કાશ્મીરની આ ઓફબીટ જગ્યાઓ જોયા બાદ તમને કાશ્મીર વધુ સુંદર લાગશે

Tripoto
Photo of કાશ્મીરની આ ઓફબીટ જગ્યાઓ જોયા બાદ તમને કાશ્મીર વધુ સુંદર લાગશે 1/2 by Romance_with_India

જે દૃશ્ય સામે દેખાય છે તે દાલ લેક છે અને પાછળ પીર પંજલ રેન્જ છે. કદાચ કાશ્મીરના આવા જ કોઈ નજારાને જોઈને જહાંગીરે ફારસીમાં કહ્યું હતું, 'ગર ફિરદૌસ બર રુએ ઝમીન અસ્ત, હમીં અસ્તો, હમીં આસ્તો, હમીં અસ્તો’; એટલે કે જો પૃથ્વી પર જો કોઈ સ્વર્ગ છે, તો તે અહીં છે, તે અહીં છે અને ફક્ત અહીં જ છે. આ વાત કાશ્મીર માટે આજે પણ એટલી જ સાચી છે જેટલી જહાંગીરના સમયે હતી. કાશ્મીર હજુ પણ સ્વર્ગ છે અને જે ત્યા જાય છે તે વારે વારે કશ્મીર જાય છે.

Photo of કાશ્મીરની આ ઓફબીટ જગ્યાઓ જોયા બાદ તમને કાશ્મીર વધુ સુંદર લાગશે 2/2 by Romance_with_India

તમે કાશ્મીર વિશે સાંભળ્યું જ હશે કે તે પૃથ્વી પરનું સ્વર્ગ છે, અહીં કવિતાઓ અને સંગીત હવામાં તરતા રહે છે, કાશ્મીર વિશેની દરેક બાબતો સંપૂર્ણપણે સાચી છે. પરંતુ કાશ્મીરની સુંદરતા માત્ર શ્રીનગર અને ગુલમર્ગ નથી, કાશ્મીરની અસલી સુંદરતા તે સ્થળોએ છે જ્યાં તમે જતા જ નથી. જે હજુ પણ સ્ટ્રોલર્સ અને નવા લોકોની રાહ જોઈ રહી છે. આજે અમે તમને કાશ્મીરના આવા કેટલાક અજાણ્યા સ્થળો વિશે જણાવશુ જેથી જ્યારે તમે કાશ્મીરની મુલાકાત લો ત્યારે આ સ્થળોને પણ તમારી બકેટ લિસ્ટમાં સામેલ કરો.

1 યુસમર્ગ

યુસમર્ગ કાશ્મીરમાં સૌથી સુંદર અને છુપાયેલા સ્થળોમાંનું એક છે. અહીં ચારે બાજુ ઘાસ છે. અહીં આવતા તમને લાગશે કે તમે એક ઘાસના મેદાનમાં આવ્યા છો જે ક્યારેય પુરુ નથી થતુ અને તેની આસપાસ પહાડો છે. જ્યારે આકાશમાં ઉડતા વાદળો દેખાય છે ત્યારે તે વધુ સુંદર લાગે છે. એવું કહેવાય છે કે જ્યારે ઈસુ પોતાના અનુયાયીઓ સાથે સમગ્ર વિશ્વની મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓ આ સ્થળે રોકાયા હતા. આથી આ સ્થળનું નામ યુસમર્ગ છે. આ સ્થળ ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ છે. અહીં તમે લોકોના ઓછા અને પ્રકૃતિના અવાજો વધુ સાંભળશો.

અંતર: 50 કિમી. (શ્રીનગરથી)

સમય: 1 કલાક

2 લોલાબ વેલી

લોલાબ વેલી પ્રેમ અને સુંદરતા માટે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો આ સ્થળને વાદી-એ-લોલાબ પણ કહે છે. આ સુંદર વેલી ત્રણ નાની ખીણો; કાલારુસ, પોતનઈ અને બ્રુનઈ વેલીથી બનેલી છે. લોલાબ કાશ્મીરની એક અદભૂત જગ્યા છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ જગ્યા ફળોના બગીચાઓથી ભરેલી છે અને મેદાનો ચોખાના પાકથી ખીલેલા જોવા મળે છે. તમારા વ્યસ્ત જીવનમાં થોડા દિવસો આરામ કરવા માટે લોલાબ વેલી યોગ્ય સ્થળ છે. અહીં તમે થોડા દિવસોમાં નજીકના તમામ સ્થળો એક્સ્પ્લોર કરી શકો છો. કોઈ સ્ટ્રોલરને આવી જગ્યાથી વધુ તો બીજુ શું જોઈએ?

અંતર: 120 કિમી. (શ્રીનગરથી)

સમય: 2-3 કલાક

3 ચતપલ

તમે કાશ્મીરમાં ચતપલ પર જાશો તો ખુશીથી નાચી ઊઠશો. ચારે બાજુ હરિયાળી, દૂર સુધી દેખાતા પહાડો અને ત્યાંથી પસાર થતી નદી. બિલિવ મી, તે કાશ્મીરની વાસ્તવિક સુંદરતા દર્શાવે છે. તમે અહીંના પર્વતોને માપી શકો છો, પહાડો વચ્ચેથી મોટેથી બૂમો પાડી શકો છો અને કલાકો સુધી શાંતિથી બેસી શકો છો. ચતપલ આ સ્વર્ગનો એક નાનકડો ભાગ છે જેની તમારે મુલાકાત લેવી જ જોઇએ. તમે અહીં આવશો તો તમને પાછા જવાનું મન જ નહીં થાય.

અંતર: 85 કિમી. (શ્રીનગરથી)

સમય: 2-3 કલાક

4 વેરિનાગ

વેરિનાગ કાશ્મીરમાં એક નાનું પણ ખૂબ જ સુંદર શહેર છે. અનંતનાગ જિલ્લાનું આ નગર શ્રીનગર અને પહેલગામના રસ્તા પર આવે છે. જેલમના કિનારે વસેલા આ નગર પર લોકો ધ્યાન આપતા નથી, પરંતુ આ સ્થળ જોવા લાયક છે. અહીંની હરિયાળી અને લીલાછમ ખેતરો તમને મોહિત કરશે. જેલમ નદીનુ ઉદ્ગમ સ્થાન પણ અહિ હોવાથી આ સ્થળ વધુ ખાસ છે. તેમ છતા પ્રવાસીઓ અહીં ઓછા આવે છે પરંતુ જે આવે છે તે આ સ્થળની વિશેષતા સમજે છે. જો તમે કાશ્મીર જાઓ તો ચોક્કસપણે આ જગ્યાને તમારી બકેટ લિસ્ટમાં રાખો.

અંતર: 86 કિમી. (શ્રીનગરથી)

સમય: 2-3 કલાક.

5 ગુરેઝ વેલી

ગુરેઝ વેલી એક સમયે ભારતના સિલ્ક રૂટનો ભાગ હતી પરંતુ હવે તે ભારતીય સરહદની ખૂબ જ નજીકનું સ્થળ છે. અહિ માત્ર પહાડો અને નદીઓ જ નહિ પણ અહીંના લોકો પાસે એવી વાર્તાઓ પણ છે જે તમને બીજે ક્યાંય નહીં મળે. આ કાશ્મીરનું સૌથી દુર્ગમ સ્થળ છે તેથી થોડા જ લોકો અહીં જઈ શકે છે પરંતુ ગુરેઝમાં જે છે તે કાશ્મીરમાં બીજે ક્યાંય નથી. અહીં તમારે રૂમમાં બેસીને મોબાઈલ વાપરવાની જરૂર નહીં પડે. અહીંના લોકો ખૂબ જ સુંદર છે જેમની મહેમાનગતિ તમને ખુશ કરશે. આ સ્થળ સરહદની નજીક છે, તેથી અહીં આવવા માટે તમારે ઈનરલાઇન પરમિટ લેવી પડશે. જો તમે કાશ્મીર જાઓ તો ગુરેઝ વેલી માટે અલગથી સમય નિકાળો કારણ કે આ જગ્યા ઊતાવળે જોવાય એવી નથી.

અંતર: 125 કિમી. (શ્રીનગરથી)

સમય- 4-5 કલાક

6 બંગુસ વેલી

કાશ્મીરના મોટાભાગના સ્થળો જેમ જ બંગુસ વેલી છે. ઉનાળામાં આ જગ્યા હરિયાળીથી ભરેલી હોય છે અને શિયાળામાં તે બરફથી ઢંકાયેલી. અહીં તમે ચારે બાજુ પાઈન અને દેવદારના જંગલો જોશો. આ સ્થળની મુલાકાત લેવા માટે તમારે ઈનરલાઇન પરમિટની જરૂર પડશે. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં, જ્યારે તમે અહીં પહોંચશો ત્યારે બધું ભૂલી જશો. જ્યારે તમે તારાઓથી ભરેલા આકાશની નીચે એક ધાબળામાં સૂતા હોવ ત્યારે તે રાત તમારા માટે સૌથી યાદગાર બની રહેશે. તમારે કાશ્મીરના આ સુંદર સ્થળની મુલાકાત લેવી જ જોઇએ.

અંતર: 128 કિમી. (શ્રીનગરથી)

સમય: 4-5 કલાક.

7 ડાચીગામ નેશનલ પાર્ક

ડાચીગામ નેશનલ પાર્ક કાશ્મીરના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. ડાચીગામ એટલે દસ ગામ. 141 ચોરસ કિમીમા ફેલાયેલુ આ નેશનલ પાર્કમાં બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ જે નીચે છે, પ્રવાસીઓ તેમાં રખડી શકે છે અને બીજો ભાગ ઉપર છે જેના માટે તમારે ટ્રેકિંગ કરવું પડશે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમને ઘણા પાઈન અને ઓક વૃક્ષો મળશે. આ સિવાય, અહીંના જંગલી પ્રાણીઓમાં ચિત્તો, સ્નો લેપર્ડ, કાળા રીંછ, ભૂરા રીંછ, જંગલી બિલાડી, હિમાલયન માર્મોટ, કસ્તુરી હરણ, સેરો અને લાલ શિયાળનો સમાવેશ થાય છે. જો તમે કાશ્મીર જાઓ તો તમે ડાચીગામ નેશનલ પાર્ક પણ જઈ શકો છો.

અંતર: 22 કિમી. (શ્રીનગરથી)

સમય: આશરે 30 મિનિટ.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads