હિમાચલ પ્રદેશ
પહાડોની સુંદરતાનું એક અલગ જ આકર્ષણ હોય છે અને જો તમે પર્વત પ્રેમી છો તો હિમાચલ પ્રદેશ જેવા સુંદર પહાડો ધરાવતી જગ્યા તમારા લિસ્ટમાં સૌથી ઉપર હોવી જોઈએ. આ જગ્યા પ્રાકૃતિક પહાડ, ધોધ, મેદાનોની સુંદરતા માટે તો જાણીતી જ છે પરંતુ તેની સાથે માનવનિર્મિત પણ એવી ઘણી જગ્યાઓ છે જે આકર્ષણનું કેન્દ્ર છે. આ પુલ પરિવહનને સહેલા બનાવવાની સાથે સાથે તેની બનાવટ માટે પણ જાણીતી છે. આજે અમે હિમાચલના કેટલાક સુંદર પુલોની જાણકારી લઈને આવ્યા છીએ જેને જોઈને નજર હટથી નથી.
૧. કંદરોર બ્રિજ , બિલાસપુર
આ પુલ બિલાસપુરથી હમીરપુરના રસ્તામાં પડે છે. આ પુલ અમુક વર્ષો પહેલા ભારતનો સૌથી ઉંચો પુલ હતો. આ પુલ સતલજ નદી અને આસપાસના પહાડોનું સુંદર દ્રશ્ય પ્રસ્તુત કરે છે. નદીના પાણીની સાથે તરતી ચુના પથ્થરની ખડકો પણ જોવા મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીની સુંદરતા કેદ કરવા માટે પોતાની સાથે કેમેરા અથવા મોબાઈલ સાથે જરૂર રાખવા.
૨. શોંગટોંગ બ્રિજ, કિન્નોર
શોંગટોંગ બ્રિજ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં સ્થિત છે. આ સુંદર પુલ રેક્કોન્ગ પેઓ કિન્નોરના રસ્તામાં છે. રેક્કોન્ગ પેઓથી માત્ર ૩૦ કી.મી. પહેલા તિબ્બ્તી પ્રાર્થના ઝંડાઓથી ભરેલ એક પુલ અહી જોવા મળે છે. બ્રિજ એક અદભુત સ્થાનની આસપાસ છે જ્યાંથી બરફથી ઢંકાયેલ પહાડ , લીલાછમ જંગલોથી ઘેરાયેલ પહાડ, વહેતી એક નદી અને કિન્નોરમાં હિમાલયના ઊંડાણ સુધી જતો રસ્તો જોઈ શકાય છે. જો તમે કિન્નોરની યાત્રા કરો છો તો આ જગ્યા અને રસ્તામાં આવતા સૌથી સુંદર આ પુલની યાત્રા જરૂર કરવી.
૩. ચિચમ બ્રિજ
ચિચમ બ્રિજ આખા એશિયામાં બનેલ સૌથી ઉંચાઈ પર બનેલ બ્રિજ છે. જો તમે ખીણોને નજીકથી જોવા ઈચ્છો છો તો તમારે અહી આવવું જોઈએ. ચિચમ હિમાલયનું એક નાનું ગામ છે જે ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણની ઉપર સ્ટીલના પુલ માટે જાણીતું છે. આ પુલ ૧૫૦ મીટર ઉંચો છે જેને બનવામાં ૧૪ વર્ષનો સમય લાગ્યો હતો અને તેની પહેલા ગામમાં એક ખતરનાખ રોપવે ઉપયોગ કરતા હતા. બાઈકર્સ અને ફોટોગ્રાફર્સ માટે આ એક સારી જગ્યા છે. આ એક અદભુત દ્રશ્ય પ્રસ્તુત કરે છે.
૪. ચંદ્રા બ્રિજ
ચંદ્રા બ્રિજ ચંદ્રા નદી પર છે. અહી તમે ચંદ્રા નદીના સુંદર નજારા અને સ્નોફોલ પણ જોઈ શકો છો. પહાડોની સુંદરતા ખુબ જ આકર્ષક હોય છે. તમે અટલ ટનલને પાર કરીને ત્યાં જઈ શકો છો. ચંદ્રા પુલની એક તરફ તમે કોકસર ગામ (લગભગ ૬-૭ કી.મી.) જઈ શકો છો અને બીજી તરફ સીસું તળાવ, સીસું વોટરફોલ(લગભગ ૪-૫ કી.મી.) જઈ શકાય છે. તેની સિવાય તમે રોહતાંગ પાસ પણ જઈ શકાય છે. આ જગ્યા ખુબ જ શાનદાર છે.
૫. બુરવા બ્રિજ
શું તમે ક્યારેય હિમાચલ પ્રદેશના મનાલીના આ પુલ પર ગયા છો? આ નેહરુકુંડ પુલ અને બુરવા પુલ જેવા અન્ય નામોથી પણ પ્રસિદ્ધ છે. આ પુલ તિબ્બ્તી ઝંડાઓથી સજાયેલો છે જે તેની સુંદરતામાં વધારો કરે છે. મનાલી અને શિમલાની તમારી હવે પછીની યાત્રામાં આ પુલ અવશ્ય જોવા માટે યોગ્ય સ્થાન છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