ઈન્ટરનેશનલ હોલિડેઝ માણવાની ઈચ્છા કોને ન થાય .ફોટોઝ કે વીડિયોઝમાં જે પોપ્યુલર જગ્યાઓ જોઈ હોય એને નજરોનજર જોવાનો લહાવો લેવાનું મન તો આપને પણ થતું હશે. જો આપને વિદેશમાં ફરવાની થઈ હોય ઈચ્છા અને બજેટની કરતા હો ચિંતા તો ભુલી જાવ. આ ચિંતા ઉડી જશે હવામાં કારણ કે આ આર્ટિકલમાં તમને મળશે એ તમામ જાણકારી જે તમારી બૅંગકોકની સફરને બનાવશે આસાન.
બૅંગકોક...એક રંગીન શહેર...થાઈલેન્ડની રાજધાની છે બૅંગકોક અને એટલે જ થાઈલેન્ડનું સૌથી બિઝી રહેતું શહેર છે. પણ પ્રવાસીઓ અહીં મોજમસ્તી અને એડવેન્ચર, શાંતિ અને સુકુનનો અનુભવ કરતા હોય છે..અને એટલે જ તો બૅંગકોકની બજારો કે ત્યાંના સ્ટાર અટ્રેક્શન્સ આખું વર્ષ ધમધમતા રહે છે. તો ચાલો તમને પહોંચાડીએ બૅંગકોકના પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ્સ પર.
બૅંગકોકના ટોપ 10 ટુરિસ્ટ અટ્રેક્શન
1. સિયામ ઓશન વર્લ્ડ
2. ડ્રીમવર્લ્ડ અમ્યુઝમેન્ટ પાર્ક
3. વાટ અરુણ
4. સિયામ પાર્ક સિટી
5. સફારી વર્લ્ડ
6. મહાનખોન ઓબ્ઝર્વેટરી સ્કાયવોક
7. ફ્લોટિંગ માર્કેટ
8. લુમફિની પાર્ક
9. ધ ગ્રાન્ડ પેલેસ
10. કેનાલ ફેરી
થાઈલેન્ડની રાજધાની છે એટલે સ્વાભાવિક રીતે ધમધમતુ શહેર છે બૅંગકૉક કે જ્યાં કેટલાક બ્યુટિફુલ ટુરિસ્ટ પ્લેસીસની વિઝિટ તમે કરી શકો છો...આ આર્ટિકલમાં તમને જણાવીશું એવા ટુરિસ્ટ સ્પૉટ અને રિલિજિયસ પ્લેસ કે જે ઘણાં જ પોપ્યુલર છે...
સિયામ ઓશન વર્લ્ડ – સી લાઈફ ઓશન વર્લ્ડ
સાઉથ-ઈસ્ટ એશિયાનું ફેમસ સિયામ ઓશન વર્લ્ડ એક્વેરિયમ છે સૌથી વિશાળ...અહીં તમને અલગ અલગ પ્રજાતિની રંગબેરંગી, ખૂબસૂરત માછલીઓ જોવા મળે છે તો સાથો સાથ પેંગ્વિનની પણ 400થી વધારે પ્રજાતિઓ જોઈ શકો છો. ત્યાં સુધી કે શાર્ક અને પેંગ્વિનની વચ્ચે પાણીમાં ડુબકી મારીને ઘુમવાની મજા પણ માણી શકો છો. આ એક્વેરિયમ થાઈલેન્ડમાં ફરવાની પોપ્યુલર જગ્યાઓમાંથી એક છે અને આ એક્વેરિયમ નાના બચ્ચાઓથી લઈને મોટેરા સુધી બધાને આવે છે પસંદ...પાર્કમાં પાંચ ઝોન છે જેમાં વોટરપાર્ક, એક્સ ઝોન, ફેમિલી ઝોન, ફેન્ટસી વર્લ્ડ અને સ્મોલ વર્લ્ડ આવેલા છે. પાર્કનું સૌથી મોટું આકર્ષણ છે વોર્ટેક્સ રોલર કોસ્ટરરાઈડ જે એક્સ ઝોનમાં આવેલી છે.
- ટાઈમિંગ - સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી
- એન્ટ્રી ફી- 1000 THB
ડ્રીમવર્લ્ડ અમ્યુઝમેન્ટ પાર્ક
ડ્રીમવર્લ્ડ અમ્યુઝમેન્ટ પાર્ક બૅંગકૉકનો એવો પાર્ક છે કે જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જઈ શકો છો...મોટા હોય કે નાના તમામ ઉંમરના લોકો માટે અહીંયા એન્ટરટેઈનિંગ એક્ટિવિટીઝ હાજર છે. આ પાર્કમાં ઘણા શોઝ પણ કરવામાં આવતા હોય છે. હૉલિવૂડ એક્શન શો, એનિમલ શો, એડવેન્ચર શો અને આવા જ બીજા અટ્રેક્શનનો આનંદ લોકો લઈ શકે છે. તમામ ઉંમરના લોકોને અનુરુપ 50થી વધારે રાઈડ્સ આવેલી છે અહીંયા. ગરમીમાં ઠંડકની મજા માણવા માટે સ્નો પાર્ક અને થ્રિલ-એડવેન્ચર ફીલ કરવા માટે સ્પેસ માઉન્ટેન પણ છે. તો ડિલિશિયસ ફુડ ઓફર કરતા કાફેટેરિયા પણ તમને લોભાવશે.
- ટાઈમિંગ - સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી
- એન્ટ્રી ફી - THB 1300
વાત અરુણ
બૅંગકૉક ન માત્ર ઘુમવા, ફરવા અને એન્ટરટેઈનિંગ એક્ટિવિટીઝ માટે જાણીતું છે પરંતુ અહીં આવેલા ધાર્મિક સ્થળો પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીના સૌથી પ્રખ્યાત બૌદ્ધ મઠોમાંથી એક વાત અરુણની ડિઝાઈન થાઈલેન્ડના બીજા મંદિરો અને મઠોથી અલગ જોવા મળે છે. આ મંદિરની ખાસિયત એ છે કે તે પાણી પર ઉભો છે...આ મંદિરને વાટ ચેંગના નામથી પણ ઓળખવામાં આવે છે. જે જોવામાં બેહદ ખૂબસૂરત છે.
સિયામ પાર્ક સિટી- બૅંગકૉક
થાઈલેન્ડનું સૌથી મોટું થીમ પાર્ક છે સિયામ પાર્ક સિટી..જે લગભગ 120 એકરથી વધારે વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. 1980ની આસપાસ નિર્માણ પામેલા આ પાર્ક સિટીમાં બાળકોને તો મોજ પડી જાય છે...તો યુવાનો અને ફેમિલી સાથે ઘુમવા આવેલા સહેલાણીઓ અહીં ઘણી મોજ મજા અને મસ્તી કરતા જોવા મળે છે...આ પાર્કસિટીની બ્યુટી અને ડિઝાઈન છે બેહદ સુંદરj
સફારી વર્લ્ડ
બૅંગકૉક પહોંચ્યા હો અને સફારીવર્લ્ડની મુલાકાત ન લો તો ચાલે જ નહીં. બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલો છે આ સફારી પાર્ક જેમાં એકમાં છે સફારી પાર્ક જેમાં બિન્દાસ, બેફિકર ઘુમતા પ્રાણીઓ તમારું ધ્યાન આકર્ષે છે. અહીં તમને સિંહ, ચીત્તા, એલિગેટર્સ અને મગર, હાથી જેવા જંગલી પ્રાણીઓ જોવા મળી જશે. તો જિરાફને તમે તમારા હાથેથી ખવડાવી પણ શકો છો. અને બીજું છે દરિયાઈ ડૉલ્ફિન્સની સ્ટન્ટબાજી અને કરતબોથી ચોંકાવનારો સમુદ્રી પાર્ક. સફારી પાર્કમાં દુનિયાભરના કંઈ કેટલાય પ્રાણીઓ અને અનેક સ્પીસીઝ જોવા મળે છે. સફારી પાર્ક ઘુમવા માટે દિવસ આખો લઈને જવું વધારે સારું રહે.
- સફારીવર્લ્ડ ટાઈમિંગ - સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી
- એન્ટ્રી ફી – મોટાઓ માટે : THB 900, બાળકો માટે: THB 550
મહાનખોન ઓબ્ઝર્વેટરી – સ્કાયવોક
ઓહ માય ગોડ...કંઈક આવા જ શબ્દો તમારા મોંઢેથી નીકળી પડશે જ્યારે બૅંગકોકમાં તમે થાઈલેન્ડની ઊંચામાં ઊંચી એવી બિલ્ડિંગ મહાનખોન ઓબ્ઝર્વેટરી સ્કાયવોકની મુલાકાત લેશો. એડવેન્ચર લવર છો અને ઊંચાઈથી ડર નથી લાગતો તો આ જગ્યાની મુલાકાત તો લેવી જ લેવી. ટુરિસ્ટમાં પોપ્યુલર એવા આ કિંગ પાવર મહાનખોનમાં 63 ચોમી ગ્લાસ ટ્રે ફ્લોર છે અને આ શાનદાર સ્કાયવોક શહેરથી 314 મીટર ઉપર છે. 74મા માળના ઓબ્ઝર્વેશન ટાવરથી તમે 360 ડિગ્રીનો નજારો જોઈ શકો છો..આખું શહેર તમને નાનકડી દુનિયા જેવું લાગશે. તો 78મા ફ્લોર પર બૅંગકોકનું સૌથી ઊંચુ રુફટોપ બાર પણ છે.
સ્કાયવોક ટાઈમિંગ – સવારે 10 થી રાત્રે 12
ફ્લોટિંગ માર્કેટ
આખી દુનિયામાં જેની ચર્ચા થાય એવી જગ્યા છે બેંગકૉકનું ફ્લોટિંગ માર્કેટ. . આ માર્કેટમાં તમને વિદેશી પર્યટકો ઘુમતા ઘામતા આ માર્કેટ જોવાનો અને ખરીદી કરવાનો લહાવો લેતા નજરે પડી જ જાય. નદીની વચ્ચે બોટમાં જઈને શોપિંગ કરવાનો લહાવો લેવો કોને ન ગમે. ચાહે ફ્રુટ્સ હોય કે શાકભાજી, વાસણો કે ફુડ...તમામ વસ્તુઓ ખરીદવા માટે તમારે નાવડીની સફર તો કરવી જ પડે. અને આ એક્સપિરિયન્સ ખૂબજ અમેઝિંગ રહે.
લુમફિની પાર્ક
બૅંગકૉકના અટ્રેક્શન્સમાંથી એક છે લુમફિની પાર્ક જે 142 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીંયા છે એક આર્ટિફિશિયલ લેક...જ્યાં બોટ રાઈડની મજા માણી શકાય. લોકો વૉકિંગ કરતા કે સાયકલિંગ કરતા પણ જોવા મળી જાય બૅંગકૉકના આ પોપ્યુલર પાર્કમાં. ખુબ જ શાંત વાતાવરણમાં બેસ્ટ ટાઈમ એન્જોય કરવા માટે આ પાર્ક છે બેસ્ટ.
ગ્રાન્ડ પેલેસ
ગ્રાન્ડ પેલેસ બૅંગકોક શહેરની વચ્ચે આવેલો એક ખૂબસૂરત મહેલ છે જ્યાં સિયામના રાજાનો આવાસ છે. મહેલ જોવા માટે એન્ટ્રી ફી પણ ચુકવવી પડે છે. જો કે આ ગ્રાન્ડ પેલેસને તમે દિવસે નિહાળો એના કરતા રાત્રે તેનો ઝગમગાટ તમને વધારે અટ્રેક્ટ કરશે. બેહદ ખૂબસૂરત છે આ ગ્રાન્ડ પેલેસ.
કેનાલ ફેરી
હવે તમને રાઈડ કરાવીએ કેનાલ ફેરીની...ભઈ બૅંગકૉકમા તમને બે પ્રકારની ફેરી જોવા મળે...જેમાં એક છે કેનાલ ફેરી અને બીજી કોરી રિવર ફેરી...કેનાલમાં ચાલતી આ ફેરીમાં તમને નદીઓની ખૂબસૂરતી સાથે કિનારે વસેલા સુંદર શહેરની ઝલક જોવા મળી જાય...બેહદ અદભુત અનુભવ રહે છે આ.
તો પછી તમારી ઈન્ટરનેશનલ ટ્રિપ પ્લાન કરવામાં રાહ કોની જોવાની. કરી દો પ્લાનિંગ બૅંગકોક ઘુમવાનું એ પણ તમારા બજેટમાં. બૅંગકોકની નાઈટલાઈફ, અમેઝિંગ અટ્રેક્શન , શોપિંગ સ્પેશિયલ સ્થળો અને અહીંના પોપ્યુલર ફુડ વિશે આગળ કરીશું વાત.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો