Day 1
આજકાલ લોકો પોતાના પાર્ટનરની સાથે ડિસ્ટર્બન્સ વગરની શાંત જગ્યાએ જવા માંગે છે. આવી જગ્યા શહેરથી દૂર પ્રકૃતિની ગોદમાં વસેલા કૉટેજમાં જ મળી શકે છે. તો આવો જોઇએ કેટલાક કૉટેજ સ્ટે જેમાં તમે તમારી યાત્રાને વધુ સુંદર બનાવી શકો છો.
ધ ઇંગ્લિશ કૉટેજ, દાર્જિલિંગ
ઇંગ્લિશ કૉટેજ તમારા પાર્ટનર સાથે શાંતિથી સમય પસાર કરવાનું પરફેક્ટ પ્લેસ બની શકે છે. આ કૉટેજમાં તમે તમારી જરુરીયાતના હિસાબે બેથી ચાર રુમની સ્પેસ બુક કરી શકો છો. ખાતરી રાખો, અહીં આવીને તમને એટલું સારુ લાગશે કે તમે ક્યારેય પાછા ફરવા નહીં માંગો.
સરનામુ: 19/1 હર્મિટેજ, રોડ, દાર્જિલિંગ, વેસ્ટ બંગાળ 734101
સુકૂન, અલ્મોડા
અલ્મોડાની પાસે બનેલા સુકૂન કૉટેજ હિમાલયની ગોદમાં લીલાછમ વૃક્ષોની વચ્ચે વસેલું છે. લાકડી અને પથ્થરથી બનેલા અસલી કુમાઉની આર્કિટેક્ચર અને ત્યાંજ ઉગાડવામાં આવતી શાકભાજીથી બનેલું ટેસ્ટી ખાવાનું તમારી રજાઓને વધુ રસપ્રદ બનાવી દેશે. અહીંના રુમમાંથી નંદા દેવી અને બીજી પહાડીઓ જોવા મળે છે. આ કૉટેજ શહેરની ભીડભાડથી દૂર જાલના, અલ્મોડાના નાનકડા ગામમાં બનેલું છે. આ ત્રણ રુમવાળા હોમ સ્ટેમાં એ બધુ જ છે જે તમે તમારા માટે ઇચ્છો છો.
સરનામું: વિલેજ ટોલી, તાલુકો લામગારા, ટિકોલી બેન્ડ નજીક, જાલના, ઉત્તરાખંડ 263625
લોંગ કેબિન, મસૂરી
ઉત્તરાખંડના મસૂરીમાં લોંગ કેબિન કપલ્સ માટે ઘણી જ ખાસ જગ્યા છે. અહીં દર કેબિનમાં પ્રાઇવેટ ફાયરપ્લેસ છે. અહીં તમે સીધા ખેતરથી તાજા શાકભાજીનો આનંદ ઉઠાવી શકો છો. લોંગ કેબિનનું આર્કિટેક્ટ ડેકોરેશન, કલર, ખાવાનું અને સર્વિસ બીજા કોટેજના મુકાબલે અલગ છે. જો તમે એડવેન્ચર લવર છો તો કૉટેજની પાસે તમે ટ્રેકિંગનો આનંદ ઉઠાવી શકો છો. આ કૉટેજની એક વધુ ખાસ વાત છે કે અહીંની ઇન્કમથી એનજીઓને સપોર્ટ કરવામાં આવે છે, જે ઉત્તરાખંડમાં મહિલાઓ માટે કામ કરે છે. ખાતરી રાખો કે અહીં આવીને તમને એટલું સારુ લાગશે કે તમે અહીં પાછા ફરવા જ નહીં માંગો.
સરનામુઃ લેન્ડોર કેન્ટ, મસૂરી, ઉત્તરાખંડ 248179
ગોન ફિશિંગ કૉટેજ, તીર્થન
કંતાલની નજીક, આ પહાડી હાઉસ ઘણી જ સુંદર છે. અહીં તમને ઇકો ફ્રેન્ડલી કૉટેજ જોવા મળશે, જે લાકડી, માટી અને પથ્થરથી બનાવેલા છે. અહીં તમને ગામના ઘરોની અનુભૂતિ થશે. પાસે જ તમને લીલાછમ પહાડો જોવા મળશે જ્યાં તમે યોગ, મેડિટેશન કરી શકે છે. 1700 મીટર ઊંચા પહાડો પર બનેલો આ ફ્રેન્ડલી રિસોર્ટ અને હોમ સ્ટે છે. અહીં ખાવાનું બનાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. તમે તમારા હેક્ટિક શેડ્યૂલથી થોડોક સમય કાઢીને નીકળો અને અહીંના ઇકો ફ્રેન્ડલી નેચરને એન્જોય કરો.
સરનામું: તીર્થન વેલી રોડ, વિલેજ ડેઓરી, પોસ્ટ કલવારી, હિમાચલ પ્રદેશ 175123
સંજીવનો આયરા હોમ્સ રિટ્રીટ, છોટા શિમલા
હિમાલયની ગોદીમાં વસેલું આ સુંદર કૉટેજ શિમલાના મૉલ રોડથી 15 મિનિટના અંતરે વસેલું છે. અહીં પહોચવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ટેક્સી સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે. 150 વર્ષ જુના આ કૉટેજની આસપાસ લીલાછમ મેદાનો છે. આસપાસ કોંક્રીટની દિવાલોથી સજેલા આ કૉટેજ અનેક પ્રકારના સુંદર ફુલો અને બગીચાની વચ્ચે વસ્યું છે. અહીં આસપાસનો માહોલ શાંત છે.
સરનામુઃ છોટા શિમલા, હિમાચલ પ્રદેશ 171009
પાત્લિડૂન સફારી લૉજ, નૈનીતાલ
નૈનીતાલમાં એકમાત્ર એવું કોટેજ છે, જ્યાં તમે તમારી પ્રકૃતિના સુંદર નજારાની સાથે સાથે જંગલ વ્યૂનો આનંદ ઉઠાવવાની તક મળે છે. પુરી સુરક્ષા અંતર્ગત જંગલની વચ્ચોવચ રહેવાની તક મળી જાય તો જીવનનો એક અલગ જ અનુભવ થાય છે. પોતાના પાર્ટનરની સાથે શાંતિથી સમય વિતાવવા માટે આ એક પરફેક્ટ પ્લેસ છે. અહીંથી પાછા ફરવાનું મન નહીં થાય તેતો ચોક્કસ છે.
સરનામુઃ જિમ કૉર્બેટ નેશનલ પાર્ક, મોહન, ઉત્તરાખંડ 244715
ફૉગ હિલ્સ કૉટેજ, મનાલી
પહાડીઓથી ઘેરાયેલું મનાલી એક બાજુ તેના સુંદર દ્રશ્યો માટે ફેમસ છે તો બીજી બાજુ અહીંનો ફોગહિલ્સ મનાલી કૉટેજ સ્ટે પણ ઘણો ફેમસ છે. કપલ્સ માટે તો આ બિલકુલ પરફેક્ટ જગ્યા છે. લાકડાના બનેલા આ કોટેજમાં તમે તમારી રજાઓ શાંતિથી પસાર કરી શકો છો. પોતાના પાર્ટનરની સાથે સમય પસાર કરવા માટે આ એક પરફેક્ટ પ્લેસ છે.
સરનામુઃ પ્રિણી, મનાલી, હિમાચલ પ્રદેશ 175103