ખોટુ લાગે છે ને? એલીનની કહાની પણ કંઇક આટલી જ આશ્ચર્યજનક છે. પરંતુ આ વાત તો તેને વધુ રસપ્રદ બનાવે છે.
એલીન અડાલિદ મૂળરૂપે ફિલિપાઇન્સની છે પરંતુ તે દુનિયાની નાગરિક તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરે છે. એલીને પોતાની ડૉયશે બેંકમાં એક સારો હોદ્દો ધરાવતી કૉર્પોરેટ નોકરીમાંથી રાજીનામું આપીને યાત્રા કર્યાને 3 વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે.
મૉડર્ન યાયાવર (નોમેડિક)
એલનના શરૂઆતી દિવસોમાં તેમણે ફ્રીલાન્સિંગ નોકરીઓ કરીને વિતાવ્યા. વેબ ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, ઑનલાઇન માર્કેટિંગ અને આ ઉપરાંત બીજુ ઘણું બધુ. તેમણે પોતાની યાત્રાનો ખર્ચ ઉઠાવવા માટે ઘણાં પૈસા કમાવ્યા.
આ રીતે નોકરીઓના કારણે હવે તે ડિજિટલ નોમેડ હોવાનો દાવો કરે છે.
1. વેપારી – તે પોતાના બૉયફ્રેન્ડ જોનસની સાથે ટ્રાવેલ ગિયરનો એક ઑનલાઇન બિઝનેસ ચલાવે છે. વેબસાઇટ www.adalidgear.com છે. તમે તેને જોઇ શકો છો.
2. ટેકનીકલ એક્સપર્ટ – તે ઘણી બ્રાન્ડ્સ સાથે ઑનલાઇન માર્કેટિંગ અને SEO મેનેજમેન્ટનું કામ કરી રહી છે.
3. યાત્રા લેખક- તે પોતાના ઘણાં જ સફળ બ્લૉગ www.iamaileen.com પર સતત કામ કરે છે, સાથે જ કેટલીક બીજી વેબસાઇટ માટે પણ લખે છે. તે એક પ્રોફેશનલ લેખક છે જેના કારણે તેને દુનિયાભરમાં મફત યાત્રા કરવાની તક મળે છે. આ રીતે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ તો સેટ છે.
દિલથી રખડુ
તેમનું મિશન છે પોતાના નાના દેશના પાસપોર્ટની સાથે દુનિયાના દરેક દેશને જોવાનો.
એલીન એક સતત યાત્રા કરતી યાત્રી છે પરંતુ તે હકીકતમાં પોતાના અંતિમ મિશનને પ્રાપ્ત કરવાની જલદીમાં નથી. તે ઘણી જ ખુશ છે કે તે પોતાનું સપનું જીવી રહી છે. તેમણે અત્યાર સુધી 25 દેશોની મુસાફરી કરી છે. આ લિસ્ટમાં ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ, સિંગાપુર, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, નોર્વે સામેલ છે. તેમની આ સફરથી તે સાબિત કરવા માંગે છે કે યાત્રા ભરેલું જીવન ફક્ત અમીરો માટે જ નથી.
એલીનનો હેતુ
એલીને પોતાની ઝિંદગી માટે કેટલાક લક્ષ્ય રાખ્યા છે જેને તે પોતાની સફર દ્વારા પૂરા કરવા માંગે છે:
1. લોકોને પોતાના ખાનગી રોમાંચ અને જીવની કહાનીથી પ્રેરિત કરવા.
2. લોકોની સાથે, સારી રીતે પોતાની યાત્રાઓને શેર કરવી જેમાં ટિપ્સ અને ઉપાય, ગાઇડ, ભલામણો વગેરે સામેલ છે જેથી તેમના બ્લોગ અન્ય યાત્રીઓ માટે જીવનને સરળ બનાવી શકે.
તે જે પણ કરે છે તે એટલા માટે કરે છે કારણ કે તેમનું માનવું છે કે નવા અનુભવોથી આપણા જીવનમાં ખુશી આવે છે અને એટલે દરેક દિવસ એક નવી અને અલગ સવાર જોવા માટે તે નવી સફરની શોધમાં નીકળી પડે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો