'અયોધ્યા', આ નામ સાંભળતા જ મારુ દિલ-ઓ-દિમાગ બે ભાગમાં વહેંચાઇ જાય છે. પહેલો વિચાર આવે છે બાળપણમાં સાંભળેલી રામાયણની કહાનીમાં વસેલી નગરીની, એ જગ્યા વિષ્ણુના અવતાર, ભગવાન રામનો જન્મ થયો હતો, જ્યાં તેમણે રામ રાજ્યની સ્થાપના કરી હતી.
જો તમે પણ મારી જેમ ફક્ત આ જગ્યાનું નામ સાંભળીને આ શહેરમાં છુપાયેલા રાઝ અને શિલ્પકારીના અજુબા જોવા માટે ઉત્સુક થઇ જાવ છો તો હું તમારુ કામ સરળ કરી દઉં છું અને જણાવું છું કે કેમ અયોધ્યા તમારી હવે પછીની યાત્રા હોવી જોઇએ.
અધ્યાત્મ અને ધર્મની ધરોહારઃ અયોધ્યા
હવે અયોધ્યાની વાત કરીએ અને રામાયણનો ઉલ્લેખ ન થાય તેવું બને ખરું! ત્રેતાયુગમાં રચાયેલી રામાયણ અને તેના પાત્રો સાથે જોડાયેલી ઘણી જગ્યાઓ આ શહેરમાં મળે છે. એટલે કે તમે જાતે પૌરાણિક ગાથાઓને જીવિત થતા જોઇ શકો છો.
શ્રી કનક મહેલ અયોધ્યા
રામાયણના મુખ્ય પાત્ર, રામ અને સીતાના વિવાહમાં એક પુરસ્કાર તરીકે આપવામાં આવેલું સુંદર કનક ભવન કોઇ મહેલથી કમ નથી. કનકનો અર્થ છે સોનું અને તમે પીળા રંગમાં રંગાયેલા આ ભવનને સામેથી જોશો તો બિલકુલ એવું જ લાગશે જાણે આ સોનાનું બનેલુ હોય. આ ભવનની અંદર ચાંદીના બનેલા મંડપની વચ્ચે પણ સોનાના મુગટ અને આભુષણ પહેરેલા રામ અને સીતાની મૂર્તિ રાખવામાં આવી છે.
હનુમાન ગઢી મંદિર
જો કોઇ અયોધ્યા જાય છે તો હનુમાન ગઢીના દર્શન કર્યા વગર યાત્રા અધૂરી ગણાશે. એક ટેકરા પર બનેલા આ મંદિર સુધી પહોંચવા માટે તમારે 70 પગથિયા ચઢવા પડે છે. કેસરી રંગમાં રંગાયેલા, ઉંચા સ્તંભોથી ઘેરાયેલા મંદિરના કક્ષમાં તમારે માતા અંજની અને બાલ હનુમાનની પ્રતિમા જોવા મળે છે.
દશરથ મહેલ
જો ધર્મ અને શિલ્પકળાનો સંગમ જોવા માટે અયોધ્યા જઇ રહ્યા છો તો દશરથ ભવન જોવાનું બિલકુલ ન ભૂલતા. સુંદર કલાકારીથી સજેલી રંગીન દિવાલો પોતાનામાં સરળ પણ છે અને રાજસી પણ. માનવામાં આવે છે કે મહારાજ દશરથ પોતાના પરિવારની સાથે અહીં રહેતા હતા. દશરથ મહેલ હનુમાન ગઢીથી ફ્કત 500 મીટરના અંતરે વસેલું છે.
નાગેશ્વરનાથ મંદિર, અયોધ્યા
જો તમને દશરથ મહેલની શિલ્પકળા પસંદ આવે છે તો નાગેશ્વરનાથ મંદિર પણ જરુર જાઓ. કંઇક આવા જ પ્રકારની રંગીન શિલ્કારી તમને અહીં પણ જોવા મળશે. પૌરાણિક કથાઓનું માનીએ તો ભગવાન રામના પુત્ર કુશે આ મંદિરને એક નાગ કન્યા અને ભગવાન શિવને સમર્પિત કરીને બનાવ્યું હતું.
ગુપ્તાર ઘાટ
પવિત્ર નદી સરયૂ કિનારે બનેલુ આ ઘાટ હિંદુઓ માટે ઘણું મહત્વનું છે. એવું મનાય છે કે શ્રીરામે અહીં પર જળ સમાધિ લઇને ધરતીથી પલાયન કર્યું હતું. ફક્ત આટલું જ નહીં, પૌરાણિક કથાઓ અનુસાર આ રસ્તો વૈકુંઠધામ લઇ જાય છે. આ માન્યતા અનુસાર હજારો લોકો સરયૂ નદીમાં ડુબકી લગાવીને પોતાના પાપ ધોવા અહીં આવે છે.
અયોધ્યા અને અવધની દોસ્તી
અયોધ્યા એક એવી જગ્યા છે જ્યાં તમારે હિંદૂ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી ઘણી બાબતો સાક્ષાત નજરે પડે છે, પંરતુ ફક્ત એટલું જ નહીં, આ જમીન પર અવધની છાપ છોડતી કેટલીક ઇમારતો પણ છે જે ભારતીય ધરોહરને વધુ સમૃદ્ધ બનાવે છે. તો અયોધ્યા આવો તો આ પાસાને જોયા વગર અહીંથી ન જતા.
નવાબી પ્રેમની નિશાની
બહૂ બેગમનો મકબરો
ફૈઝાબાદમાં બનેલી આ ઇમારત મુસ્લિમ વાસ્તુકળાનો નાયાબ નમૂનો છે. આને નવાબ શજા-ઉદ દૌલાએ પોતાની પત્ની ઉન્માતુજ જોહરા બાનોના મર્યા બાદ તેમની યાદમાં બનાવી હતી. આ ઇમારત ફૈઝાબાદની કેટલીક સૌથી ઉંચી ઇમારતોમાંની એક છે અને અહીંથી તમે આખા શહેરનો નજારો જોઇ શકાય છે.
ગુલાબ બાડી
નામથી જ ખબર પડે છે કે આ જગ્યા અલગ અલગ પ્રકારના ગુલાબોથી ગુલઝાર છે. હકીકતમાં, ગુલાબ બાડી નવાબ શાહ-ઉદ-દૌલાનો મકબરો છે. મુગલ વાસ્તુકલાનો આ નમૂનાને જોવા માટે ક્યારેય પણ જઇ શકો છો પરંતુ મોહરમના સમયે, સજાવટની સાથે આની સુંદરતા કંઇક અલગ જ હોય છે.
મોતી મહલ
આ એ જગ્યા છે જ્યાં બહુ બેગમ રહેતી હતી. જો મુગલ અને નવાબી શિલ્પકળાનો સંગમ જોવો હોય તો મોતી મહલ તમારા માટે યોગ્ય જગ્યા હશે.
કેવીરીતે પહોંચશો અયોધ્યા?
હવાઇયાત્રાઃ અયોધ્યા માટે તમારે સીધી ઉડાન તો નહીં મળે, પરંતુ તમે ગોરખપુર કે લખનઉ એરપોર્ટ સુધી પહોંચીને ત્યાંથી બસ કે ટોક્સી કરી શકો છો. ગોરખપુર એરપોર્ટથી અયોધ્યાનું અંતર 140 કિ.મી. છે. લખનઉ એરપોર્ટથી અયોધ્યાની મુસાફરી 150 કિ.મી. લાંબી છે.
રેલ યાત્રાઃ રેલ યાત્રા દ્ધારા અયોધ્યા પહોંચવાનું ઘણું સરળ છે. તમે સીધા અયોધ્યા રેલવે સ્ટેશન પર ઉતરી શકો છો. અને તમને અહીંથી ટ્રેન મળી જશે. જો નવી દિલ્હીથી અયોધ્યા જઇ રહ્યા છો તો તમારે 667 કિ.મી.ની મુસાફરી કરવી પડશે. જે તમે 10 કલાકમાં પૂરી કરી શકો છો.
બસ યાત્રાઃ અયોધ્યા ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરો સાથે રોડ દ્ધારા જોડાયેલું છે. તમને ક્યાંયથી પણ લોકલ કે પ્રાઇવેટ બસો મળી જશે.