હવે દાલ સરોવરમાં બોટીંગ કરતાં કરતાં ફિલ્મ જુઓ, નજારો જોઇને તમે પણ પહોંચી જશો કાશ્મીર

Tripoto
Photo of હવે દાલ સરોવરમાં બોટીંગ કરતાં કરતાં ફિલ્મ જુઓ, નજારો જોઇને તમે પણ પહોંચી જશો કાશ્મીર 1/6 by Paurav Joshi

શ્રીનગરમાં એશિયાનું પહેલું "ફ્લોટિંગ સિનેમા" શરુ કરવામાં આવ્યું છે. આઝાદીના 75 વર્ષના શુભ પ્રસંગે ઉજવવામાં આવી રહેલા આઇકોનિક ફેસ્ટિવલ (Iconic Festival)ના અંતિમ દિવસે દાલ સરોવરમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન આ સિનેમા હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દાલ સરોવરની વચ્ચોવચ બનેલા નહેરુ પાર્કમાં સિનેમા હોલ શરુ કરતા પહેલા એક ભવ્ય શિકારા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કલાકારોએ પોતાના સાંસ્કૃતિક વારસાને રજૂ કર્યો. કર્ણપ્રિય સંગીતથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. જે કાર્યક્રમે બધાનું દિલ જીતી લીધું તે હતો લેસર શો. દાલ લેક પર અનેક પ્રકારની રંગીન લાઇટોથી સજેલા શિકારા અને લેસર શોથી દાલ લેકની રંગીન થઇ ગયું.

સરોવરના નજારાની સાથે સિનેમા જુઓ

Photo of હવે દાલ સરોવરમાં બોટીંગ કરતાં કરતાં ફિલ્મ જુઓ, નજારો જોઇને તમે પણ પહોંચી જશો કાશ્મીર 2/6 by Paurav Joshi

શ્રીનગરમાં એશિયાના પહેલા ફ્લોટિંગ સિનેમા હૉલની ખાસ વાત એ છે કે આ એક ઓપન એર સિનેમા છે જેમાં લોકો દાલ સરોવરની વચ્ચે બોટિંગ કરતા કરતા ફિલ્મની મજા માણી શકે છે. એક મોટા હાઉસ બોટને સિનેમા હોલમાં ફેરવી નાંખવામાં આવી છે. જેમાં એક સાથે સેકન્ડો લોકો શિકારામાં બેઠા બેઠા દાલ લેકના સુંદર દ્રશ્યોની સાથે ફિલ્મની મજા માણી શકે છે.

પર્યટનને પ્રોત્સાહન આપવાનો હેતુ

Photo of હવે દાલ સરોવરમાં બોટીંગ કરતાં કરતાં ફિલ્મ જુઓ, નજારો જોઇને તમે પણ પહોંચી જશો કાશ્મીર 3/6 by Paurav Joshi

જમ્મૂ કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શરુ કરવામાં આવેલા સાત દિવસના આઇકોનિક ફેસ્ટિવલમાં જ્યાં એક તરફ જમ્મૂ-કાશ્મીરની પરંપરા, કળા, સંગીત, નૃત્ય અને ઇતિહાસને લોકોની સામે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો બીજી તરફ પર્યટન સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. સરકારને આશા છે કે આવનારા દિવસોમાં આ ભવ્ય સમારોહના પગલે મોટી સંખ્યામાં દેશી-વિદેશી પર્યટકો કાશ્મીર ખીણ જશે અને જેનાથી અહીં અટકેલા વિકાસમાં વધારો થવાની સાથે-સાથે રોજગારીના નવા રસ્તા પણ ખુલશે.

Photo of હવે દાલ સરોવરમાં બોટીંગ કરતાં કરતાં ફિલ્મ જુઓ, નજારો જોઇને તમે પણ પહોંચી જશો કાશ્મીર 4/6 by Paurav Joshi

કાશ્મીરમાં શું જોશો?

ગુલમર્ગ

Photo of હવે દાલ સરોવરમાં બોટીંગ કરતાં કરતાં ફિલ્મ જુઓ, નજારો જોઇને તમે પણ પહોંચી જશો કાશ્મીર 5/6 by Paurav Joshi

શ્રીનગર થી લગભગ ૫૨ કિમી દુર આવેલ ગુલમર્ગ એ કાશ્મીર ના પર્યાય સમું છે. ત્યાં એડવેન્ચર પ્રવૃતિઓ ખુબ જ થાય છે જેમ કે સ્કીઈંગ, ગોલ્ફિંગ,પર્વતારોહણ, માઉન્ટ બાઈકિંગ, આ ઉપરાંત ગુલમર્ગ ગંડોલા એટલે કે રોપ વેમાં જઈને કુદરતનાં અપ્રતિમ સૌન્દર્યને માણી શકાય છે.

પહલગામ

પહલગામ માં પણ કુદરત એ તેના ખજાના ની વર્ષા કરી છે. શ્રીનગર થી પહલગામ જવાનો રસ્તો પણ જાણે એક નેચરલ ડેસ્ટીનેશન ની ગરજ સારે છે ચિનાર નાં વ્રુક્ષો જોવાની મજા જ અલગ છે.

સોનમર્ગ

સોનમર્ગ જમ્મૂ અને કાશ્મીરમાં સ્થિત એક સુંદર શહેર છે, જે બરફથી ભરેલા મેદાનો, રાજસી ગ્લેશિયરો અને શાંત સરોવરોથી ઘેરાયેલું છે. સોનમર્ગ શ્રીનગરથી 80 કિ.મી. દૂર ઉત્તર-પૂર્વમાં સમુદ્રની સપાટીએથી લગભગ 2800 કિ.મી.ની ઊંચાઇએ આવેલું એક સુરમ્ય શહેર છે. પ્રાકૃતિક સુંદરતા, લોભામણા ગ્લેશિયરો અને શાંત સરોવરોથી ઘેરાયેલું સોનમર્ગ, જમ્મૂ અને કાશ્મીરનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે.

વૈષ્ણો દેવી મંદિર

ત્રિકુટા પહાડોમાં કટરાથી 15 કિ.મી.ના અંતરે સમુદ્રની સપાટીએથી 1560 મીટરની ઊંચાઇ પર સ્થિત માતા વૈષ્ણોદેવીની પવિત્ર ગુફા મંદિર છે. જ્યાં આધ્યાત્મિકતા અને વાતાવરણમાં જીવંતતા છે. માતા વૈષ્ણોદેવી મંદિર કાશ્મીરની સાથે-સાથે આખા ભારતનું પ્રસિદ્ધ ધર્મસ્થળ છે. જ્યાં દર વર્ષે હજારો તીર્થયાત્રી માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા આવે છે. માતાના દર્શન કરવા માટે 13 કિ.મી.નો પગપાળા ટ્રેક છે. આ જગ્યા 108 શક્તિપીઠોમાંની એક છે. વૈષ્ણોદેવીને માતા રાનીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે દેવી દુર્ગાનું સ્વરુપ છે.

પટનીટૉપ

હિમાલયના બરફથી ઢંકાયેલા શિખરોના અંતહીન મેદાનો અને મનોરમ દ્રશ્યોની સાથે પટનીટૉપ પ્રકૃતિનો અનુભવ કરવા માટે એક આદર્શ સ્થાન છે. જે કાશ્મીરના મુખ્ય આકર્ષણોમાંનું એક છે અને દરવર્ષે હજારો પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં સ્કીઇંગ અને ટ્રેકિંગનો આનંદ લઇ શકાય છે. આ ઉપરાંત, 17 કિલોમીટર દૂર સ્થિત સનાસર પેરાગ્લાઇડિંગ બેઝ, ગોલ્ફ કોર્સની સાથે-સાથે દર્શનીય સ્થળોના વિકલ્પો માટે પણ લોકપ્રિય છે. કુદરતી સુંદરતાથી ભરપુર પટનીટૉપ પર્યટકો માટે કાશ્મીરમાં ફરવા માટેની સૌથી ઉત્તમ જગ્યા છે.

Photo of હવે દાલ સરોવરમાં બોટીંગ કરતાં કરતાં ફિલ્મ જુઓ, નજારો જોઇને તમે પણ પહોંચી જશો કાશ્મીર 6/6 by Paurav Joshi

ક્યાં રોકાશો

જો ફક્ત કાશ્મીર જ ફરવું હોય તો શ્રીનગરમાં હાઉસબોટ અથવા તો કોઈ હોટેલમાં રોકાઈ ને જુદીજુદી જગ્યાઓ એક્સપ્લોર કરી શકાય છે. શ્રીનગર માં બજેટથી માંડીને લકઝરી એમ તમામ પ્રકારની હોટેલ્સ મળી રહે છે તથા ગુલમર્ગમાં પણ રહેવાની વ્યવસ્થા થઇ શકે છે.

શોપિંગ: કાશ્મીર જઇએ એટલે કાશ્મીરી ડ્રેસ, વુલન, પશ્મીના શોલ્સ , સ્ટોલ , બેડશીટ્સ, બ્લેન્કેટ, કેસર, શિલાજીત, કાશ્મીરી હેન્ડ વર્કનાં પર્સ, કાર્પેટ, વુડકાર્વીન્ગ્સ, સિલ્ક, સ્ટોન જ્વેલરી આટલી વસ્તુઓ જોયા કે લીધા વગર તો પાછા કેવી રીતે આવી શકાય.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads