પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ

Tripoto
Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

ઘણીવાર લોકો હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો આનંદ માણવા જતા હોય છે. જો કે આ રાજ્યમાં ફરવા માટે ઘણાં સારા સ્થળો છે, પરંતુ જો તમે ઇચ્છો તો, તમે આ વખતે કીલોંગને પણ એક્સપ્લોર કરી શકો છો. તમને જણાવી દઈએ કે કિલોંગ હિમાચલનીની ખૂબ જ સુંદર જગ્યા છે. દરિયાઈ સપાટીથી 10,100 ફૂટની ઉંચાઈ પર સ્થિત કેલોંગ શહેરમાં ઘણું બધું જોવાલાયક છે. ભાગા નદીના કિનારે સ્થિત કીલોંગ મઠો, ઘણાં મનોહર દૃશ્યો અને ચારેબાજુથી લીલુંછમ દેખાય છે.

અહીં તમે માત્ર બરફ અને મઠનો આનંદ જ નહીં પરંતુ ઘણી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકો છો. આજે, આ આર્ટિકલ દ્વારા, અમે તમને કીલોંગ વિશેની કેટલીક શ્રેષ્ઠ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમારે ટ્રિપ દરમિયાન અવશ્ય કરવી જોઈએ. આ રીતે તમે તમારી ટ્રિપને યાદગાર બનાવી શકો છો.

કરદંગ ગોમ્પાની મુલાકાત લો

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

કીલોંગ શહેરથી માત્ર 5 કિમી દૂર સ્થિત કરદંગ ગોમ્પાને લાહોલ ખીણનો સૌથી મોટો મઠ માનવામાં આવે છે. અહીં તમને પ્રાચીન બૌદ્ધ ગ્રંથો અને ભીંતચિત્રોનો ઉત્તમ સંગ્રહ જોવા મળશે. તમે અહીં અપાર શાંતિનો અનુભવ કરશો. જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. આશ્રમની આસપાસના દ્રશ્યો ખૂબ જ મનોહર છે. જેને જોઈને કોઈપણ મંત્રમુગ્ધ થઈ શકે છે.

ત્રિલોકનાથ મંદિર

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

કીલોંગ નજીક ત્રિલોકપુર ગામમાં ત્રિલોકનાથ મંદિર એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. અહીં આવેલું પ્રાચીન મંદિર હિન્દુ અને બૌદ્ધ બંને માટે આસ્થાનું કેન્દ્ર છે. તમને જણાવી દઈએ કે આ મંદિર ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ મંદિરની અદભૂત સ્થાપત્ય કળા અને આ સ્થાનનું આધ્યાત્મિક વાતાવરણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કીલોંગની મુલાકાત વખતે તમારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

ટ્રેકિંગ અને હાઇકિંગ

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

કીલોંગમાં ઘણાં પોપ્યુલર ટ્રેકિંગ રૂટ્સનો એક ગેટવે મળી જશે. આવી સ્થિતિમાં, જો તમે પણ કીલોંગ જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે ચોક્કસપણે ટ્રેકિંગનો આનંદ લેવો જોઈએ. તમે દારચા લામાયુરુ ટ્રેક અથવા ઝાંસ્કર વેલી ટ્રેક પર ટ્રેકિંગનો આનંદ પણ લઈ શકો છો. અહીં ટ્રેકિંગ કરતી વખતે તમને ઘણા અદ્ભુત નજારા જોવા મળશે.

એડવેન્ચર સ્પોર્ટ્સ

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

જો તમે પણ એડવેન્ચર એક્ટિવિટી કરવાના શોખીન છો તો તમારા માટે કીલોંગ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં તમે ભાગા નદીમાં રિવર રાફ્ટિંગથી લઇને ખરબચડા વિસ્તારોમાં માઉન્ટેન બાઇકિંગ અને સુંદર સ્થળોએ કેમ્પિંગ જેવી એક્ટિવિટીઝ કરી શકો છો. આ અનુભવ તમને જીવનભર યાદ રહેશે. આ એક્ટિવિટીઝમાં ભાગ લઇને તમે હિમાલયના રોમાંચને ખૂબ નજીકથી માણી શકશો.

લોકલ ફુડ્સ અને કલ્ચર

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

જો તમે ક્યાંક ફરવા જાઓ છો, તો તમે તે સ્થળને ત્યાં સુધી સારી રીતે ઓળખી નથી શકતા જ્યાં સુધી તમે ત્યાંના ફૂડ અને કલ્ચરથી બરોબર વાકેફ ન થઇ જાઓ. આવી સ્થિતિમાં, તમારે કીલોંગની સ્થાનિક વાનગીઓનો સ્વાદ માણવો જ જોઈએ. કીલોંગમાં તમે થુકપાથી મોમોસ અને અન્ય લોકલ આઇટમ્સનો સ્વાદ ચાખી શકો છો. ચાંગ તરીકે ઓળખાતી કીલોંગની પ્રખ્યાત જવ બીયરને પણ જરૂર ટ્રાય કરો. તમે કીલોંગની સ્થાનિક સંસ્કૃતિ અને લોકલ ફેસ્ટિવલ્સ તેમજ ઇવેન્ટ્સનો ભાગ બની શકો છો.

સૂરજ તાલ

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

સુરજ તાલ એ ભારતનું ત્રીજું સૌથી મોટું તળાવ છે જે દરિયાની સપાટીથી 4950 મીટરની ઉંચાઈ પર આવેલું છે. સ્પીતિ ખીણમાં સ્થિત સૂરજ તાલનો શાબ્દિક અર્થ થાય છે 'સૂર્ય દેવનું તળાવ'. આ વિસ્તારની મુલાકાત લેતી વખતે બરાલાચા પાસની નીચે અદભૂત તળાવ જોવા જેવું છે. સુરજ તાલ સરોવર એ સપનામાં દેખાતા તળાવ જેવું અને ફોટોજેનિક તળાવો પૈકીનું એક છે. સુરજ તાલ કીલોંગથી 72 કિલોમીટર દૂર આવેલું છે.

શશુર મઠ

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

શશુર મઠ એ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લામાં સ્થિત ડ્રગ્પા સંપ્રદાયનો બૌદ્ધ મઠ છે. આ મઠ એક ત્રણ માળની બિલ્ડિંગ છે જે મનાલીથી 35-40 કિમીના અંતરે આવેલી છે. "શશૂર" નો શાબ્દિક અર્થ સ્થાનિક ભાષામાં વાદળી પાઈન થાય છે, કારણ કે શશૂર મઠની આસપાસ વાદળી પાઈન વૃક્ષો જોવા મળે છે. શશૂર મઠ ખીણની ઉપર 600 મીટરની ઊંચાઈ પર આવેલું છે જ્યાંથી તમે પર્વતો અને કીલોંગ શહેરનો વિહંગમ નજારો જોઈ શકો છો. શશુર મઠનું નિર્માણ 7મી સદીમાં થયું હતું. જે પણ આ મઠ જોવા આવે છે તે તેના ઇન્ટીરિયર્સ અને વાસ્તુકલાની પ્રશંસા જરૂર કરે છે. શશૂર મઠ કેલોંગથી 4 કિલોમીટર દૂર આવેલો છે.

રોહતાંગની પાસ પરમિટ કેવી રીતે મેળવવી

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

જો તમે કીલોંગની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારે પ્રવાસી વિકાસ પરિષદ મનાલી તરફથી યાત્રા પરમિટની જરૂર પડશે. દરેક વાહનને રોહતાંગ પાસને પાર કરવા માટે 500 રૂપિયા અને કન્જેશન ચાર્જના નામે વધારાના 50 રૂપિયા ચૂકવવા પડશે. કીલોંગ જવા માટે તમારે મનાલીમાં એસડીએમ ઓફિસમાંથી પ્રમાણપત્ર લેવું પડશે. તમને જણાવી દઈએ કે BRO અહીં મંગળવારે મેન્ટેનન્સનું કામ કરે છે, તેથી તમારે આ દિવસે કીલોંગની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે વાહનોને જવા દેવાની પરમિશન નહીં મળે.

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

ભલે તમે ટૂ-વ્હીલર કે ફોર-વ્હીલર પર કીલોંગની મુસાફરી કરી રહ્યા હોવ પરંતુ તમારે પરમિટની જરૂર પડશે. રોહતાંગ પાસથી યાત્રા કરવા માટે પરમિટની જરૂર પડે છે, જે સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી (રવિવાર અને બીજા શનિવાર સિવાય) SDM ઑફિસમાંથી મેળવી શકાય છે. યાદ રાખો કે આ પરમિટ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. તેથી, સમસ્યાઓથી બચવા માટે, અગાઉથી પરમિટ લઇ લો.

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

પરમિટ માટે જરૂરી દસ્તાવેજો

1. તમારી હોટેલ બુકિંગનો પુરાવો તમારી સાથે રાખો. તમને જણાવી દઈએ કે ઓનલાઈન હોટેલ બુકિંગને માન્ય ગણવામાં આવતું નથી.

2. તમારા માટે વાહનનું પ્રદૂષણ પ્રમાણપત્ર, વાહન નોંધણી પ્રમાણપત્ર અને ડ્રાઇવરનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.

3. તમે જે વાહન દ્વારા મુસાફરી કરવા જઈ રહ્યા છો તે 10 વર્ષથી વધુ જૂનું ન હોવું જોઈએ.

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

પરમિટ મેળવવા માટેની પ્રક્રિયા-

• પરમિટ મેળવવા માટે, ઉપરોક્ત તમામ દસ્તાવેજોની ચકાસણી માટે સવારે 10:00 AM થી 1:00 PM ની વચ્ચે ઑફિસે પહોંચો. પરમિટ બપોરના 3:00 થી 5:00 વાગ્યાની વચ્ચે આપવામાં આવે છે. આ સમયમર્યાદા દરમિયાન જ ઓફિસમાંથી પરમિટ એકત્રિત કરો.

• તમારા માટે મુસાફરીની તારીખના ઓછામાં ઓછા એક દિવસ પહેલા પરમિટ માટે અરજી કરવી ફરજિયાત છે. તેથી, શાંતિપૂર્ણ મુસાફરી કરવા માટે તમારી પાસે પરમિટ હોવી આવશ્યક છે.

Photo of પાર્ટનરની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન હોય તો જરૂર કરો આ એક્ટિવિટી, યાદગાર બનશે ટ્રિપ by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads