IRCTC લાવ્યું છે લેહ લદ્દાખ સહીત 6 જગ્યાએ ફરવા માટે 6 રાત અને 7 દિવસનું પેકેજ! જો તમારે સ્વર્ગ સમાન કુદરતી સુંદરતા જોવી છે તો લેહ લદ્દાખ મિત્રો અથવા પરિવાર સાથે જરૂરથી જાઓ.પેકેજ પ્રમાણે યાત્રા અમદાવાદથી શરુ થશે. પેકેજ અંગે વિગતવાર માહિતી IRCTC વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ક્યારથી શરુ? - 27 ઑગસ્ટથી
કિંમત અને જગ્યાઓ -
32000 રૂપિયામાં અમદાવાદ - લેહ - નુબ્રા - તુરતૂક - પેન્ગોન્ગ - લેહ - અમદાવાદ
દિવસ 1 - યાત્રાની શરૂઆત અમદાવાદથી જ્યાંથી ફ્લાઇટ દ્વારા લેહ પહોંચીને હોટેલમાં ચેક ઈન
દિવસ 2 - બીજા દિવસે સવારે નાશ્તા પછી લેહ શ્રીનગર હૈ વે પરના સુંદર સ્થળો જેમાં હોલ ઓફ ફેમ, કાલી મંદિર, પથ્થર સાહિબ ગુરુદ્વારા, શાંતિ સ્તૂપ અને લેહ પેલેસ જોવાનો મોકો મળશે.
દિવસ 3 - ત્રીજા દિવસે તમે ખારડુંગ લા થી નુબ્રા વેલીના સુંદર રોડને માણશો અને ત્યાં ચેક ઈન કરીને બપોરના ભોજન બાદ આગળની યાત્રા કરશો.
દિવસ 4 - ચોથા દિવસે સવારે તમને નુબ્રા વેલીથી તુરતૂક જવાનું રહેશે અને રાત્રે પાછા નુબ્રા વેલીમાં રોકાણ.
દિવસ 5 - પાંચમા દિવસે સ્વરાએ 120 કિમી લાંબા અને 7 કિમી પહોળા પેંગગોન્ગ લેક જવાની તક તમને મળશે. તમે અહીંયા પ્રકૃતિને ખુબ નજકથી માણી શકશો. અને તમને અહીંયા રોકાવાની તક પણ મળશે.
દિવસ 6 - છઠ્ઠા દિવસે તમને પેન્ગોન્ગ લેક પર જ સૂર્યોદય જોવાનો મોકો મળશે અને પછી તમારે લેહ માટે પ્રયાણ કરવાનું રહેશે. રસ્તામાં થીક્સે મઠ અને શે પેલેસ પણ જોઈ શકો ચો.
દિવસ 7 - સાતમા દિવસે તમે હોટેલ ચેક આઉટ કરીને અમદાવાદ માટે ફ્લાઇટ પકડશો.
એક્સટ્રા ચાર્જીસ -
અમદાવાદ એયરપોર્ટ સુધી પહોંચવું, નુબ્રા વેલીમાં ઊંટ સવારી, અને હોટેલના પર્સનલ ખર્ચાઓ આમ શામેલ નથી.
.