બદ્રીનાથઃ આ જગ્યાએ આવીને પૂર્ણ થાય છે તમારી ચાર ધામ યાત્રા

Tripoto

આમ તો આખું ભારત શ્રદ્ધાળુઓનું પૂજા સ્થળ છે, પરંતુ ઉત્તરાખંડનું બદ્રીનાથ મંદિર લોકોના મનમાં એક અલગ જ આસ્થા ધરાવે છે. મંદિરના દરવાજા ખોલતા પહેલા જ દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શનની આશા સાથે આવે છે.

ઉત્તરાખંડના ઠંડા મેદાનોમાં સુંદરતાનું ઘરેણું ઓઢેલું બદ્રીનાથ પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. એટલા માટે જો તમે બદ્રીનાથ ધામ જવાનું વિચારતા હોવ તો આ કિસ્સો એક શ્વાસમાં વાંચી લો.

Photo of બદ્રીનાથઃ આ જગ્યાએ આવીને પૂર્ણ થાય છે તમારી ચાર ધામ યાત્રા by Paurav Joshi

સાચું કહું તો બદ્રીનાથમાં મંદિરોની સંખ્યા એટલી છે કે એક અઠવાડિયું ઓછું છે. ભોલે બાબાના ભક્તો પણ અહીં ખુશીથી બાબાનો પ્રસાદ લેતા

મસ્તીમાં રહે છે, લાખો ભક્તો બાબાના ગુણગાન ગાતા પણ જોવા મળશે, તમને નવવિવાહિત યુગલોની ભીડ જોવા મળશે અને આ બધાની વચ્ચે દર્શન કરીને તમે પણ બદ્રીના બની જશો.

બદ્રીનાથ સાથે જોડાયેલી કથા

જેમ કે તમે બધા જાણો છો કે ભગવાનની દરેક લીલા અને નામ પાછળ એક ખાસ વાર્તા છુપાયેલી હોય છે, જેનું મહત્વ તેમના નામને વધુ સાર્થક બનાવે છે. બદ્રીનાથનું નામ પણ આનાથી અછૂત નથી.

ભગવાન વિષ્ણુને આ જગ્યા એટલી પસંદ હતી કે તેઓ દર વર્ષે અહીં તપસ્યા કરવા આવતા હતા. પ્રાચીન માન્યતાઓ અનુસાર, એકવાર ભગવાન તપ કરવામાં એટલા તલ્લીન થઈ ગયા કે તેમને ઠંડી ન લાગી. ઠંડીમાં તેનું આખું શરીર થીજી જવા લાગ્યું. આ જોઈને માતા લક્ષ્મીએ બદ્રી વૃક્ષ બનીને ભગવાન વિષ્ણુને ઠંડીથી બચાવ્યા. ત્યારથી આ મંદિરનું નામ બદ્રીનાથ પડી ગયું.

બદ્રીનાથ ધામ વિશે બીજી ઘણી વાર્તાઓ છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર, પહેલા આ મંદિર બૌદ્ધ મઠ હતું. ગુરુઓના ગુરુ, આદ્ય શંકરાચાર્ય આઠમી સદીમાં અહીં આવ્યા અને તેને હિન્દુ મંદિર બનાવ્યું. તેમણે જ બદ્રીનાથને ચાર ધામ યાત્રામાં ઉમેર્યું હતું. યુપીએસસીનો પ્રશ્ન છે યાદ કરી લેજો.

પોતાની અંતિમ યાત્રામાં પાંડવોનું મૃત્યુ પણ આ જ બદરીનાથના ચઢાણ દરમિયાન થયું હતું અને યુધિષ્ઠિર સશરીર સ્વર્ગમાં પહોંચ્યા હતા. આગળની વાર્તા તમે જાણો છો.

બદ્રીનાથનો ઇતિહાસ

અહીંના ઈતિહાસ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી કે તે કેટલો જૂનો છે. ભગવાન વિષ્ણુના સમયથી તેનું મહત્વ છે. ઇસ.814 થી 820 સુધી આદ્ય શંકરાચાર્યના રોકાણને કારણે તે ફરીથી અસ્તિત્વમાં આવ્યું.

