મજાક-મસ્તીનો યુગ હંમેશાથી રહ્યો છે. જોક્સની વિશેષતા એ છે કે તે ગમે તેટલો સારો હોય, ફક્ત એક જ વાર હસુ આવે છે. ફરવાની બાબતમાં પણ કંઇક આવું જ જોવા મળે છે. આખી દુનિયા જોઇ લીધી હોય તો પણ દિલમાં ઇચ્છા તો કોઇ નવી જગ્યા શોધવાની જ હોય છે. આખા હિમાચલમાં ફર્યા પછી નવી જગ્યા શોધવી મુશ્કેલ છે. ચાલો આ મુશ્કેલી થોડી સરળ બનાવીએ. જો તમે પણ બરોટ નામથી વધારે વાકેફ નથી, તો તમે હિમાચલમાં છુપાયેલા આ સ્વર્ગથી પરીચિત થવાનો પ્લાન બનાવી શકો છો.
શું છે ખાસ બરોટમાં ?
કેટલાક લોકો આ બરોટને બડૌત વેલી તરીકે પણ ઓળખે છે. મનાલી અને કુલુ પછી લોકો નવી જગ્યાની શોધમાં બરોટ વેલી પહોંચે છે. જો બરોટની તુલના નજીકના અન્ય સ્થળો સાથે કરવામાં આવે તો કામ થોડા ઓછા ખર્ચે થઇ જાય છે અને ભીડનો સામનો પણ નથી કરવો પડતો.
જો તમે ફરવાનો પ્લાન બનાવી લીધો છે તો ચોમાસા સિવાય કોઈપણ ઋતુ પસંદ કરો. અને વધુમાં વધુ ત્રણ દિવસ માટે જ પ્લાન બનાવો.
1. ઉહલ નદી
થમસર ગ્લેશિયરનું ઠંડું પાણી અહીંથી ઉહલ નદીના રૂપમાં પસાર થાય છે. આ ઠંડા પાણીમાં ન્હાવાની તકનો ખૂબ સમજી વિચારીને ઉપયોગ કરો. લોકો અહીં કેમ્પ નાંખે છે અને માછીમારી પણ કરે છે. બરોટના મુખ્ય આકર્ષણોમાં ઉહલ નદીનું નામ ટોચ પર છે.
2. નારગૂ વન્યજીવ અભયારણ્ય
ઉહલ નદી પછી, અન્ય મુખ્ય આકર્ષણોમાં નારગુનું વન્યજીવ અભયારણ્ય છે. હિમાલયન મોનાલ, બ્લેક બિયર અને ઘોરાયલની ઘણી પ્રજાતિઓ અહીં જોવા મળશે. કુલ્લુ તરફ ટ્રેકિંગ કરીને, તમે આ અભયારણ્ય સુધી પહોંચી શકશો.
3. બરોટ મંદિર
દેવ પાશાકોટ મંદિર ઉહલ નદીના કિનારે આવેલું છે. અહીં પહોંચવા માટે તમારે લગભગ 15 મિનિટ સુધી ટ્રેકિંગ કરવું પડશે.
4. ચુરાહ વેલી
ચુરાહ ખીણ મંડી જિલ્લામાં સ્થિત છે. બરોટ ખીણ ચુરાહ ખીણનો એક ભાગ છે, જેમાં ઝીંગરી ગામ અને હુરાંગ નારાયણ મંદિર જોવાલાયક છે. અહીં દર વર્ષે મંડી શિવરાત્રી નામનો તહેવાર પણ ઉજવવામાં આવે છે.
બરોટ ખીણમાં શું કરવું
1. ટ્રેકિંગ
બરોટ ટ્રેકિંગના શોખીનો માટે સ્વર્ગ સમાન છે. અહીં તમે ટ્રેકિંગ માટે કુલુ, મનાલી, બિલિંગ અને કોઠી જઈ શકો છો. બરોટથી કોઠી સુધીનો ટ્રેક જંગલમાંથી પસાર થતો 13 કિમી લાંબો ટ્રેક છે. જો તમે વાસ્તવિક પ્રકૃતિનો આનંદ માણવા માંગતા હો, તો અહીં આવવાનું ભૂલશો નહીં.
2. માછીમારી
ટ્રાઉટ માછલીઓને પકડવાનો અહીં ખૂબ જ શોખ છે. લોકો મોટી સંખ્યામાં માછલી પકડવા આવે છે. આ માટે તમારે ફક્ત ટ્રાઉટ ફોર્મ ઓફિસની પરવાનગીની જરૂર છે. જો તમે ક્યારેય માછલી ન પકડી હોય, તો તમે અહીંથી શરૂઆત કરી શકો છો.
બરોટ સુધી પહોંચવું એકદમ સરળ છે
મંડી જિલ્લામાં પડતી આ ખીણ મંડીથી 66 કિમી દૂર છે. પરંતુ તે મંડીની અંદર જ આવે છે. તમે અહીં બે રીતે પહોંચી શકો છો. પ્રથમ રસ્તો મંડીથી આવે છે અને બીજો જોગીન્દર નગરથી આવે છે.
બાય રોડ- બરોટ માટે મંડી, જોગીન્દરનગર અને પાલમપુરથી બસો ઉપલબ્ધ છે. કોઠીકોઢ, બડા ગ્રેઇન અને લાહુર્દી જતી બસો પણ બરોટ પાસેથી પસાર થાય છે.
બસનું ભાડું ₹950 સુધી રહેશે.
ટ્રેન રૂટ- બરોટનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન જોગીન્દર નગર છે જે ફક્ત નેરોગેજ ટોય ટ્રેનો માટે છે છે. ટોય ટ્રેન પઠાણકોટથી જોગીન્દર નગર માટે ઉપલબ્ધ રહેશે અને પઠાણકોટ સુધી ટ્રેન દિલ્હી થઈને જશે. દિલ્હીથી પઠાણકોટ સુધી સ્લીપરનું ભાડું ₹325 છે અને AC 3 ટાયરનું ભાડું ₹885 છે.
તમે ઉપરની તસવીરમાં પઠાણકોટથી જોગીન્દર નગર સુધીનું ભાડું જોઈ શકો છો.
હવાઈ માર્ગે- સૌથી નજીકનું એરપોર્ટ ગગ્ગલ છે, જેનું દિલ્હીથી હવાઈ ભાડું ₹5,000 જેટલું છે. અહીંથી તમને બરોટ જવા માટે ટેક્સી મળી જશે.
અન્ય માર્ગો - બીજો રસ્તો હતો ટ્રોલી સિસ્ટમનો. તે 1975માં બનાવવામાં આવ્યો હતો. તે સમયે અહીં રોડ બનાવવામાં આવ્યો ન હતો. ત્યારે લોકો જોગીન્દર નગરથી બરોટ સુધી ટ્રોલી દ્વારા જ જતા હતા. હાલમાં તે પંજાબ રાજ્ય વિદ્યુત વિભાગ હેઠળ છે અને તે માત્ર ખાસ તહેવારો પર ચલાવવામાં આવે છે.
જવાનો શ્રેષ્ઠ સમય
ચોમાસા સિવાય ગમે ત્યારે. જો તમે ચોમાસામાં જાઓ છો, તો તમે ઘણા આકર્ષણોને ચૂકી જશો. તેનું કારણ એ છે કે અહીં વરસાદ દરમિયાન વાદળો ફાટે છે. ભારે વરસાદથી તમામ તમારા તમામ પ્લાન બગડી જશે. શિયાળામાં લોકો ઓછા આવે છે અને ઉનાળાની ઋતુમાં તાપમાન 16 ડિગ્રી હોવાથી બધી જગ્યાઓ પર લોકોનો જમાવડો રહેતો હોય છે.
Tripoto ટિપ્સ
1. બરોટ ખીણમાં જઇ રહ્યા છો તમે, નાનીના ઘરે નહીં. એટલા માટે હોટેલથી લઈને બસ સુધીની દરેક વસ્તુ માટે અગાઉથી ટિકિટ બુક કરો. સદ્ભાગ્ય, જો છેલ્લી ક્ષણે ટિકિટ બુક નહીં થાય, તો તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
2. જો તમે ઉનાળામાં જઈ રહ્યા હોવ તો પણ તમારી સાથે સ્વેટર અને અન્ય ગરમ કપડાં લો. રાત્રિ દરમિયાન તાપમાનમાં ઝડપથી ઘટાડો થાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો