરે છે. તમે બસ દ્વારા આ સ્થળે સરળતાથી પહોંચી શકશો. જીભીથી ગડા ગુસૈન સુધી દરરોજ બે બસો ચાલે છે. તમારે પહેલા બસ દ્વારા ગડા ગુસૈન પહોંચવું પડશે. જ્યાંથી આ સુંદર ટ્રેક શરૂ થાય છે. સાંજ સુધીમાં ગડા ગુસૈન પહોંચી જાઓ. આ સુંદર ગામમાં રાત વિતાવો અને તૈયાર થઇ જાઓ એક અદ્ભુત પ્રવાસ માટે.

ગડા ગુસૈન જાલોરી

બીજા દિવસે સવારે વહેલા ઊઠીને ટ્રેકિંગ માટે તૈયાર થઈ જાઓ. શરૂઆતમાં તમે મેદાની વિસ્તારમાં ચાલશો અને થોડા સમય પછી પર્વત પર ચઢવાનું શરૂ થઇ જશે. શરૂઆતમાં તમને થાક લાગશે પરંતુ ધીમે ધીમે બધું સારું થઈ જશે. લગભગ એક કલાક પછી અલ્વા ગામ પહોંચાશે. અહીંથી તમે બરફથી ઢંકાયેલું શિખર પણ જોઈ શકો છો. થોડીવાર થોભો અને આગળ વધો. થોડા સમય પછી તમે એવી જગ્યાએ પહોંચી જશો જ્યાંથી તમને એક તરફ મધુપુર કિલ્લો અને બીજી તરફ રઘુપુર કિલ્લો જોવા મળશે.

પાંડવોનું ખેતર

થોડા સમય માટે તમે જંગલમાંથી પસાર થશો. દેવદારના વૃક્ષોથી ઘેરાયેલો આ રસ્તો તમને જરુર ગમશે. આગળ વધશો તો તમને એક મોટું ઘાસનું મેદાન જોવા મળશે. જે પાંડવોના ખેતર તરીકે ઓળખાય છે. દંતકથા એવી છે કે પાંડવો તેમના વનવાસ દરમિયાન અહીં એક રાત રોકાયા હતા અને અહીં ડાંગરનું વાવેતર કર્યું હતું. દરિયાની સપાટીથી 3,000 મીટરની ઉંચાઈ પર આવેલું આ સ્થળ ખૂબ જ સુંદર છે. તમને પહાડોથી ઘેરાયેલા આ સુંદર સ્થળ પર આવવું ચોક્કસ ગમશે. તમે આ લીલાછમ ઘાસના મેદાનમાં થોડો સમય રહી શકો છો.

લગભગ 6-7 કલાક પછી તમે થાકી જશો. થોડી વાર પછી તમે કિલ્લા પર પહોંચી જશો. આ કિલ્લો સંપૂર્ણપણે જર્જરિત છે અને અહીં માત્ર દિવાલો જ બચી છે. દરિયાઈ સપાટીથી લગભગ 3,200 મીટરની ઉંચાઈ પર સ્થિત આ જગ્યાએ સુંદર નજારો જોવા મળશે. જાલોરી પાસનું આ સૌથી ઊંચું સ્થાન છે. અહીંથી તમને 360 ડિગ્રીનો વ્યૂ જોવા મળશે. દૂર દૂર સુધી પ્રકૃતિની અનોખી સુંદરતાના દર્શન થશે. અહીં તમે ટેન્ટ લગાવીને પહાડો અને તારાથી ભરેલા આકાશ વચ્ચે રાત વિતાવી શકો છો.

જાલોરી થી ખનાગ

બીજા દિવસે સવારે વહેલા ઉઠીને ખનાક તરફ આગળ વધો. કિલ્લાથી લગભગ 6 કિ.મી. દૂર એક સુંદર તળાવ છે. લગભગ 2-3 કલાકની મુસાફરી પછી તમે આ તળાવ પર પહોંચી જશો. પહાડોની વચ્ચે આવેલું સર્યોલ્સર તળાવ કોઈ જાદુ જેવું નથી. આ જગ્યા તમારી યાત્રાને વધુ સુંદર બનાવી દેશે. તળાવની નજીક એક મંદિર પણ છે. બોધિ નાગીનનું આ મંદિર સ્થાનિક લોકો માટે ખૂબ જ પવિત્ર છે. થોડો સમય અહીં રોકાયા પછી, તમે આગળ વધી શકો છો.

અત્યાર સુધી તમે જંગલોમાંથી પસાર થતા હતા, પરંતુ હવે તમને દૂર-દૂર સુધી પર્વતો જ દેખાશે. જો તમે ગાઇડ વિના આ ટ્રેક પર જશો, તો તમે જરુર ભુલા પડશો. લગભગ 2-3 કલાક પછી આન ખનાગ પહોંચાશે. આ ટ્રેક ખનાગમાં સમાપ્ત થાય છે. અહીં તમને હિમાલયના સૌથી સુંદર નજારાઓથી પરિચિત થવાની તક મળશે. સુંદરતા એવી છે કે તમને લાગશે કે તે એક સ્વપ્ન છે. ખાનગમાં PWDનું એક ગેસ્ટ હાઉસ છે જેમાં તમે રહી શકો છો. બીજે દિવસે સવારે પાછા ગડા ગુસૈન જવા નીકળી પડો. આ ટ્રેક કર્યા પછી, તમારા માટે સાહસની વ્યાખ્યા બદલાઈ જશે.

નોંધઃ

1. તમારી સાથે ગરમ કપડાં અને ટ્રેકની તમામ જરૂરી વસ્તુઓ રાખો.

2. આ ટ્રેક ગાઈડ વગર ન કરો.

3. નવા નિશાળીયાઓ જોગણી માતાના મંદિર અથવા પાંડવ ખેતર સુધીનો ટ્રેક કરી શકે છે.

4. જાલોરીના તમામ કિલ્લાઓને એક્સપ્લોર કરવાનો પ્રયાસ કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads