ઉત્તર પૂર્વમાં શ્રીનગરથી 16 કિલોમીટર દૂર બુર્જહોમ નામનું એક ગામ છે, જેનું પુરાતત્વીય મહત્વ છે. તેના અવશેષો 3000 BC થી 1000 BC વચ્ચે માનવ વસવાટ સાથે સંકળાયેલ સાંસ્કૃતિક ક્રમ દર્શાવે છે. આ સ્થળ તે સમયગાળા દરમિયાન અનેક વખત તોડફોડનો શિકાર બન્યું હતું. આજની તારીખે આ સાઇટ ઘણી જ ઉપેક્ષિત છે.
ભારત સાથે જોડાણ થયું તે પહેલા જમ્મુ અને કાશ્મીરમાં રાજાશાહી શાસન હતું. જમ્મૂ- કાશ્મીરના મહારાજા પ્રતાપ સિંહે 1904માં પુરાતત્વ વિભાગની સ્થાપના કરી હતી. બાદમાં તેને ફ્રન્ટિયર સર્કલ બનાવવા માટે 1958માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સાથે મર્જ કરવામાં આવ્યું હતું. ટીએન ખજાનચીને તેના વડા બનાવવામાં આવ્યા હતા. ASI સંભવતઃ 1989 સુધી અસરકારક હતું અને બાદમાં શ્રીનગરમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને જમ્મુ ખસેડવામાં આવ્યું હતું. 1989માં આતંકવાદે પગપેસારો કર્યા પછી, જમ્મુ અને કાશ્મીરમાં, ખાસ કરીને ખીણમાં ASIનું કામ ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.
બુર્ઝહોમ પુરાતત્વીય સ્થળ
આ સ્થળની શોધનો શ્રેય 1936ના યેલ-કેમ્બ્રિજ અભિયાનને આપવામાં આવે છે. ASI ના ફ્રન્ટિયર સર્કલ દ્વારા 1960-71 સુધી વિસ્તૃત ખોદકામ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. સિરામિકના વાસણો, કુંડા, હાડકાં અને પથ્થરનાં સાધનોની શોધ નિયોથિલિકથી મોનોથિલિક યુગના વસવાટને સૂચવે છે. ત્યારે લોકો કૂતરા અને બકરાને પાલતુ પ્રાણી તરીકે રાખતા હતા અને મૃતકોને ખાડાઓમાં દાટી દેતા, જેના પર ચૂનો રેડવામાં આવતો. આ ભૂમિગત નિવાસોના પુરાવા સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે તુલનાત્મક છે. અહીં પહેલાં પાંચ પથ્થરના સ્તંભો (મોનોલિથ્સ) ઊભા હતા, પરંતુ સપ્ટેમ્બર 2020ના Google Earth હાઈ રિઝોલ્યુશન ફોટામાં માત્ર એક જ સ્તંભ દેખાય છે.
સંભવિત વિશ્વ ધરોહર સ્થળ
આ સાઇટને 2014 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા માટે નામાંકિત કરવામાં આવી હતી, અને દરખાસ્ત મંજૂરીની રાહ જોઈ રહી છે. તેના સાર્વત્રિક મહત્વના સમર્થન સાથે સાઇટની વિગતો યુનેસ્કોની સંભવિત સાઇટ્સની સૂચિમાં મળી શકે છે. યુનેસ્કોની ટીમે સ્થળની મુલાકાત લીધી કે નહીં તે જાણી શકાયું નથી.
ક્રિકેટ ચાહકો તરફથી દુર્વ્યવહાર
બુર્ઝહોમ ગામના લોકો અગાઉના વર્ષોમાં જે નાના પાયે ક્રિકેટ મેચો રમતા હતા તે બુર્ઝહોમ ટી20ના નામથી મોટી T20 ચેમ્પિયનશિપમાં ફેરવાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, છેલ્લા ઘણાં વર્ષોમાં રાજ્ય સ્તરની ટુર્નામેન્ટમાં આ કપ માટે 30 ટીમોએ ભાગ લીધો હતો.વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની અસ્થાયી સૂચિમાં મૂકવામાં આવ્યા પછી પણ અહીં ક્રિકેટ પિચ બનાવવામાં આવી છે
ગેરકાયદેસર ખાણકામ અને અતિક્રમણ
આટલા મહત્વના સ્થળની આસપાસ ગેરકાયદેસર ખાણકામ અને દબાણ પણ થઇ રહ્યું છે. વર્ષ 2014 પછી તેમાં વધુ વધારો થયો છે. જ્યારે તે જ વર્ષે આ સાઇટ યુનેસ્કો સાથે સૂચિબદ્ધ થવા માટે ચર્ચામાં આવી હતી.
આ સ્થળ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા તો દૂર, તેને યોગ્ય રીતે જાળવણી પણ કરવામાં આવી નથી. છેલ્લા બે દાયકામાં લેવામાં આવેલી કોઈ પણ સેટેલાઇટ તસવીરોમાં અહીં સુરક્ષા વાડ દેખાતી નથી. 29 ઓક્ટોબર 2011 ના રોજ, 20 મોટી બસો સાઇટ પર જોવા મળી હતી, જે લગભગ 600 લોકોને સાઇટ પર લાવવા માટે પૂરતી હતી.
આવી મહત્વની જગ્યાઓ માટે ફરજિયાત બફર ઝોન હજુ સુધી બનાવવામાં આવ્યા નથી. વાસ્તવમાં, 2005 માં, કેમ્પસની અંદર એક બગીચો બનાવવામાં આવ્યો હતો જે સંપૂર્ણ રીતે વિકસિત છે. સરકારે આવી તોડફોડ અને હેરિટેજ સ્થળોના અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સ્થળની આસપાસ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. તેમજ કન્ટ્રોલ ગાઇડેડ ટૂર અહીંથી ટૂરિઝમની આવક લાવી શકે છે.
બૉલીવુડ દ્વારા શોષણ
હેરિટેજ સાઇટનો ઉપયોગ ફિલ્મના દ્રશ્યો અને ગીતોના શૂટિંગ માટે કરવામાં આવ્યો છે. ફિલ્મ "હૈદર" ના "બિસ્મિલ" ગીતની સિક્વન્સનું શૂટિંગ અનંતનાગ શહેર નજીક માર્તંડ સૂર્ય મંદિરમાં કરવામાં આવ્યું હતું, જે ASI સંરક્ષિત સ્મારક છે.
એક મહિના સુધી ચાલેલા શૂટના ગ્રાઉન્ડ ફોટોગ્રાફ્સ બતાવે છે કે કેવી રીતે એક મહિના માટે બૉલીવુડ ક્રૂ અને સ્થાનિક લોકો દ્વારા સાઇટની જગ્યા પર કબજો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો શૂટિંગ જોવા માટે દિવાલો પર આડેધડ બેસી જતા હતા, જે જગ્યા પહેલાથી જ ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. તે સમયની સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે સાઇટના બફર ઝોનમાં ઘણા મોટા ટેન્ટ લગાવવામાં આવ્યા હતા.
માર્તંડ સૂર્યમંદિર
ભારતમાં ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન અને કાશ્મીરમાં ચાર પ્રમુખ સૂર્ય મંદિર છે. ઓરિસ્સાનું કોણાર્ક સૂર્ય મંદિર, ગુજરાતના મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર, રાજસ્થાનના ઝારલપાટણનું સૂર્ય મંદિર અને કાશ્મીરનું માતર્ડં મંદિર. ઓરિસ્સા, ગુજરાત અને રાજસ્થાનના સૂર્ય મંદિર તો સારી સ્થિતિમાં છે પરંતુ કાશ્મીરના માર્તંડ સૂર્ય મંદિરના માત્ર અવશેષ જ રહ્યાં છે.
એવું માનવામાં આવે છે કે 7મી-8મી સદીમાં બનેલાં આ મંદિરને મુગલ આક્રમણકારીઓએ ખાસ નુકસાન પહોંચાડ્યું હતું. પહેલાં આ મંદિર ખૂબ જ સમૃદ્ધ અને સૂર્ય ઉપાસકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું હતું. પરંતુ કહેવામાં આવે છે કે, મુગલ કાળમાં આ મંદિર ઉપર અનેકવાર આક્રમણ થયાં. એટલે, આજે આ મંદિરના માત્ર અવશેષ જેવી અવસ્થામાં છે. જોકે, આ મંદિરનું મૂળ નિર્માણ 1700 વર્ષ પહેલાંનું માનવામાં આવે છે.
માર્તંડ મંદિર કાશ્મીના દક્ષિણી ભાગમાં અનંતનાગથી પહલગામના રસ્તામાં માર્તંડ નામનું સ્થાન છે. તેને કોરકોટા રાજવંશના શાસક લલિતાદિત્યે આઠમી સદીમાં બનાવ્યું હતું. આ મંદિર ઉપર ગાંધાર અને ગુપ્ત શૈલીનો પ્રભાવ છે. કારકોટા રાજવંશ કશ્યપ અને અદિતિની નાગવંશી સંતાન કર્કોટકના વંશજ અથવા ઉપાસક માનવામાં આવે છે.
માર્તંડ સૂર્ય મંદિરનું નિર્માણ મધ્યકાલીન યુગમાં 7મી થી 8મી સદી દરમિયાન થયું હતું. સૂર્ય રાજવંશના રાજા લલિતાદિત્યએ આ મંદિરનું નિર્માણ એક નાના શહેર અનંતનાગ પાસે એક પહાડી ઉપર કરાવ્યું હતું. તેની ગણના લલિતાદિત્યના પ્રમુખ કાર્યોમાં કરવામાં આવે છે.
આ મંદિરમાં 84 સ્તંભ છે. આ મંદિરને બનાવવા માટે ચૂનાના પત્થરોની ચોરસ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તે સમયના કલાકારોની કુશળતાને દર્શાવે છે. આ મંદિરની રાજસી વાસ્તુકળા તેને અલગ બનાવે છે.
આ મંદિરને બનાવવા માટે ચૂનાના પત્થરની ચોરસ ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તે સમયના કલાકારોની કુશળતાને દર્શાવે છે. આ મંદિરની રાજસી વાસ્તુકળા તેને અલગ બનાવે છે. બરફથી ઢંકાયેલાં પહાડોની પૃષ્ઠભૂમિ સાથે કેન્દ્રમાં આ મંદિર આ સ્થાનનું ચમત્કાર જ કહેવામાં આવશે. આ મંદિરથી કાશ્મીર ઘાટીનું મનોરમ દૃશ્ય પણ જોઇ શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો