ફરવુ તો દરેકને પસંદ હોય છે. કોઈ પહાડો તરફ જાય તો વળી કોઈને સમુદ્ર પસંદ હોય છે. રખડપટ્ટી કરતા મોટો બીજો કોઈ ધર્મ નથી. એમા પણ ભારત તો આવા સુંદર નજારાઓથી ભરેલો પડ્યો છે. વિદેશોથી લાખો સહેલાણીઓ ભારતની અલગ અલગ જગ્યાએ ફરવા આવે છે. આપણે ભારતિયો પાસે ન ફરવાનુ એક બહાનુ હમેશા રેડી હોય છે કે સમય નથી અને ઑફિસમા રજાનો મેળ નથી. પણ અમે તમને એનો મેળ કરી એક લામ્બા વિકેંડ વિશે જણાવી દઈયે તો?
એપ્રિલની 14 તારિખથી 4 દિવસની લામ્બી રજા આવી રહી છે. 14 એ બાબા સાહેબ આમ્બેડકર જયંતી છે, 15 એપ્રિલે ગુડ ફ્રાઈડે, 16 એ શનિવાર અને 17 એ રવિવારની રજા, કરો મજ્જા! આ 4 દિવસની લામ્બી રજાનો લાભ લઈ તમારે ક્યાક તો ફરવા નીકળી જ જવુ જોઈયે. તમને ક્યા જવુ એ સુજ ન પડતી હોય અમે તમને સજેસ્ટ કરીયે.
દિલ્હીથી ફરવા જવા માટેના સ્થળો:
1. ઋષિકેશ
દિલ્હીથી લોંગ વિકેંડ પર જવા માટેની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે ઋષિકેશ. ઋષિકેશ દિલ્હીથી ખાસ દુર પણ નથી અને ફરવા વાળાને આ શહેર જરુર પસંદ આવશે. ગંગા ઘાટની શાંતી અને ઋષિકેશની ગલીઓ પર પર્યટકોની ચહેલ પહેલ આ શહેરની ઓળખાણ છે. તમે અહિ રિવર રાફ્ટિંગ કરી શકો છો. આ સિવાય કેમ્પિંગ પણ કરી શકો છો.
2. આગ્રા
દિલ્હીથી આગ્રાનુ અંતર માત્ર 270 કિમી છે. તમે અમુક જ કલાકોમા તાજનગરી પહોંચી જશો. તમે અહિ દુનિયાના સાત અજુબાઓ માના એક તાજ મહેલના દિદાર કરી શકો છો. ફતેહપુર સિકરીની કેટલીય શાનદાર અને ઐતિહાસિક જગ્યાઓના દર્શન કરી શકો છો. અને તમારી પાસે સમય વધે તો મથુરા પણ જઈ શકો છો તમે.
3. જયપુર
લોંગ વિકેંડ પર જવા માટે રાજ્સ્થાનની રાજધાની જયપુર પર્ફેક્ટ જગ્યા છે. તમે 4 દિવસમા જયપુર સારી રીતે એક્સપ્લોર કરી દિલ્હી પાછા આવી શકો છો. તમે અહિ હવા મહેલ, જલ મહેલ, સિટી પેલેસ, જંતર મંતર, અલ્બર્ટ મ્યુઝિયમ, ગાલતાજી મંદિર, જયગઢ કિલ્લો, નાહરગઢ કિલ્લો અને આમેર કિલ્લો પણ જોઈ શકો છો.
આ સ્થળો સિવાય તમે આ વિકેંડ પર નિરમાના, બનારસ, ઉદયપુર, શિમલા, મનાલી, અમૃતસર અને દહેરાદુન સહિત આસપાસના સ્થળો પર જઈ શકો છો.
મુમ્બઈથી ફરવા જવા માટેના સ્થળો
1. મહાબળેશ્વર
મહાબળેશ્વર ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશન્સ માંનું એક છે. લોંગ વિકેંડ પર જવા માટે મુમ્બઈની નજીકનુ આ એકદમ યોગ્ય સ્થળ છે. મુમ્બઈથી મહાબળેશ્વર 265 કિમી દુર છે. હરિયાળીથી ભરપુર મહાબળેશ્વરને 5 નદિયોની ભુમી પણ કહેવામા આવે છે. આ જગ્યા પર આવીને તમે બધુ જ ભુલી જશો.
2. ગોવા
જો કે ગોવા મુમ્બઈથી એમ તો થોડુ દુર પડે પણ આપણે તો વાત જ લોંગ વિકેંડની કરી રહ્યા છીએ. ઘણા લોકો તો મુમ્બઈથી ગોવાની રોડ ટ્રીપ પણ કરે છે. મુમ્બઈથી ગોવા 587 કિમી અંતર પર છે. સમુદ્રના સુંદર નજારાઓ માટે ગોવા એક્દમ પર્ફેક્ટ સ્થળ છે.
આ લોંગ વિકેંડ પર તમે આ સ્થળો સિવાય મુમ્બઈથી અલીબાગ, લોનાવાલા, માલશેજ ઘાટ, અજંતા અને ઈલોરાની ગુફા, સાપુતારા અને ઈગતપુરી ફરવા જઈ શકો છો.
ચંડીગઢથી ફરવા જવા માટેના સ્થળો
1. નારકંડા
ચંડીગઢથી હિમાચલ પ્રદેશ ખુબ નજીક છે એ તો તમે જાણો જ છો. કેટલીય જગ્યાઓ તો ઘણી નજીક છે પરંતુ હવે જ્યારે લોંગ વિકેંડની વાત કરી રહ્યા છીએ તો થોડા દુર નિકળી જવામા કાઈ વાંધો નહિ. ચંડીગઢથી નારકંડા લગભગ 173 કિમી દુર છે. અને આ સુંદર સ્થળ પર લોકોની ભીડ પણ લગભગ ઓછી જ હોય છે. બરફના ગોળા બનાવી રમવાની મજા માણવી હોય તો નારકંડા ખરેખર સારી જગ્યા છે.
2. અમૃતસર
અમૃતસર પંજાબની સૌથી ખ્યાતનામ જગ્યાઓમાની એક છે. ચંડીગઢથી અમૃતસર લગભગ 225 કિમી દુર છે. અહિ તમે સ્વર્ણ મંદિર, જાલિયાવાલા બાગ અને વાઘા બૉર્ડર સહિત ઘણી જગ્યાએ જઈ શકો છો. લોંગ વિકેંડમા અમૃતસરને સારી રીતે જોઈ અને જાણી શકશો.
3. મોરની હિલ્સ
હરિયાણામા સ્થિત મોરની હિલ્સ ફરવા માટે એક શાનદાર જગ્યાઓ માથી છે. અહિ આવીને તમને લાગશે જાણે તમે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા છો. દુર દુર સુધી માત્ર હરિયાળી જ હરિયાળી જોવા મળશે. મોરની હિલ્સ પછી જો તમારી પાસે સમય બચે તો તમારે હિમાચલની કોઈ જગ્યાએ જવુ જોઈયે.
આ સ્થળો સિવાય ચંડીગઢથી તમે બીજી પણ ઘણી જબરદસ્ત જગ્યાઓ પર જઈ શકો છો જેમ કે સોલન, નાલદેહરા, કસૌલી અને શિમલા.
હવે એપ્રિલમા આટલો લામ્બો વિકેંડ મળી જ રહ્યો છે તો ફરવાનો પ્લાન બનાવી જ નાખો. ટ્રસ્ટ મી, તમારો વિકેંડ યાદગાર બની જશે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.