દિવસ 1
જેણે મધ્યપ્રદેશના ધોધની મજા ચોમાસામાં લીધી હશે તે મારી વાત સાથે સહમત થશે કે મધ્યપ્રદેશના જેવા ધોધ ભારતમાં ક્યાંય પણ નથી.
આજે હું મારા મિત્ર અનિરુદ્ધ પટેલનો આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ધોધ માટેનો જણાવીશ. મિત્રો સાથે ચોમાસાની ઋતુ હોવાથી અમે રિવા જવાનો પ્લાન બનાવ્યો હતો.
રસ્તામાં જ અમે બાહુતી ધોધ જોવાનું મન બનાવી લીધું. બાહુતી ધોધ એ મધ્યપ્રદેશમાં 142 મીટરની ઉંચાઈ સાથે અગ્રણી ધોધમાં સ્થાન ધરાવે છે. રિવા શહેરના મહુગંજ તાલુકામાં બાહુતી નામના ગામમાં આ ધોધ આવેલો છે.
ગેટ પર પહોંચતા જ અમને ઘોહાડીના પાણીનો અવાજ આવવા લાગ્યો હતો. ધોધમાંથી ઉડતા પાણીના છાંટાથી ભીના થવાની મજા જ કૈક અલગ છે. આ ધોધ મુખ્યતાર વરસાદી ધોધ હોવાથી ચોમાસા દરમિયાન જ અહીંયા પુષ્કળ પાણી જોવા મળે છે.
બાહુતી ઘોહાડી એ પ્રકૃતિપ્રેમીઓ માટે ફરવાની ખુબ જ સુંદર જગ્યા છે. હજારો લોકો અહીંયા પીકનીક કરવા પણ આવે છે. દોસ્તો અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ જગ્યા બેસ્ટ છે.
કેવી રીતે પહોંચવું?
રિવા શહેરના મહુગંજ તાલુકામાં બાહુતી નામના ગામમાં આ ધોધ આવેલો છે. તમે અહીંયા સુધી સ્કૂટર અથવા કાર બંને દ્વારા આરામથી પહોંચી શકો છો. રિવા શહેરથી બહુતિનું અંતર લગભગ 85 કિમી છે. કટરા મહુગંજ માર્ગ દ્વારા અહીંયા પહોંચી શકાય છે.
.