ઘુમારવીં હિલ સ્ટેશનઃ ઉંચા પહાડો અને સુંદર ઝરણાંની વચ્ચે વસેલુ એક અદ્ભુત શહેર

Tripoto
Photo of ઘુમારવીં હિલ સ્ટેશનઃ ઉંચા પહાડો અને સુંદર ઝરણાંની વચ્ચે વસેલુ એક અદ્ભુત શહેર by Paurav Joshi

Day 1

ભારતમાં સુંદર સ્થળોની કોઈ કમી નથી. આ સુંદર સ્થળોમાંનું એક છે હિમાચલ પ્રદેશ. જે પોતાની સુંદરતા, પ્રવાસન સ્થળો અને આકર્ષક સ્થળો માટે જાણીતું છે. આ એક એવું રાજ્ય છે જ્યાં તળાવો, ઊંચા પર્વતો અને પ્રાચીન મંદિરો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ એક ખૂબ જ સુંદર સ્થળ છે, જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ફરવા આવે છે. મિત્રો, હિમાચલ પ્રદેશમાં એવા ઘણા સ્થળો છે જે કુદરતી સંપત્તિથી ભરપૂર છે. આ જગ્યાઓમાંથી એક છે 'ઘુમારવીં'.

દિલ્હીથી લગભગ 384 કિલોમીટર દૂર આ સુંદર સ્થળ હિલ સ્ટેશન તરીકે પણ પ્રસિદ્ધ છે. જો કે, મોટાભાગના લોકો આ સ્થળ વિશે જાણતા નથી, તેથી જો તમે એપ્રિલમાં આવતી રજાઓમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. તો ચાલો જાણીએ અહીંની કેટલીક સુંદર જગ્યાઓ વિશે.

ઘુમારવીંની નજીક જોવાલાયક સ્થળો

1.બંદલા હિલ ટોપ

Photo of ઘુમારવીં હિલ સ્ટેશનઃ ઉંચા પહાડો અને સુંદર ઝરણાંની વચ્ચે વસેલુ એક અદ્ભુત શહેર by Paurav Joshi

મિત્રો, ઘુમારવીં બિલાસપુર જિલ્લાનું એક મુખ્ય શહેર છે. અને બંદલા હિલ ટોપ બિલાસપુર જિલ્લામાં આવેલું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘુમારવીંમાં જો કોઈ ફરવા માટેનું સ્થળ છે તો તે સૌથી પ્રસિદ્ધ બંદલા હિલ ટોપ છે. કારણ કે આ ટોચ પરથી આખું શહેર જોઈ શકાય છે. જેનો નજારો સ્વર્ગથી કમ નથી. એટલા માટે તમને અહીં ઘણા પ્રવાસીઓ જોવા મળશે. બંદલા હિલ ટોપ સેલ્ફી પોઈન્ટના નામથી પણ ખૂબ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં, જો તમે ઘુમારવીંની મુલાકાત લેવા આવો છો, તો સૌથી પહેલા તમે બંદલા હિલ ટોપ પર જઈ શકો છો.

2. ગોવિંદ સાગર વ્યુ પોઈન્ટ

Photo of ઘુમારવીં હિલ સ્ટેશનઃ ઉંચા પહાડો અને સુંદર ઝરણાંની વચ્ચે વસેલુ એક અદ્ભુત શહેર by Paurav Joshi
Photo of ઘુમારવીં હિલ સ્ટેશનઃ ઉંચા પહાડો અને સુંદર ઝરણાંની વચ્ચે વસેલુ એક અદ્ભુત શહેર by Paurav Joshi

ઘુમારવીં નજીક આવેલ ગોવિંદ સાગર વ્યુ પોઈન્ટ પ્રવાસીઓ માટેના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે. મોટાભાગના પ્રવાસીઓ પ્રાકૃતિક નજારાનો આનંદ માણવા માટે સવારે અથવા સાંજે અહીં પહોંચે છે. કારણ કે અહીં સવાર અને સાંજ બંનેનો નજારો ખૂબ જ સુંદર હોય છે. તમે તમારા મિત્રો, પરિવાર કે જીવનસાથી સાથે અહીં ફરવા આવી શકો છો. જો તમે તમારા પાર્ટનર સાથે આવો છો, તો સાંજે ચોક્કસપણે ફરવા જાવ. આ સિવાય તમે આ જગ્યા પર અનેક પ્રકારના પક્ષીઓ પણ જોઈ શકો છો. જે ખૂબ જ પ્રખ્યાત છે. તમે અહીં ઠંડા પાણીમાં પગ ડુબાડીને થોડો સમય મજા પણ માણી શકો છો. અહીં તમે કેટલીક વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો પણ આનંદ માણી શકો છો.

3. ભાખરા ડેમ

Photo of ઘુમારવીં હિલ સ્ટેશનઃ ઉંચા પહાડો અને સુંદર ઝરણાંની વચ્ચે વસેલુ એક અદ્ભુત શહેર by Paurav Joshi

ભાખરા ડેમ હિમાચલ પ્રદેશનું એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. મિત્રો, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સતલજ નદી પર બનેલો આ ડેમ દેશનો બીજો સૌથી ઉંચો ડેમ છે. તેની ઉંચાઈ લગભગ 740 ફૂટ છે. વરસાદની મોસમમાં આ જગ્યાની સુંદરતા ચરમસીમા પર હોય છે, પરંતુ તમારી સુરક્ષા માટે તમને જણાવી દઈએ કે વરસાદની મોસમમાં અહીં ફરવું તમારા માટે જોખમોથી મુક્ત નથી. તેથી વરસાદની મોસમમાં અહીં આવવાનું ટાળો. મિત્રો, ઘુમારવીંમાં બંદલા હિલ ટોપની મુલાકાત લીધા પછી, તમે ભાખરા ડેમની મુલાકાત લેવા જઈ શકો છો. આ સ્થળ પિકનિક સ્પોટ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દરરોજ હજારો લોકો આ સુંદર જગ્યાએ મોજ-મસ્તી કરવા પહોંચે છે. અને તમારી મુસાફરીનો આનંદ માણો.

4. નૈના દેવી મંદિર

Photo of ઘુમારવીં હિલ સ્ટેશનઃ ઉંચા પહાડો અને સુંદર ઝરણાંની વચ્ચે વસેલુ એક અદ્ભુત શહેર by Paurav Joshi

જો તમે ઘુમારવીંમાં કોઈપણ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારે એકવાર નૈના દેવી મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. શ્રી નૈના દેવીજીનું મંદિર હિમાચલ પ્રદેશ રાજ્યના બિલાસપુર જિલ્લામાં એક પર્વત પર આવેલું છે. આ મંદિર દરિયાની સપાટીથી 1219 મીટરની ઉંચાઈ પર આવેલું છે, જેનું નિર્માણ 8મી સદી દરમિયાન રાજા બીર ચંદે કરાવ્યું હતું. આ મંદિર તેના નિર્માણ પછી ઘણી લોકવાયકાઓ માટે જાણીતું છે અને આજે પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓ તેને ખૂબ જ પવિત્ર માને છે. આ મંદિરમાં પ્રવાસીઓની નિયમિત ભીડ રહે છે. નૈના દેવી મંદિરની આસપાસ ઘણી રહસ્યમય લોકકથાઓ છે, જે પ્રવાસીઓને આકર્ષે છે.

5. કોલ્ડમ ડેમ

Photo of ઘુમારવીં હિલ સ્ટેશનઃ ઉંચા પહાડો અને સુંદર ઝરણાંની વચ્ચે વસેલુ એક અદ્ભુત શહેર by Paurav Joshi

કોલ્ડમ ડેમ સતલજ નદી પર બાંધવામાં આવ્યો છે જે બિલાસપુરથી લગભગ 18 કિલોમીટરના અંતરે આવેલો છે. કોલ્ડમ બિલાસપુરના સૌથી પ્રખ્યાત આકર્ષણોમાંનું એક છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. ડેમ કુદરતી લેન્ડસ્કેપથી ઘેરાયેલો છે અને લોકો આ વિસ્તારમાં પિકનિક માટે અવારનવાર આવે છે. ઘુમારવીંની મુલાકાત લેનારા તમામ પ્રવાસીઓએ એકવાર આ સ્થળની મુલાકાત લેવી જ જોઈએ.

ઘુમારવીં કેવી રીતે પહોંચવું?

જો તમારે દિલ્હીથી ઘુમારવીંની મુલાકાત લેવી હોય તો. આ માટે તમે દિલ્હી અથવા ચંદીગઢથી બસ લઈને સીધા ઘુમારવીં પહોંચી શકો છો. જો તમે તમારા પોતાના માધ્યમથી અથવા ટેક્સી બુક કરીને સપ્તાહના અંતે અહીં પહોંચી શકો છો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘુમારવીંનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન આનંદપુર સાહિબ રેલ્વે સ્ટેશન છે. આનંદપુર સાહિબ રેલ્વે સ્ટેશન ઘુમારવીં શહેર લગભગ 32 કિમી દૂર છે. અહીં પહોંચ્યા પછી, તમે તમારી સુવિધા અનુસાર ઘુમારવીં પહોંચવા માટે ટેક્સી અથવા કેબ લઈ શકો છો.

તમને આ લેખ કેવો લાગ્યો, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads