પહાડોમાં દરેક વ્યક્તિને સુકુન અને શાંતિ મળતા હોય છે. હિમાલયના પહાડોમાં વસેલા શહેરો એ માત્ર શહેરો નહીં પરંતુ એક લાગણી છે જ્યાં વારંવાર જવાની ઈચ્છા આપણને થતી હોય છે. અહીંની સંસ્કૃતિ અને સભ્યતાને જો નજીકથી ઓળખીએ તો આપણે ઘણી સરળતાથી અહીંયા સૌ સાથે મળી જઈ શકીએ છીએ.
તમારે આ નાના શહેરોને નજીકથી ઓળખવા હોય તો અહીંના તહેવારોનો ભાગ બનવું જોઈએ. અહીંના લોકો બહુ ઉમળકાભેર તમારું સ્વાગત કરશે અને ઠંડા વાતાવરણમાં પણ તમને હુંફાળું વાતાવરણ પૂરું પાડશે. માટે પહાડો વચ્ચે થતા આ તહેવારો જોવા તમારે જરૂરથી જવું જોઈએ.
હેમીસ ફેસ્ટિવલ, લદ્દાખ
આ તહેવાર અહીંના સ્થાનિક દેવતા ભગવાન પદ્મસંભવની જન્મજયંતી રૂપે ઉજવવામાં આવે છે. એમણે અહીંયા તાંત્રિક બૌદ્ધ ધર્મનું સ્થાપના કરી હતી. આ તહેવારમાં એક મુખૌટાવાળું નૃત્ય કરવામાં આવે છે જે ખરાબ પર સારાની જીત દર્શાવે છે. આ તહેવાર જોવા મતે અહીંયા દર વર્ષે વિશ્વભરના પર્યટકો આવે છે. આ તહેવાર દરમિયાન ડાન્સ, સંગીત અને પ્રાર્થનાનો અનોખો અનુભવ થાય છે.
ક્યાં: હેમીસ જંગચુબ ચોલિંગ મઠ, લદ્દાખ, લેહથી 45 કિમી
ક્યારે: 8 જુલાઈ થી 15 જુલાઈ 2019 , તિબેટી મહિનાના ચંદ્ર કેલેન્ડરના દસમા દિવસે
હરિયાળી ત્રીજ, કિન્નોર
હરિયાળી ત્રીજ એ ઉપજની ઉજવણીનો તહેવાર છે. શ્રાવણ મહિનામાં વરસાદના સંકેતો દેખાવાની ખુશીમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. શીમળાના કિન્નોરની ડખરામ અને લાહૌલ ઘાટીમાં જુબ્બલ અને શેગતસમ ના નામે પણ ઓળખાય છે. આ તહેવારમાં મહિલાઓ પારંપરિક વસ્ત્રો, સોનાના આભૂષણો વગેરે પહરે છે. આ તહેવારમાં પરિવારના કોઈ સદસ્ય દ્વારા પાંચથી સાત પ્રકારના અનાજને એક કુંડામાં વાવીને ભગવાનની બાજુમાં રાખવામાં આવે છે. આ દિવસે બળદ નથી જોડવામાં આવતા અને લોકો દુર્લભ ફૂલોની માળા પહેરીને નૃત્ય અને ગીત સંગીત કરે છે.
ક્યાં: નાગ નાગપી, સીબ્બન દ થાન, પિરોન વિરોંકા થાન જેવા મેળા યોજવામાં આવે છે. સ્થાનિક નાયકો સુકરાત અને બીનચીના બલિદાનને યાદ કરવામાં આવે છે.
ક્યારે: 3 ઓગસ્ટ, 2019
લાદરચા ફેસ્ટિવલ, સ્પીતી
સ્પીતી, લદ્દાખ અને કિન્નરોના લોકો કાજાનો લાદરચા ફેસ્ટિવલ ધામધૂમથી ઉજવે છે. ભારત અને તિબેટના વ્યાપારિક સંબંધો મજબૂત કરવા મતે આ યોજવામાં આવે છે અને સ્થાનિક તથા વિશ્વભરના લોકોને આકર્ષે છે.
શરૂઆતમાં ત્રણેય જિલ્લાના વેપારીઓ આ તહેવારમાં સ્ટોલ લગાવતા હતા. આભૂષણ, કપડાં, વાસણ, પ્લાસ્ટિકનો સમાન, અનાજ, યાક, પશુધન અને ઘોડાનો વેપાર કરતા. હવે કોઈ પણ ચામ બુકાન નૃત્ય, બૌદ્ધ ઉપદેશ, તીરંદાજી, તિબેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, ભૂટાન, લદ્દાખ, સિક્કિમ,કિન્નોર, અને નેપાળના કલાકારો અહીંયા પ્રસ્તુતિ કરી શકે છે. અને બહારથી આવેલ લોકો સાથે સ્થાનિકોના ભોજનનું આયોજન કરવામાં આવે છે.
ક્યારે: 15 થી 20 ઓગસ્ટ, 2019
ક્યાં: સ્પીતીના કાજામાં
કુલપતિ અને દસેન ફેસ્ટિવલ, દાર્જિલિંગ
દુર્ગા પૂજા સમયે ઉજવવામાં આવતો કુલપતિ એક નેપાળી તહેવાર છે. એને દશેરાની જેમ જ 10 દિવસ મતે ઉજવવામાં આવે છે. દાર્જિલિંગના લોકો આ તહેવારમાં ઘુમર મઠથી મુખ્ય શહેર સુધી અલગ અલગ પ્રકારના નૃત્ય કરે છે. અને આ બધું જ પ્રકૃતિની પૂજા માટે કરવામાં આવે છે.
દસેન એક એવો તહેવાર છે જે સિક્કિમના નેપાળી હિંદુઓ ઉજવે છે. એ અસત્ય પર સત્યની જીતની ઉજવણી છે. આમ દેખાડવામાં આવે છે કે કઈ રીતે માતા દુર્ગા એ મહીસાસુરનો વધ કર્યો હતો. આ બિલકુલ કુલપતિ, મહા અષ્ટમી, કાલરાત્રિ, નવમી, અને વિજયાદશમી જેવો જ તહેવાર છે.
ક્યાં : દાર્જિલિંગના ઘુમર મઠ અને સિક્કિમ
ક્યારે: દશેરા આસપાસ, 8 ઓક્ટોબર, 2019
ફૂલિચ ફેસ્ટિવલ, કિન્નોર
સાત દિવસના ફૂલિચ ફેસ્ટિવલનો મતલબ છે ફૂલોનો તહેવાર, કિન્નોર ઘાટીમાં ઉગતા ફૂલો સાથે આ તહેવાર સંકળાયેલો છે. પહેલા દિવસે ગામડાના લોકો લાદરા ફૂલો ભેગા કરવા ઢોલ નાગર સાથે જાય છે. સ્થાનિકો નાચે ગાય છે અને 18 મી રાત્રે કરિશ્માઈ સંગીત ગાઈને આ તહેવાર ઉજવે છે.
પોતાના પૂર્વજોને યાદ કરીને લોકો ચોખા, દારૂ અને ભોજન બનાવે છે જે ગરીબોમાં વહેંચવામાં આવે છે. અને પછી ધંગસપા પરિવારના ઘરે જઈને એ લોકોનું સન્માન કરે છે.
ક્યારે: ભાદ્રપદ હિન્દૂ મહિનાના 16 માં દિવસે ફુલીચની શરૂઆત થાય છે. ગયા વર્ષે એ 30 ઓક્ટોબરએ હતો.
ક્યાં: કલ્પા, કિન્નોર અને સાંગલા
આઈસ સ્કેટિંગ કાર્નિવલ, શિમલા
આ તહેવાર શિમલાનાં ઓપન આઈસ સ્કેટિંગ રિંગમાં આયોજિત કરવામાં આવે છે. આ એશિયાનો સૌથી મોટો આઈસ સ્કેટિંગ ફેસ્ટિવલ છે જે પીર પંજર , ધોલા ધાર, શિવાલિક અને હિમાલયની પહાડીઓ પાસે કરવામાં આવે છે. અહીંની શીતળતા અને આનંદ તમને રોમાંચિત કરી દેશે. આ કાર્નિવલને સ્કેટિંગ ક્લબ ઓફ શિમલા છેલ્લા 60 વર્ષથી સફળતાપૂર્વક સંચાલિત કરી રહી છે.
આઈસ સ્કેટિંગ, સ્કીઈંગ. ફિગર સ્કેટિંગ, ચેન ટેગ, સ્પીડ હોકી, વગેરે રમતો અહીંયા આ તહેવાર દરમિયાન કરવામાં આવે છે. ફેન્સી ડ્રેસ અને અન્ય ડાન્સ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો તો ખરા જ. ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો આ કાર્નિવલ એ ઓલંપિકથી કમ નથી!
ક્યાં: શિમલા, હિમાચલ પ્રદેશ
ક્યારે: 1 ડિસેમ્બર 2019 થી 28 ફેબ્રુઆરી 2020
ફેસ્ટિવલનો સમય: 3 મહિના
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.