1803માં આવેલા પ્રચંડ ધરતીકંપથી તેનો મોટોભાગ ભાગ નાશ પામ્યો હતો અને ત્યારબાદ જયપુરના રાજા દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. કુંભ મેળાને કારણે બદ્રીનાથનું નામ પ્રસિદ્ધ થયું અને તે સામાન્ય લોકોના ધ્યાનમાં આવ્યું.

બદ્રીનાથ દર્શન: ક્યાં ક્યાં જવું

પ્રવાસીઓ દૂર-દૂરથી બદ્રીનાથની મુલાકાત લેવા આવે છે, પરંતુ મોટાભાગના લોકો બાબા બદ્રીનાથ સિવાય અન્ય કોઈ સ્થળની મુલાકાત લેતા નથી. તેથી જ થોડું સંશોધન કરવું વધુ સારું રહેશે.

બદ્રીનાથ મંદિર - આ મંદિર હિંદુ ધર્મના તમામ ભક્તો માટે સૌથી વધુ ધાર્મિક સ્થળોમાંનું એક છે. જ્યારે પણ તમે ઉત્તરાખંડ આવો ત્યારે બદ્રીનાથ મંદિરના દર્શન કરો. ચમોલી જિલ્લામાં આવેલું બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડના સ્વર્ગથી ઓછું નથી. લોકોની ભક્તિનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે બદ્રીનાથ યાત્રાના પહેલા જ દિવસે લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ એકસાથે દર્શન કર્યા હતા.

નીલકંઠ- ઉત્તરાખંડના ચમોલી વિસ્તારમાં 5,976 મીટરની ઉંચાઈ પર આવેલા નીલકંઠ પર્વત પર ચઢવું ચોક્કસપણે તમારા માટે એક નવો અનુભવ હશે. તમારી આ સફર ડુંગરાઓ પર ચઢવા અને ઉતરવામાં વધુ યાદગાર બની જાય છે.

Photo of બદ્રીનાથઃ આ જગ્યાએ આવીને પૂર્ણ થાય છે તમારી ચાર ધામ યાત્રા by Paurav Joshi

ચરણ પાદુકા - ભક્તોના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવું ચરણ પાદુકા બદ્રીનાથ મંદિરથી માત્ર 2.4 કિમી દૂર છે. અહીં ભગવાન વિષ્ણુના ચરણોની છબી દેખાય છે. સેંકડો ભક્તો પોતાની ઈચ્છા સાથે ચરણ પાદુકાના દર્શન કરવા આવે છે.

માતા મૂર્તિ મંદિર - બદ્રીનાથ પર્યટન સ્થળોની યાદીમાં બદ્રીનાથ દર્શન પછી માતા મૂર્તિ મંદિરનું નામ પણ આવે છે. તેના દર્શન જેટલા પવિત્ર છે, તેની આસપાસનો નજારો એકદમ પહાડી છે. માતા મૂર્તિ મંદિર બદ્રીનાથથી માત્ર 3 કિમી દૂર છે. બદ્રીનાથના દરેક વીડિયોમાં તમે આ જગ્યા જોઈ હશે.

ભીમ પુલ- નામ પ્રમાણે આ પુલ કદમાં ભીમ જેટલો જ વિશાળ છે. આ પુલ તિબેટની સરહદને અડીને આવેલા માના નામના સ્થાન પર છે. મંદિરથી 3 કિ.મીના અંતરે આવેલો આ પુલ સેંકડો શ્રદ્ધાળુઓ માટે એક પ્રવાસન સ્થળ છે. સાચું કહું તો બદ્રીનાથમાં મંદિરોની સંખ્યા એટલી બધી છે કે એક સપ્તાહ પણ ઓછું પડે.

Photo of બદ્રીનાથઃ આ જગ્યાએ આવીને પૂર્ણ થાય છે તમારી ચાર ધામ યાત્રા by Paurav Joshi

બદ્રીનાથ દર્શન: મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

બદ્રીનાથની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મે, જૂન, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનો છે. મંદિરના દરવાજા ખોલવાની કોઈ ચોક્કસ તારીખ નથી હોતી, પરંતુ અક્ષય તૃતીયાના બે કે ત્રણ દિવસમાં દરવાજા ખોલવામાં આવે છે. આ સિવાય જો દર્શન કરવાનો પ્લાન બનાવવામાં આવે તો મુશ્કેલી તો આવશે જ, સાથે જ તમારી યાત્રા પણ સસ્તી નહીં રહે.

બદ્રીનાથ યાત્રા: કેવી રીતે પહોંચવું

હવાઈ મુસાફરી: જો તમે ફ્લાઇટ લેવા માંગતા હોવ તો તમે બદ્રીનાથથી લગભગ 311 કિમી દૂર આવેલા જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચી શકો છો.

ટ્રેનની મુસાફરી: ટ્રેન તમને નજીકના હરિદ્વાર સ્ટેશન સુધી લઇ જશે. જે બદ્રીનાથથી 318 કિલોમીટર દૂર છે. તેથી તમારા માટે શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારું પોતાનું વાહન લઈ લો.

સડક માર્ગે: દિલ્હીથી નીકળીને, નેશનલ હાઈવે 7 તમને તમારી મંઝિલ સુધી લઈ જશે.

બદ્રીનાથ પ્રવાસ: ક્યાં રહેવું

બદ્રીનાથની પહાડીઓ વચ્ચે ભક્તોનો મેળાવડો પણ રોજગારનું એક વિશાળ સ્થળ છે. તમારા માટે ઓછી કિંમતે હોટલ પણ ઉપલબ્ધ છે. આ સાથે, જો તમે તમારા ખિસ્સાને થોડું ઢીલું કરવા માંગો છો, તો તે મુજબ હોટલો તમારી મહેમાનગતિ માટે તૈયાર છે. ₹1000 થી ₹2000 સુધીની, તમને ઘણી સારી હોટેલ્સ મળશે, જે તમારા ખિસ્સા પર વધારે બોજ નહીં નાખે.

હોટેલ્સમાં જાગીરદાર ગેસ્ટ હાઉસ, બ્લુ બેલ્સ કોટેજ, નર નારાયણ ગેસ્ટ હાઉસ, હોટેલ ચરણ પાદુકા સહિત સેંકડો હોટેલ્સનો સમાવેશ થાય છે, તમે તમારી સગવડ અને સ્થળની નિકટતા અનુસાર જોઈ શકો છો.

Photo of બદ્રીનાથઃ આ જગ્યાએ આવીને પૂર્ણ થાય છે તમારી ચાર ધામ યાત્રા by Paurav Joshi

બદ્રીનાથ પ્રવાસ: ક્યાં ખાવું

ઘણા પ્રખ્યાત સ્થળોએ ખાવા-પીવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું નથી. તેથી જ તમને ખાદ્યપદાર્થોના સેંકડો સ્ટોલ જોવા મળશે, પરંતુ ખોરાકની ગુણવત્તાની કોઈ ગેરંટી નથી. ભક્તો વસુંધરા, સરદારેશ્વરી, સાકેત રેસ્ટોરન્ટ, ચંદ્રલોક, ઉપવન રેસ્ટોરન્ટ અને બ્રહ્મ કમલ નામની રેસ્ટોરાંમાં ખાવાનું પસંદ કરે છે. અહીંનું ભોજન અન્ય સ્થળો કરતાં સારું હોય છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

તો હવે જ્યારે તમારી પાસે બદ્રીનાથ ધામ જવા વિશેની તમામ માહિતી છે, તેનો અર્થ એ કે હવે તમારે ફક્ત પેકિંગ કરવાનું શરૂ કરવાનું છે! તો તમે ક્યારે જઈ રહ્યા છો?

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads