"પૃથ્વી પર સ્વર્ગ" તરીકે ઓળખાતું કાશ્મીર દરેક પ્રવાસીની ટ્રાવેલ બકેટ લિસ્ટમાં સ્થાન ધરાવે છે. અમને કાશ્મીર ખીણના એકલ પ્રવાસી નરગીસ સાથે આ મોહક ભૂમિને એક્સપ્લોર કરવાનો લહાવો મળ્યો. આ પ્રવાસમાં અમારી સાથે જોડાઓ કારણ કે અમે નરગીસની અસાધારણ કહાનીઓ વિશે જાણીએ છીએ અને કાશ્મીરના છુપાયેલા રત્નોને ઉજાગર કરીએ, છીએ જે અદભૂત છે.
નરગીસ ફરહીના સાથે વાતચીત:
આ પ્રદેશના વતની હોવા છતાં કાશ્મીરને વ્યાપક રીતે જોવા માટે તમને શેમાંથી પ્રેરણા મળી? તમે કાશ્મીરમાં સ્થાનિક તરીકે મુસાફરીને કેવી રીતે જુઓ છો?
"કાશ્મીરનું મારું વ્યાપક એક્સપ્લોર મોટે ભાગે તેની અનંત સુંદરતા, વૈવિધ્યસભર સ્થાનિક સંસ્કૃતિઓ અને નવા લોકો સાથે જોડાવાનો આનંદ છે.
કાશ્મીર ખરેખર મોહક છે - પ્રાચીન ગુરેઝથી તારસર મારસરના શાંત આલ્પાઇન તળાવો, ગુલમર્ગના ઓછા જાણીતા ઘાસના મેદાનો, ભવ્ય પર્વતો અને અહરબલના ધોધ સુધી.
એક વતની તરીકે પણ, હું મારી માતૃભૂમિના જાદુથી મારી જાતને સતત મોહિત કરું છું, એ જાણીને કે એક જીવન તેની તમામ અજાયબીઓને ઉજાગર કરવા માટે ખૂબ ટૂંકું છે.
એક મહિલા પ્રવાસી તરીકે, તમે કાશ્મીરમાં કેવા અનોખા પડકારોનો સામનો કર્યો અને તમે તેમાંથી કેવી રીતે બહાર આવ્યા?
"મહિલા પ્રવાસી હોવાના નાતે, મેં જે પ્રારંભિક અવરોધોનો સામનો કરવો પડ્યો તેમાંથી એક મારા માતા-પિતાને મારી યાત્રા શરૂ કરવાની મંજૂરી આપવા માટે રાજી કરવાના હતા. સદભાગ્યે, મને એક સહાયક પિતાનો આશીર્વાદ મળ્યો છે જેઓ હંમેશા મારા સપના અને જુસ્સાની પ્રશંસા કરે છે. જો કે, અહીંના સામાજીક માળખા પ્રમાણે સ્ત્રીઓ ખીણમાં એકલા મુસાફરી કરી શકતી નથી.
જ્યારે મેં 2020 માં મારા સોલો સાહસો શરૂ કર્યા, ત્યારે મારે મારા પિતા અથવા ભાઈ સાથે જવું પડ્યું, કારણ કે એકલા મુસાફરી કરતી સ્ત્રીનો ખ્યાલ વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યો ન હતો. શિક્ષિત અને જાણીતા લોકો પણ આ નકારાત્મક વિચારો જાળવી રાખે છે.
અન્ય એક પડકાર જેનો હું સામનો કરું છું તે છે મારી સિદ્ધિઓ માટે માન્યતાનો અભાવ. તેમ છતાં, સમય જતાં, મેં આ ટીકાઓને અવગણવાનું શીખી લીધું છે, કારણ કે હું લોકોના અભિપ્રાયો બદલી શકતી નથી."
શું તમે તમારી મુસાફરી દરમિયાન કાશ્મીરના કેટલાક ભાગોમાં સ્થાનિક લોકો સાથેની કોઈ યાદગાર મુલાકાતો અથવા અનુભવો શેર કરી શકો છો?
"કાશ્મીરમાં મુસાફરી કરતી વખતે સ્થાનિક લોકો સાથે જે અનુભવો થયા તેમાંથી એક અનુભવ ઘણો અલગ છે. અહરબલ ધોધની મારી શિયાળાની મુલાકાત દરમિયાન, મારુ લક્ષ્ય બરફમાં ઢંકાયેલી તેના મનોહર સૌંદર્યને કેપ્ચર કરવાનું હતું, આદિલ નામના સ્થાનિકની સાથે, અમે આ સુંદર સાહસિક કાર્યને શરૂ કર્યું.
જ્યારે હું વોટરફોલની આસપાસ ફેન્સ્ડ એરિયામાં પહોંચી ત્યારે મને કેમેરાનો શોટ મેળવવામાં તકલીફ પડી કારણ કે વાડને ઓળંગવી જરૂરી હતી. આદિલે મને વાડ પાર કરવામાં અને ફોટોગ્રાફ્સ લેવામાં મદદ કરી. જો કે, જ્યારે પાછા ફરવાનો સમય આવ્યો, ત્યારે -7 ડિગ્રીની થીજી ગયેલી ઠંડીએ મારા માટે ટેકા વિના વાડ પર પાછા ચઢવાનું લગભગ અશક્ય બનાવી દીધું. આદિલે વાડના એક છિદ્રમાંથી તેનો પગ લંબાવ્યો અને હું તે પગની મદદથી ઠંડીમાં ધ્રૂજતી ત્યાંથી બહાર નીકળી.
અમને કાશ્મીરના કેટલાક છુપાયેલા રત્નો વિશે કહો જે તમે જાણો છો અને તેને તમે અન્ય પ્રવાસીઓ માટે ભલામણ કરશો.
અહીં કાશ્મીરમાં કેટલાક છુપાયેલા રત્નો છે જેની હું સાથી પ્રવાસીઓને ભલામણ કરું છું:
- ગુલ (રામબન)
- વારવાન વેલી (કિશ્તવાડ)
- દક્ષુમ (અનંતનાગ)
- યુસમર્ગ અને નીલ નાગ (બડગામ)
- અહરબલ ધોધ (કુલગામ)
- હિરપોરા અને દુબજાન (શોપિયાં)
- ઈશમાર્ગ (ગુરેઝ)
-મોર્ગન વેલી (અનંતનાગ)
આ અદભૂત સ્થાનો પૂર્ણ સૌંદર્ય ધરાવે છે અને તમારા જીવનકાળમાં ઓછામાં ઓછા એક વાર મુલાકાત લેવા યોગ્ય છે. આ છુપાયેલા રત્નોને એક્સપ્લોર કરો અને કાશ્મીરના મોહક લેન્ડસ્કેપ્સમાં તમારી જાતને લીન કરો."
શું એવા કોઇ સ્થળો છે કે જેણે તમારા પર કાયમી છાપ છોડી છે?
"હા! વારવાન ખીણએ મારા હૃદય પર કાયમી છાપ છોડી છે. જ્યારે પણ હું ત્યાં જાઉં છું ત્યારે હું તેની અપ્રતિમ શાંતિ અને અજોડ સૌંદર્યથી મોહિત થઈ જાઉં છું. ખીણમાં એક અવર્ણનીય શાંતિ છે જે તેને ખરેખર અનન્ય અને મોહક સ્થળ બનાવે છે. ભલે હું ગમે ત્યાં જાઉં પણ ત્યાં મને વારવાન ખીણ જેવું શાંત અને રમણીય સ્થળ ક્યારેય નહીં મળે. તેની સુંદરતા મારી સ્મૃતિમાં કાયમ માટે કોતરેલી છે.
કાશ્મીરના કેટલાક ભાગોમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરતી વખતે શું ભાષા ક્યારેય નડરતર રૂપ બની છે?
“ના, કાશ્મીરમાં દરેક વ્યક્તિ – સૌથી દૂરના વિસ્તારો પણ – થોડું થોડું હિન્દી સમજી અને બોલી શકે છે. તેથી જો તમે હિન્દી બોલી શકો છો, તો તમારે જઇ શકો છો. સાચું કહું તો, મને આ વિસ્તારમાં ક્યારેય કોઈ ભાષા અવરોધનો સામનો કરવો પડ્યો નથી. "
શું તમને કાશ્મીર અને ભારતના અન્ય ભાગોમાં મુસાફરી વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત જણાય છે? વિવિધ પ્રદેશોમાં મહિલા પ્રવાસી તરીકે તમે સામાન્ય રીતે શું સાવચેતી રાખો છો?
"જ્યારે હું ભારતના અન્ય ભાગોમાં મુસાફરી કરું છું, તો હું વ્યક્તિગત રીતે મારી સલામતીની ભાવનામાં તફાવત અનુભવું છું. અહીં કાશ્મીરમાં મને ડર નથી લાગતો પરંતુ અન્ય જગ્યાએ, જ્યારે હું એકલી હોઉં છું ત્યારે મને ઘણી વાર ડર લાગે છે. સમજો કે તે મોટાભાગે મારા મગજમાં છે, પરંતુ કદાચ તે એટલા માટે છે કારણ કે તે સ્થાનો મારા માટે અજાણ્યા છે, અને બધું વધુ પડકારરૂપ લાગે છે.
મારી સલામતી સુનિશ્ચિત કરવા માટે, હું થોડી સાવચેતી રાખું છું. સૌપ્રથમ, હું વિશ્વાસુ વ્યક્તિ સાથે મારું સ્થાન શેર કરવાની ટેવ પાડું છું. વધુમાં, જ્યારે મને ટ્રાન્સપોર્ટેશનની જરૂર હોય ત્યારે હું હોટલને મારા માટે ટેક્સીની વ્યવસ્થા કરવા વિનંતી કરું છું. જો હું સ્કૂટર ભાડે લેવાનું નક્કી કરું છું, તો રસ્તા પર કોઈ અણધારી સમસ્યાઓ ટાળવા માટે હું હંમેશા તેમાં પેટ્રોલ અને સ્થિતિ સારી રીતે તપાસું છું. હું અજાણ્યા રસ્તામાં મુસાફરી કરવાનું ટાળું છું અને અંધારું થયા પછી એકલી ભટકવાનો પ્રયાસ નથી કરતી. હું મારી બેગમાં કેટલાક સલામતીના ઉપાયો પર રાખું છે જેનો જરૂર પડે ઉપયોગ કરી શકાય.
અંતે, ચાલો કેટલીક ટીપ્સ આપીએ જે કાશ્મીરમાં મુસાફરી કરતી વખતે કામમાં આવશે.
"આ વાત એટલા માટે નથી કહી કારણ કે હું અહીંની છું, પરંતુ કાશ્મીર ખરેખર એક સ્વર્ગ છે જે દરેકે એક્સપ્લોર કરવાની જરૂર છે! અહીં કેટલીક ટીપ્સ છે જે જ્યારે તમે અહીં હોવ ત્યારે કામમાં આવશે:
પૂરતી રોકડ રાખો: તમારી સાથે પૂરતી રોકડ રાખો કારણ કે એટીએમ અને ઑનલાઇન બેંકિંગ સેવાઓ દરેક જગ્યાએ ઉપલબ્ધ ન પણ હોય. હાથમાં રોકડ રાખવાથી તમે જરૂરી ટ્રાન્ઝેક્શન કરી શકશો.
પોસ્ટપેઇડ સિમ કનેક્શનનો ઉપયોગ કરો: જો તમે જમ્મુ અને કાશ્મીરની બહારના પ્રદેશમાંથી કાશ્મીર ફરવા જઇ રહ્યા છો તો પોસ્ટપેઇડ સિમ કલેક્શન જરૂર રાખો. કારણ કે કાશ્મીર બહારના પ્રીપેઇડ કનેક્શન અહીં કામ નથી કરતા.
તમારી નેગોશિએશન સ્કીલ્સને નિખારો: તમારી નેગોશિએશન્સ સ્કીલ્સને બ્રશ કરો કારણ કે આ તમારી જાતને બિનજરૂરી ખર્ચથી બચાવવા માટે કામમાં આવશે. જ્યારે પણ શક્ય હોય ત્યારે વાતચીત કરો, કારણ કે આ તમને વધુ સારા સોદા અને કિંમતો સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.
રિસર્ચ કરો અને સ્થાનિકોની સલાહ લો: તમારી યાત્રા શરૂ કરતાં પહેલાં તે જગ્યા વિશે સંપૂર્ણ રિસર્ચ કરો અથવા સ્થાનિકો પાસેથી માત્ર લોકપ્રિય પર્યટન સ્થળો જ નહીં, પરંતુ ઓફબીટ જગ્યાઓ વિશે પણ માહિતી મેળવો.
સુંદરતાને માણો અને શાંતિ મેળવો: સૌથી ખાસ વાત ધ્યાનમાં રાખો કે જ્યારે તમે કાશ્મીરમાં હોવ, ત્યારે તમારી બધી ચિંતાઓને સાઇડમાં મૂકી દો અને આ સ્વર્ગીય સ્થળની મોહક સુંદરતાથી તમારા ઘાને મટાડવા દો અને કાયમી શાંતિ લાવો. શાંત વાતાવરણમાં જાઓ અને શાંતિની પળોનો આનંદ લો.
આ ટીપ્સને અનુસરીને, તમે કાશ્મીરમાં તમારા પ્રવાસના અનુભવમાં વધારો કરી શકો છો અને આ મંત્રમુગ્ધ કરી દેનારા સ્થળમાં તમારો મહત્તમ સમય પસાર કરી શકો છો."
આ લેખમાં ઉપયોગમાં લેવાલેયા તમામ ફોટા નરગીસ ફરહીના દ્વારા શેર કરવામાં આવ્યા છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો