ભારતીય કપલ્સ માટે વ્યાજબી હનીમૂન માટેના 7 આઈડિયા

Tripoto

અમે આજના ભારતીય કપલ્સ માટે સસ્તા પરંતુ યાદગાર એવા હનીમૂન આઈડિયા લાવ્યા છીએ જે તમારા ખિચ્ચ પર ભાર પણ નહીં પડવા દે અને તમારા હનીમૂનને યાદગાર પણ બનાવશે.

1. સંગાથની શરૂઆત એડવેન્ચર સાથે!

Photo of ભારતીય કપલ્સ માટે વ્યાજબી હનીમૂન માટેના 7 આઈડિયા 1/6 by Jhelum Kaushal
Credit: Flo Maderebner

જો તમે બંને પૂરતા અનુભવી હો તો માત્ર તમે બે વ્યક્તિ જ ટ્રેક પર જય શકો છો. હા એક વસ્તુનું ધ્યાન રાખો કે આમ તમારે જાતે ટેન્ટ બાંધવાથી લઈને જાતે રસોઈ બનાવવા સુધીનું કામ કરવું પડશે. જો બધું જ નાતે ન કરવું હોય તો એક ગાઈડ કમ હેલ્પરને પણ સાથે લઇ જઈ શકો છો.

ખર્ચ : 7 દિવસના ટ્રેક માટે 7000 થી 12000 રૂપિયા

12 Best Treks For 12 Months In India: How To Book & Prepare, Itinerary, Difficulty Level, & More

2. ઘરની નજીકના લક્ઝરી રિસોર્ટ જાઓ

Photo of ભારતીય કપલ્સ માટે વ્યાજબી હનીમૂન માટેના 7 આઈડિયા 2/6 by Jhelum Kaushal

તમે હનિમૂનનો આનંદ વધુ ખર્ચ ન કરીને અને વધુ મુસાફરી ન કરીને તમારા પોતાના શહેરમાં અથવા શહેરની નજીક કોઈ લક્ઝરી રિસોર્ટ બુક કરીને પણ લઇ શકો છો. અલગ અલગ પ્રકારની ડિલ્સ અને પેકેજનો લાભ જરૂર લો.

ખર્ચ: 2 નાઈટ માટે 10000 થી 12000 રૂપિયા

3. લગ્ન સુધી રાહ જુઓ અને પછી છેલ્લી ઘડીએ બુકીંગ કરો

સ્વાભાવિક રીતે એડવાન્સ બુકીંગ કરતા લોકોને આ નવું લાગે પરંતુ આ રીતે બુકીંગ કરવામાં ઘણો જ ખર્ચ બચી જાય છે. એરલાઇન્સ અને હોટેલ્સ ઘણી બધી લાસ્ટ મિનિટ ડિલ્સ આપતી હોય છે જેની લાભ તમે લઇ શકો છો. અને એઇર ફેર ના આધારે તમે તમારું ડેસ્ટિનેશન પણ ચેન્જ કરી શકો છો. ઉપરાંત હોટેલના રિસેપશનીષ્ટને હનીમૂન અંગે જાણ કરીને ફ્રી અપગ્રેડ પણ મળી શકે છે.

4. રોડ ટ્રીપ

Photo of ભારતીય કપલ્સ માટે વ્યાજબી હનીમૂન માટેના 7 આઈડિયા 3/6 by Jhelum Kaushal

રોડ ટ્રીપ એ રોમાન્સમાં 100 % વધારો કરતુ તત્વ છે. તો શા માટે હનીમૂન પણ રોડટ્રિપ દ્વારા જ ન કરવું! તમારી પોતાની હોટેલ પસંદ કરો, તમારું પોતાનું ફૂડ પસન્દ કરો અને શા માટે વિમાનમાં કલાકો સુધી બંધ થઈને રહેવા કરતા રોમાન્સનો આનંદ માણો!

ખર્ચ: ફ્યુલ, ફૂડ અને રહેવા માટે અંદાજે 5000 થી 10000 રૂપિયા

Guide To India's Other Stunning Coastline and Exploring Uttarakhand's Jaw-Dropping Kumaon Valley

5. વેલનેસ ગેટઅવે

Photo of ભારતીય કપલ્સ માટે વ્યાજબી હનીમૂન માટેના 7 આઈડિયા 4/6 by Jhelum Kaushal
Credit: Bhakti Kutir

કોઝી સ્ટે, સાત્વિક ખોરાક અને થેરાપી સાથે શાંતિથી રહેવું હોય તો વેલનેસ સેન્ટર જેવી મજા ક્યાંય નથી. તમે બંને એક સાથે યોગ, ડીટોક્સ અને મસાજ તથા આરામ કરીને એકદમ ફ્રેશ થઇ શકો છો ઉપરાંત નવજીવનની શરૂઆત કરી શકો છો.

ક્યાં જવું?

Bhakti Kutir in Palolem, Goa. Doubles start from ₹1,800;

Karuna Farm, near Kodaikanal, Tamil Nadu. Doubles start from ₹1,300;

Soul and Surf in Varkala, Kerala. Doubles start from ₹3,150.

6. તમારા હનીમૂન પર બીજાને મદદ કરો

Photo of ભારતીય કપલ્સ માટે વ્યાજબી હનીમૂન માટેના 7 આઈડિયા 5/6 by Jhelum Kaushal
Credit: classroomofhope.org

મદદરૂપ થવાથી વધારે આનંદ કોઈ જ વસ્તુમાં નથી હોતો. તમારા હનીમૂનને કંઈક અલગ રીતે યાદગાર બનાવવા માટે તમે અન્ય લોકોની મદદ કરી શકો છો અને એ માટે ઘણી જ તક દેશમાં ઉપલબ્ધ છે. તમે જે સંસ્થા માટે વોલન્ટિયરિંગ કરશો એ તમારા રહેવા અને જમવાનો ખર્ચ પણ ઉઠાવે છે. આ એક ઘણો જ યુનિક આઈડિયા છે તમારી નવી જર્નીની શરૂઆત કરવા માટે.

Want to Travel to Change the World and Make a Difference? Here's How

7. ઘરે રહો અને એક બીજાને ઓળખો!

Photo of ભારતીય કપલ્સ માટે વ્યાજબી હનીમૂન માટેના 7 આઈડિયા 6/6 by Jhelum Kaushal

તમને ક્યારેક એમ નથી થતું કે એલાર્મ ન વાગે અને સુતા જ રહીએ અથવા આખો દિવસ ઘરે જ રહીએ? તો પછી હનીમૂનને પણ એ જ રીતે ગાળો ને! ફોન સ્વિચ ઓફ કરી દો, ઢગલાબંધ મૂવી ડાઉનલોડ કરી લો અને ઘરમાં નાશતાનો સંગ્રહ કરી રાખો! એક મહિના સુધી રજા લઈને બંને જણા એક બીજાને ઓળખવામાં સમય પસાર કરો!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads