એક-બે દિવસની રજાઓમાં ફરવા જવું હોય તો ફાર્મ સ્ટેનો વિકલ્પ બેસ્ટ છે.
ફાર્મ સ્ટે જ શું કામ
આજકાલ જો તમે કોઇ હોટલ, કોટેજ કે રિસોર્ટમાં રોકાવા જશો તો મોંઘા ભાડા ચૂકવવા પડે છે. ખાસ કરીને રજાઓમાં. મોટાભાગે રજાઓમાં હોટલ કે રિસોર્ટ હાઉસફુલ હોય છે અને તેવા સમયે ભાડાં પણ ઉંચા હોય છે ત્યારે જો સસ્તામાં રહેવું હોય તો કોઇ ફાર્મ હાઉસમાં રહેવું જોઇએ. ફાર્મ હાઉસમાં ઓછા ભાડા ઉપરાંત દેશી ભોજનનો સ્વાદ પણ માણવા મળે છે તો આજે અમે તમને ગુજરાતમાં આવેલા કેટલાક ફાર્મ હાઉસ વિશે જણાવીશું જ્યાં તમે સસ્તામાં રહેવાની અને ચુલા પર રાંધેલા ખોરાકની મોજ માણી શકો છો તો થઇ જાઓ તૈયાર.
વિસામો ફાર્મ સ્ટે, અમદાવાદ
અમદાવાદથી 55 કિલોમીટર દૂર નળસરોવર રોડ પર આવેલા વિસામો ફાર્મ સ્ટેમાં તમે કુદરતની વચ્ચે વન નાઇટ પસાર કરી શકો છો. નેચર લવરને આ જગ્યા જરુર ગમશે. વિસામો તમને કુદરતી વાતાવરણ પુરુ પાડે છે. ફાર્મ સ્ટેની ચારેબાજુ ખેતરો છે. પપૈયાના ઝાડ છે. વિસામો ફાર્મ સ્ટેમાં રહેવાની સુવિધાની વાત કરીએ તો અહીંના શાંત વાતાવરણમાં 5 રૂમની સુવિધા છે. જેમાં ટ્રી હાઉસ, વુડન શ્યૂટ, ફેમિલી રૂમની સુવિધા મળે છે.
સુવિધાઓની વાત કરીએ તો અહીં સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રિન પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, પાર્ટી લોન, ગાર્ડન, બેડમિન્ટન, બોર્ડ ગેમ્સ અને કેમ્પફાયરની સુવિધાઓ મળે છે. આ જગ્યાએ તમે શહેરની ભીડભાડથી દૂર શાંતિથી રહેવા આવી શકો છો. અહીં આવીને તમે રિલેક્સ થઇ જશો. આ જગ્યાએ બર્થ-ડે પાર્ટી, એનિવર્સરી, વેડિંગનું આયોજન પણ કરી શકાય છે. પ્રકૃતિ સાથે કેટલોક સમય પસાર કરીને તમને ખરેખર આનંદ આવશે.
ક્યાં છે વિસામો ફાર્મ સ્ટે
કેરલા નળસરોવર રોડ, બાવળા
ફોનઃ 9586868495
visamo.farmstay@gmail.com
માતૃ ફાર્મ, સાસણગીર
સાસણથી 5 કિલોમીટર દૂર આવેલું છે માતૃ ફાર્મ. આ જગ્યા પ્રખ્યાત દેવળિયા પાર્કની બિલકુલ નજીક આવેલી છે. આ ફાર્મ સ્ટેમાં ઓફ સીઝનમાં પ્રતિ વ્યક્તિ 1000 રૂપિયા જેટલી ઓછી કિંમતમાં પણ રહી શકાય છે. જો કે સીઝન અનુસાર તેમાં ફેરફાર થઇ શકે છે. ફાર્મ હાઉસની ચારેબાજુ કેસર કેરીના આંબા છે એટલે કે આંબાવાડીયુ છે. જેની વચ્ચે કુદરતી માહોલમાં આ ફાર્મહાઉસ આવેલું છે.
સુવિધાની વાત કરવામાં આવે તો અહીં કુલ 8 રૂમો બનાવેલી છે. જેમાં નીચે ચાર અને ઉપર ચાર રૂમો બનાવેલી છે. ડબલ બેડની સુવિધા સાથેના રુમ છે. ભોજનનો ખર્ચ ગણીએ તો અહીં જમવાનો ખર્ચ વ્યક્તિ દીઠ 120 રૂપિયા છે. જ્યારે નાસ્તાના 80 રૂપિયા છે. સામાન્ય રીતે અહીં રહેવાનો ચાર્જ પ્રતિ વ્યક્તિ 1250 થી 1500 રૂપિયા જેટલો થાય છે જેમાં રહેવા-જમવાનો સમાવેશ થઇ જાય છે. અહીં સ્વિમિંગ પુલ પણ છે. ઓછી ભીડભાડ હોવાથી આ જગ્યાએ તમે શાંતિથી રહી શકો છો અને હાં ક્યારેક તમને અહી સિંહ પણ જોવા મળી જાય તો નવાઇ ના પામતા. તમે અહીં આંબાના ઝાડ નીચે ખાટલામાં બેસીને નિરાંતથી સુઇ શકો છો.
ક્યાં આવેલું છે માતૃ ફાર્મ
દેવળિયા પાર્ક નજીક, જુનાગઢ જિલ્લો.
ફોન નંબરઃ
સુરેશ પટેલ- 97227 55555
કુલદીપ ડોડિયા- 96242 89114
અક્ષર ફાર્મ હાઉસ, સાસણ ગીર
સાસણ ગીરમાં અનેક ફાર્મ હાઉસ છે જ્યાં તમે ક્વોલિટી સમય પસાર કરી શકો છો. આવું જ એક ફાર્મ હાઉસ છે અક્ષર ફાર્મ હાઉસ. અહીં કુદરતી વાતાવરણ અને કેસર કેરીના આંબાઓ વચ્ચે સમય પસાર કરવાની મજા આવશે. સાસણગીર જતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વાણિયાવાવ ચેક પોસ્ટથી આગળ આ જગ્યા ભોજદે ગામમાં આવેલી છે ત્યાં જવા માટે તમારે સાસણગીરથી 2.5 કિ.મી. દૂર તલાલા રોડ પર જવું પડશે. સાસણગીરથી ભોજદે ગામ 5 કિ.મી. દૂર છે.
આ ફાર્મ હાઉસનો રસ્તો રોમાંચક છે. ત્યાં જવા માટે તમારે જંગલના કાચા રસ્તેથી પસાર થવું પડશે. ક્યારેક તમને આ રસ્તે સિંહના દર્શન પણ થઇ જાય છે. અહીં કુદરતી નયનરમ્ય વાતાવરણમાં બાળકોને રમવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા છે. તમે ખાટલા ઢાળીને આંબાના ઝાડ નીચે પણ બેસી શકો છો. અહીં અલગ અલગ કોટેજ બનાવેલા છે. તમે જાણે કે જંગલની અંદર જ રહેતા હોવ તેવી અનુભૂતિ તમને અહીં થશે. ડબલ ઓક્યુપન્સી સાથેના નોન એસી રૂમમાં તમે પ્રકૃતિની વચ્ચે રહી શકો છો. અહીં એક સ્વિમિંગ પુલ પણ છે. બાળકો માટે મીની પુલ પણ છે.
જો રૂમના ભાડાની વાત કરીએ તો ઓફ સીઝનમાં પ્રતિ વ્યક્તિ 1250 રૂપિયા જ્યારે સીઝનમાં વ્યક્તિ દિઠ 1500 રૂપિયા જેટલું ભાડું થાય છે. જેમાં સવારનો બ્રેક ફાસ્ટ, બપોરનું લંચ, સાંજે ચા-નાસ્તો અને રાતે ડીનરનો સમાવેશ થાય છે. અહીં પક્ષીઓ પણ રાખવામાં આવ્યા છે. જેમાં પોપટનો સમાવેશ થાય છે.
ક્યાં છે અક્ષર ફાર્મ હાઉસ
અક્ષર ફાર્મ હાઉસ, ભોજદે ગામ, સાસણગીર નજીક, તાલુકો-તલાળા, જિલ્લો ગીર-સોમનાથ
બુકિંગ માટે સંપર્ક નંબર
MOBILE NUMBER:- 9898088898, 8160554820
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો