વરસાદની મોસમ એટલે કપલ્સ માટે રોમાંસ અને પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો સમય. જો તમે એવા લોકોની યાદીમાં સામેલ છો જેઓ આખું વર્ષ આ સિઝનની રાહ જુએ છે અને પછી પોતાના પાર્ટનર સાથે રોમેન્ટિક ડેસ્ટિનેશન ટ્રિપ પર જાય છે, તો હવે સમય આવી ગયો છે. અમદાવાદ સહિત અનેક જગ્યાએ વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. આ સિઝનમાં તમે તમારા પાર્ટનર સાથે આ જગ્યાઓ પર ફરવા જઈ શકો છો.
રાનીખેત, ઉત્તરાખંડ
ચોમાસામાં આ સ્થળની સુંદરતા વધી જાય છે. અહીંની સુંદરતા પણ પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આ સ્થળે વિવિધ શહેરોમાંથી લોકો આવે છે. જો તમે શાંતિની થોડી ક્ષણો પસાર કરવા માંગતા હોવ તો તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો.
રાનીખેત એ એક નાનું પરંતુ ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે જે બ્રિટિશરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે દરિયાની સપાટીથી 1824 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું દેવદાર અને ઓકના વૃક્ષોથી ઘેરાયેલું રાનીખેત એ પ્રકૃતિ પ્રેમીઓનું સ્વર્ગ છે. અહીંનું શાંત વાતાવરણ અને દરેક કણમાં પથરાયેલું પ્રકૃતિનું અનોખું સૌંદર્ય જોઈને પ્રવાસી પોતાને પ્રકૃતિની નજીક અનુભવે છે. દૂર દૂર સુધીની ખીણો, પાઈન અને દેવદારના વૃક્ષોના ગાઢ જંગલો, ફૂલોથી આચ્છાદિત વાંકાચૂંકા રસ્તાઓ, સુંદર સ્થાપત્ય સાથેના પ્રાચીન મંદિરો અને ઠંડી હવાઓ પ્રવાસીઓને મોહિત કરે છે. શહેરના ઘોંઘાટથી દૂર પ્રદૂષણ મુક્ત ગ્રામીણ વાતાવરણની અદભૂત સુંદરતા આપણા મનમાં વસી જાય છે.
રાનીખેતના પ્રસિદ્ધ પર્યટન સ્થળ
રાનીખેતમાં, તમને ચૌબટિયા ગાર્ડન, ગોલ્ફ ગ્રાઉન્ડ (ગોલ્ફ કોર્સ), રાણી તળાવ, એડવેન્ચર પાર્ક, આશિયાના પાર્ક, ઝુલા દેવી મંદિર, કાલિકા દેવી મંદિર, બિનસર મહાદેવ મંદિર, ભાલુ ડેમ અને કુમાઉ રેજિમેન્ટલ સેન્ટર વગેરે જોવા મળશે, જે પ્રખ્યાત છે. જેનો રાનીખેત માટે પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની યાદીમાં સમાવેશ થાય છે.
રાનીખેત કેવી રીતે પહોંચવું?
ફ્લાઇટ દ્વારા રાનીખેત કેવી રીતે પહોંચવું?
ડુંગરાળ પ્રદેશ હોવાથી રાનીખેતમાં કોઈ એરપોર્ટ નથી. રાનીખેતનું સૌથી નજીકનું એરપોર્ટ પંતનગરમાં છે, જે લગભગ 115 કિમી દૂર છે. પંતનગર એરપોર્ટથી કેબ અથવા ટેક્સી દ્વારા રસ્તા દ્વારા રાનીખેત પહોંચી શકાય છે, જેમાં લગભગ 3-4 કલાકનો સમય લાગે છે.
ટ્રેન દ્વારા રાનીખેત કેવી રીતે જવું?
કાઠગોદામ રેલ્વે સ્ટેશન રાનીખેતથી 88 કિમીના અંતરે છે. દિલ્હી, દેહરાદૂન અને અન્ય શહેરોથી કાઠગોદામ માટે સીધી ટ્રેન ઉપલબ્ધ છે. તમે કાઠગોદામથી ટેક્સી, કેબ અથવા બસ દ્વારા રાનીખેત પહોંચી શકો છો.
રસ્તા દ્વારા રાનીખેત કેવી રીતે પહોંચવું?
સીધો રાનીખેત પહોંચવાનો એકમાત્ર રસ્તો રોડ છે. તે નેશનલ હાઈવે 87 દ્વારા દેશના દરેક રાજ્ય સાથે જોડાયેલ છે. તમે પહાડોની સુંદરતા અને પ્રકૃતિના રમણીય નજારાનો આનંદ લઈને કાર અથવા ટેક્સી દ્વારા રોડ માર્ગે રાનીખેત પહોંચી શકો છો.
પહેલગામ, જમ્મુ અને કાશ્મીર
શેષનાગ તળાવ અને લિડલ નદીના સંગમ વચ્ચે આવેલું પહેલગામ ખૂબ જ સુંદર છે. તે કાશ્મીરના સૌથી સુંદર શહેરોમાંનું એક છે. બેતાબ વેલી, ચંદવારી, અરુ વેલી, લિડલ રિવર જેવા સ્થળો એક્સપ્લોર કરો.તે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે પણ ઓળખાય છે, આ સ્થળ જમ્મુ અને કાશ્મીર ખીણના અનંતનાગ જિલ્લામાં આવેલું છે. તે ભારતનું સૌથી સુંદર અને પ્રખ્યાત હિલ સ્ટેશન છે. પહેલગામ એ કાશ્મીરમાં સૌથી વધુ જોવાલાયક સ્થળોમાંનું એક છે.
પહેલગામની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 2,740 મીટર છે. જો કે પહેલગામમાં ઘણા એડવેન્ચર્સ થાય છે પરંતુ પહલગામ કેટલાક ખાસ એડવેન્ચર્સ માટે ખુબ પ્રખ્યાત છે. પહેલગામ ટ્રેકિંગ અને માછીમારી માટે ખૂબ પ્રખ્યાત છે.
પહેલગામમાં બે નદીઓ વહે છે, લિડર નદી અને શેષનાગ નદી, જે બંને ખૂબ જ સુંદર છે. અને તેમનું પાણી એટલું ચોખ્ખું છે કે આવું સ્વચ્છ પાણી તમે બીજે ક્યાંય જોયું નહીં હોય. પહેલગામમાં તમને આ સુંદર નદીઓ પર રિવર રાફ્ટિંગ કરવાનો મોકો પણ મળે છે.
પહેલગામ શ્રીનગરથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલું છે. પહેલગામ તેના લીલાછમ ઘાસના મેદાનો, ગાઢ જંગલો અને સુંદર નદીઓના અદભૂત નજારા માટે જાણીતું છે. જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં શરૂ થતી અમરનાથની યાત્રા માટે પહેલગામ પણ પ્રખ્યાત છે. તમે બસ અથવા ટેક્સીની મદદથી
શ્રીનગરથી પહેલગામ પહોંચી શકો છો.
ઓરછા, મધ્યપ્રદેશ
ઓરછાની મુલાકાત લેવા માટે ચોમાસાની ઋતુ શ્રેષ્ઠ છે. ઓરછા બેતવા નદીના કિનારે આવેલું છે. અહીં તમને ઘણા કિલ્લાઓ અને મંદિરો જોવા મળશે. મધ્યપ્રદેશના આ શહેરની મુલાકાત લેવા માટે ચોમાસાની ઋતુનો આનંદ માણો.
ઓરછા કિલ્લો મધ્ય પ્રદેશમાં ઝાંસીથી 16 કિમીના અંતરે બેતવા નદીના એક ટાપુ પર સ્થિત છે. ઓરછા કિલ્લો 16મી સદીમાં બુંદેલા વંશના રાજા રુદ્ર પ્રતાપ સિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાનું મુખ્ય આકર્ષણ રાજા મહેલ છે, જે જટિલ સ્થાપત્યને દર્શાવે છે. આ કિલ્લામાં, રાજા મહેલની સાથે, પ્રવાસીઓને આકર્ષવા માટે શીશ મહેલ, ફૂલ બાગ, રાય પ્રવીણ મહેલ અને જહાંગીર મહેલ જેવા ઘણા આકર્ષણો છે, જે આ કિલ્લાના આકર્ષણને વધારવાનું કામ કરે છે. જ્યારે કિલ્લાના એક ભાગને રામ રાજા મંદિરમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે, આ મંદિર દેશમાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ભગવાન રામને રાજા રામ તરીકે પૂજવામાં આવે છે.
આ કિલ્લો મધ્યપ્રદેશમાં પ્રવાસીઓ તેમજ ઈતિહાસ અને સ્થાપત્ય પ્રેમીઓ માટે પણ યોગ્ય સ્થળ છે, જે દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષે છે.
ઓરછામાં જોવાલાયક સ્થળો
ચતુર્ભુજ મંદિર
લક્ષ્મી નારાયણ મંદિર
દાઉ જી કી હવેલી
સુંદર મહેલ
છત્રીઓ
ઓરછા વન્યજીવ અભયારણ્ય
વેતબા નદી
જો તમે ઓરછા કિલ્લાની મુલાકાત લેવા માટે ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હો, તો ટ્રેનમાં મુસાફરી કરવી તમારા માટે આરામદાયક અને શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે કારણ કે ઓરછાનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ઝાંસીમાં આવેલું છે, જે ઓરછા કિલ્લાથી માત્ર 18 કિલોમીટરના અંતરે આવેલું છે.
ઉદયપુર, રાજસ્થાન
ગરમીમાંથી રાહત મેળવ્યા બાદ હળવા વરસાદમાં ઉદયપુરમાં ફરવા જઈ શકાય છે. આ સ્થળ 'સરોવરોના શહેર' તરીકે ઓળખાય છે.
ખૂબ જ સુંદર કિલ્લા, રંગબેરંગી બજારથી સુશોભિત, ઉદયપુર એ મહારાજાઓની જીવનશૈલી જોવા માટે આદર્શ સ્થળ છે. અહીં તમે ફતેહ સાગર તળાવ, પિછોલા તળાવ અને અન્ય ઘણા તળાવોમાં બોટિંગ કરી શકો છો.
ઉદયપુર શહેરની સ્થાપના વર્ષ 1559માં મહારાણા ઉદય સિંહ દ્ધિતીય દ્વારા કરવામાં આવી હતી. આ શહેરની રચના મેવાડ રાજ્યની રાજધાની તરીકે કરવામાં આવી હતી. ઉદયપુર શહેરની રચના પાછળ ઘણી દંતકથાઓ છે. એક રસપ્રદ વાર્તા છે કે એક વખત મહારાણા ઉદય સિંહ અરવલ્લી પહાડોની વચ્ચે તેમના શિકાર અભિયાન પર હતા અને તેઓ એક પવિત્ર ઋષિને મળ્યા. ઋષિએ સૂચવ્યું કે રાજા આ ફળદ્રુપ પ્રદેશની નજીક એક રાજ્યની સ્થાપના કરે અને તેમણે ઉદયપુર શહેરનું નિર્માણ કરવાનું નક્કી કર્યું કારણ કે તેનો પાયો ઇસ.1557 માં નાખવામાં આવ્યો હતો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો