અમે એવા લોકો પૈકી છીએ જેઓ સ્પષ્ટપણે માને છે કે નવા વર્ષના પહેલા દિવસે જે એક્ટિવિટી કરીએ તે આખા વર્ષમાં કરવા મળે છે. અને એટલે જ, વર્ષ 2022 ની શરૂઆતમાં અમે એક શાંત, આલીશાન અને મનોરમ્ય હોમસ્ટેમાં 2 રાત અને 3 દિવસનો પ્રવાસ કર્યો હતો. અમારી બધી જ વ્યવસ્થા StayOnSkillએ સંભાળી હતી જે બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. આ અનુભવને લીધે 2022નું નવું વર્ષ મારા માટે અનેક કારણોસર ખાસ બની ગયું.
દરેક પ્રવાસ તમને કઈક નવો અનુભવ કરાવે છે. તમે નવી જગ્યા, નવા લોકો, નવી સંસ્કૃતિથી પરિચિત બનો છો. અમોરકાસા ખાતે અમારા હોસ્ટ એ અમે અત્યાર સુધી મળેલા સૌથી સારા પરિવારો પૈકી હતા. પહેલા તો અમારી મુલાકાત માત્ર અપરાજીતા સાથે થઈ હતી પણ પછી તેના પરિવારને મળ્યા તો જાણે અમને ઘરથી દૂર એક ઘર મળ્યું!
તમે પણ આ પરિવારને મળો:
અમોરકાસામાં અમે જે પરિવારને ત્યાં હોમસ્ટે કર્યો હતો તેઓ એટલા માયાળું હતા કે હું તમને સૌનો તેમનો પરિચય કરાવવા ઈચ્છું છું.
દત્તા: એક હેન્ડસમ અને ખૂબ સારા માણસ
તેમને બાઇક અને જીપનો ખૂબ શોખ છે. તેમના ઘરના બગીચામાં તેમનો પ્લાન્ટ્સ અને પ્રાણીઓ માટેનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકાય છે કારણકે અને સંખ્યાબંધ છોડવાઓ અને કુતરા, બિલાડી, ગાય, બકરી જેવા અનેક પ્રાણીઓ હતા.
જીજા સા: એક જાજરમાન વ્યક્તિત્વ
ખૂબ જ મિતભાષી અને લાગણીશીલ સ્ત્રી જેની સાથે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ નિરાંતે વાત કરી શકે. અમને પણ બહુ જલ્દી તેમની સાથે ફાવી ગયું અને યોગેશે તેમને મોટા બહેન એટલે કે ‘જીજા સા’ કહીને સંબોધ્યા. અને ખાસ વાત, તેણી ખૂબ ખૂબ ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે.
અપરાજીતા: સ્વીટહાર્ટ
હું તેને સ્વીટહાર્ટ કહું છું કારણકે તે ખૂબ સારી વ્યક્તિ છે. સ્વીટ, કેરિંગ એંડ સ્ટ્રોંગ!
દેવજ્ઞા: રમતપ્રેમી ટીનએજ ગર્લ
એ એક અદભૂત બાસ્કેટબોલ ખેલાડી છે. અમે તેના મેડલ્સ જોઈને દંગ રહી ગયા હતા.
સિમ્બા અને બ્લીસ
બે મજાનાં કુતરાઓ.
ફર્સ્ટ ઇમ્પ્રેશન
અમોરકાસા મુખ્ય બૂંદી નગરમાં નથી, અહીંથી 12 કિમી દૂર છે. રસ્તો ખૂબ ખરાબ છે, પણ ડેસ્ટિનેશન આવતા જ તમે આ રસ્તાને ભૂલી જશો.
અરવલ્લીના પહાડો અને રાઈના ખેતરો વચ્ચે આવેલું અમોરકાસા હોમસ્ટે એક વિશાળ બગીચા વચ્ચે આવેલો આહલાદક બંગલો છે. અમે બપોરે 1 વાગે અહીં પહોંચ્યા હતા અને અહીંના મકાનમાલિક સાથે બહુ ઝડપથી વાતોમાં ભળી ગયા. તેમની સાથે આગળ શું કરવું તે નક્કી કર્યું.
અમોરકાસામાં અમે શું કર્યું?
આમ તો અમોરકાસામાં રોકાણ એ જ એક અનોખો અનુભવ છે. આસપાસમાં ખાસ કોઈ ફરવાલાયક જગ્યા નથી. પણ અહીં સુધી આવ્યા જ હતા એટલે અમે આસપાસનો વિસ્તાર એક્સપ્લોર કરી જ લીધો.
બાઈકરાઇડ
પરિવાર સાથે સ્વાદિષ્ટ ભોજન માણીને દત્તા અને અપરાજીતા અમને બાઇકરાઈડ પર ગામની મુલાકાત માટે લઈ ગયા. અમે ગામના લોકો સાથે વાતો પણ કરી, તેઓ અમને મળીને ખૂબ રોમાંચિત થઈ ગયા હતા.
300-400 વર્ષ જુના મંદિરની મુલાકાત
અરવલ્લીના પહાડોના ખોળામાં આવેલા એક પ્રાચીન મંદિર અને જર્જરિત કિલ્લાની પણ મુલાકાત લીધી.
ખેતરોમાં લટાર
પરિવારના અન્ય એક સભ્ય ‘બોલ્ટ’ને અમે મળ્યા. આ બકરી સાથે અમે ખૂબ રમ્યા અને ખેતરમાં રખડ્યા. માત્ર 15 દિવસ પહેલા જન્મેલો બોલ્ટ અને પરિવારના અન્ય પ્રાણીઓ સાથે રમવાની ખૂબ મજા આવી. વિશાળ ખેતરમાં લટાર મરવાનો અનુભવ પણ અમારા માટે તો નવો જ હતો.
પ્રાચીન ગુફાની મુલાકાત
બીજા દિવસે અમે એક ઐતિહાસિક ગુફાની મુલાકાત પણ લીધી.
ન્યુ યર પાર્ટી:
આ માટે જ તો અમે અહીં આવ્યા હતા!
બંગલા પાછળ આવેલી લોનમાં લાઇટિંગ અને બોન ફાયરની સુંદર સજાવટ હતી. અપરાજીતાના કઝિન્સ પણ આવ્યા હતા જેમની સાથે અમને ખૂબ મજા આવી. ગામના પરંપરાગત રાજસ્થાની ગાયકોને બોલાવવામાં આવ્યા હતા અને તેમના મ્યુઝિક પર ઝૂમતા અમે ખૂબ નાચ્યા અને ગેમ્સ પણ રમ્યા. અહીંનું હોમમેડ ફૂડ પણ બહુ જ સ્વાદિષ્ટ હતું. ટૂંકમાં કહું તો આ એક પરફેક્ટ ન્યુ યર પાર્ટી હતી.
પ્રોપર્ટી વિષે:
અમારા આનંદની વાત કરવામાં પ્રોપર્ટી વિષે વાત કરવાનું તો રહી જ ગયું. આ પરિવાર જેટલો સુંદર છે એટલું જ તેમનું ઘર પણ. શહેરનિ ભીડભાડથી દૂર આ પ્રોપર્ટીમાં દાખલ થતાંની સાથે જ તમને ગજબની શાંતિનો અનુભવ થાય છે.
મહેમાનોની સવાર મોબાઈલ અલાર્મથી નહિ, પણ કુકડાઓના કૂકડે કૂકથી થાય છે. ઘરની બહાર વિશાળ ગાર્ડન છે જ્યાં બેસવાની ખૂબ મજા આવે છે. આ બંગલોમાં કુલ 4 રૂમ્સ છે જે પૈકી 3 ગેસ્ટ્સ માટે ઉપલબ્ધ છે. અલબત્ત, આ ત્રણેય રૂમ્સ ખૂબ આકર્ષક રીતે સજાવવામાં આવ્યા છે.
ભોજન:
અહીં આસપાસના ખેતરોમાં ઊગતા ઓર્ગેનિક શાકભાજી લાવીને જીજા સા જે જમવાનું બનાવે છે તેનો સ્વાદ તમે ક્યારેય નહિ ભૂલી શકો. યાદ રહે, અહીં પરંપરાગત રીતે બનતો ખીચડો અવશ્ય ટ્રાય કરશો.
બૂકિંગ
બૂકિંગ માટે તમે AmourCasa on AirBNB/ Book AmourCasa on Agoda/ Book AmourCasa on Booking.com પૈકી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો.
ટીપ:
અમારા અંગત અનુભવ પરથી હું એટલું સ્પષ્ટપણે કહી શકું કે તમે અહીં ગમે તેટલા દિવસનું રોકાણ પ્લાન કરો, સહેજ પણ બોર નહિ થાઓ. પણ હા, એકાદ બે દિવસ કરતાં બે રાત અને 3 દિવસ આદર્શ રહે છે. આ પરિવાર, પ્રોપર્ટી અને ગામનો અનુભવ તમે હંમેશા વગોળશો. AmourCasa ખરેખર અદભૂત છે!
.