મારા એન્જિનિરીંગના છેલ્લા વર્ષમાં મેં, યશ અને જીશાને શુક્રવારે પટનીટોપ જવાનો પ્લાન બનાવ્યો. કોલેજના છેલ્લા વર્ષને દરેક વ્યક્તિ મસ્ત રીતે જીવી લેવા માંગતો હોય છે. પરંતુ અમે આ યાત્રા માત્ર 1000 રૂપિયાના ખર્ચે કરી હતી. હું વૈષ્ણોદેવી થી 10 કિમિ દૂર જમ્મુ કાશ્મીરમાં કોલેજમાં ભણતો હતો. દિલ્લીથી પટનીટોપ જવા માટે બીજા 2500 રૂપિયા જેટલી રકમ જોડી લેવાની.
પટનીટોપ
કોલેજના ગેટથી 09 30 વાગે ઉધમપુર માટે 35 રૂપિયામાં ટેક્ષી મળી ગઈ. ઉધમપુરથી ચેનની મોડ (25 રૂપિયા) અને ચેનની મોડથી પટનીટોપ (20 રૂપિયા) એમ બસ મળી ગઈ. ટ્રાફિક જામના કારણે અમે પટનીટોપથી 2 કિમિ દૂર જ ઉતારી ગયા.
લગભગ 12 30 વાગ્યા આજુબાજુ અમે ચાલતા ચાલતા રસ્તો શોધીને પહોંચ્યા.
ટીપ: બરફવાળી જગ્યાએ જતા સમયે સ્પોર્ટ્સ શૂઝ પહેરવા.
અમે ત્યાં પહોંચીને પઠાનકોટની દૂધની ડીશ કલાડી અને ચા તથા આલુ પરાઠા ખાધા. (ખર્ચ 70 રૂપિયા)
પટનીટોપના એક ફેમસ પાર્કમાં અમે બરફની મજા માણી અને બીજા દિવસે નત્થાટોપ જવાનું નક્કી કર્યું.
પછી પાર્કથી 3 કિમિ દૂર એક 100 વર્ષ જુના મંદિરે ગયા. અહીંયા એક નંદિની મૂર્તિ છે જેના કાનમાં કશું બોલવાથી બધી ઈચ્છા પુરી થઇ જાય છે.
સાંજે ઠંડી વધતા એક સ્ટોલમાં પકોડા ખાઈને રૂમની તપાસ શરુ કરી. (ખર્ચ 40 રૂપિયા)
ટીપ: ઠંડીની સીઝનમાં હટમાં રહેવું હિતાવહ નથી.
પાસે એક રૂમ પસંદ કર્યો જે અમને 2000 થી ઘટીને 1300 માં પડ્યો મતલબ એકનો ખર્ચ 450 રૂપિયા. કેશ ન હોવાથી અમે 500 એડવાન્સ આપીને રૂમ બુક કર્યો.
ટીપ: આવી જગ્યા એ રોકડ ખાસ સાથે રાખવી.
બહાર જઈને ઓમલેટ અને પરાઠા ખાધા જે સ્વાદિષ્ટ તો ન હતા પરંતુ ગરમી આપવા માટે અનુકૂળ હતા. (ખર્ચ 90 રૂપિયા) કોઈની પાસેથી કેશ માટે પણ અમે વ્યવસ્થા કરી.
દિવસ 2
સવારે 6 વાગે તાપમાન માઇનસમાં 5 ડિગ્રી હતું. અમે 09 30 વાગે હોટેલને પેમેન્ટ કરીને નત્થાટોપ જવા નીકળ્યા. (ખર્ચ 30 રૂપિયા)
નત્થાટોપનો આનંદદાયક નજારો જોઈને અમારું દિલ લુભાઈ ગયું. ત્યાં ફોટો વગેરે કરીને અમે પાંચ પટનીટોપ આવ્યા, બસ ભાડું 30 રૂપિયા અને ત્યાંથી એક પ્રસિદ્ધ શિવ મંદિર ગયા જ્યાં લોકો બાળકમાટે માનતા માનવ આવે છે અને ત્યાં નાશ્તો કર્યો. (ખર્ચ 100 રૂપિયા)
બાજુમાંથી ચેનાની મોડ માટે બસ (ખર્ચ 20 રૂપિયા) કરી અને ત્યાંથી બજારમાંથી થઈને નેક્સટ બસમાં અમે ઉધમપુર પહોંચી ગયા. (ખર્ચ 30 રૂપિયા)
ઉધમપુરમાં અમને જીશાનના પપ્પા ગાડી સાથે મળી ગયા જે અમને કોલેજ છોડી ગયા! અને અમારી સફર પુરી થઇ.
યાત્રાનો કુલ ખર્ચ: 1060 રૂપિયા
ટીપ: જયારે પણ આવી જગ્યાએ જાઓ તો 3 4 મિત્રો સાથે જાઓ જેથી પૈસા અને ડર બંને ઓછા લાગે છે. મેં ક્યારેય એવું નહોતું વિચારેલું કે મને જમ્મુ કાશ્મીરમાં રહેવા અને ફરવાની તક મળશે. અલવિદા, આ તસ્વીર સાથે.
.