જ્યારે પણ પહાડો પર રજાઓ ગાળવાનું મન થાય તો મનમાં હિમાચલ પ્રદેશ જ આવે. હિમાચલ ભારતના સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. અહીંના પહાડો, જંગલ, ઝરણાં, નદીઓ બધુ જ દુનિયાભરમાં પ્રખ્યાત છે. હિમાચલમાં લોકો શિમલા, મનાલી વધારે જાય છે પરંતુ આ સિવાય પણ એક એવી જગ્યા છે જે ઘણી સુંદર છે અને તે છે શોજા. હિમાચલની સેરાજ ખીણમાં સ્થિત શોજા એક મનમોહક પર્યટક સ્થળ છે જ્યાં જવાનું તમને ચોક્કસ મન થશે તો આજે આપણે તેના વિશે જાણીએ.
શોજા
શોજા હિમાચલ પ્રદેશનું એક ઘણું જ સુંદર ગામ છે જે પોતાના લાકડાના બનેલા ઘરો અને મંદિરો માટે પ્રસિદ્ધ છે. આ ગામ હિમાચલની સેરાજ ખીણમાં સ્થિત છે. શોજા હિમાચલના કુલુ જિલ્લાનું એક નાનકડુ અને સુંદર ગામ છે. આ જગ્યાની ટોચથી હિમાચલની સુંદરતા જોઇ શકાય છે. શહેરની ભીડ-ભાડથી દૂર પ્રકૃતિની વચ્ચે આ ગામનો નજારો કોઇ સ્વર્ગથી કમ નથી. ચારેબાજુ ઊંચા પહાડ, હરિયાળી અને પ્રકૃતિની સુંદરતા તમને શાંતિ અને હળવાશ આપશે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં તે જુદા જુદા પ્રકારના છોડની જાત જોઇ શકે છે. સાથે જ વિવિદ પ્રકારના પક્ષીઓ પણ અહીં જોવા મળશે. આ જગ્યા જાલોરી પાસથી માત્ર 5 કિ.મી.દૂર ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કનો એક હિસ્સો છે. જેમાં વનસ્પતિ અને જીવોની દુર્લભ પ્રજાતિઓની સમૃદ્ધ વિવિધતા જોવા મળશે. વનસ્પતિ પ્રેમી અહીં ઓક, કૉનિફર, વાંસ, અલ્પાઇન ઘાસના મેદાનો જોઇ શકે છે. અહીં ઉંચાઇ પર વાદળી ઘેટાં, હિમાલયન ભુરુ રીંછ, કસ્તૂરી મૃગ, હિમ દિપડો વગેરે જોવા મળી શકે છે.
શોજાના આકર્ષણ સ્થળ
પહેલો દિવસ
જાલોરી પાસ
કુલુમાં શિમલાથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલું જાલોરી પાસ શહેરની ભીડથી દૂર એક અનોખુ સૌંદર્ય છે. જાલોરી એક ઉચ્ચ પર્વતીય પાસ છે, જે હિમાચલ પ્રદેશની કરસોગ ઘાટીમાં 10570 ફૂટ (3223 મીટર) ની ઉંચાઇ પર આવેલું છે. જેમને રોમાંચ પસંદ છે તેમના માટે આ જગ્યા એક આદર્શ સ્થાન છે. આ જગ્યાને તમે ફિલ્મ “યે જવાની હૈ દીવાની”માં બરફથી ઢંકાયેલા શિખર તરીકે જોયું હશે. જ્યાં અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને પર્વતારોહણના માધ્યમથી ટ્રેકિંગ કરતા બતાવાયા હતા. જાલોરી પાસ શોજાથી 5 કિલોમીટર દૂર આવેલું છે. ભારે બરફવર્ષાના કારણે ડિસેમ્બરથી જાન્યુઆરીથી આખો શિયાળો આ પાસ બંધ રહે છે.
સરોલેસર સરોવર
સરોલેસર સરોવર શોજાનું એક પ્રમુખ આકર્ષણ છે જે જાલોરી પાસથી લગભગ 5 કિ.મી. દૂર સ્થિત છે. આ એક નાનકડુ સરોવર છે જેનું પાણી ક્રિસ્ટલની જેમ સ્વચ્છ છે. જ્યાં જાલોરી પાસથી સુંદર ઓક અને દેવદારના જંગલોના માધ્યમથી 6 કિ.મી.ના ટ્રેક દ્વારા પહોંચી શકાય છે. અહીં એક મંદિર છે જે ઘણું પ્રસિદ્ધ છે જે દેવી બૂઢી નાગિનને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે દેવીના સો પુત્ર છે અને તે આ સ્થાનના સંરક્ષક તરીકે કામ કરે છે. જાલોરી પાસ પર મંદિરની બરોબર પાછળ સરયોલસર તળાવનો રસ્તો શરૂ થાય છે. ગરમીની સીઝનમાં યાત્રીઓ અને પગપાળા યાત્રીઓની સેવા માટે અને રોકાવા માટે અહીં ઘણાં ઢાબા છે. આ જાલોરી જોતથી 2-3 કલાકના અંતરે છે.
રઘુપુર કિલ્લો
સેરોલસર તળાવની પાસે જ જાલોરી પાસથી લગભગ 3 કિ.મી. અંતરે આવેલો આ એક ઐતિહાસિક કિલ્લો છે. જેમાં પરાણે કેટલીક દિવાલો ઉભી છે. રઘુપુર કિલ્લાનો રસ્તો એક સુંદર જંગલમાંથી પસાર થાય છે અને પહાડોના શાનદાર દ્રશ્ય છે. જેવા તમે એ ઘાસના મેદાનોમાં પહોંચો છો જ્યાં કિલ્લો આવેલો છે ત્યાં અવિશ્વસનીય દ્રશ્ય છે જ્યાં સુધી તમારી આંખો જોઇ શકે છે. આ કિલ્લા સુધી પહોંચવા માટેનો રસ્તો ઘણો જ સુંદર છે. કિલ્લા અંગે એવુ માનવામાં આવે છે કે મંડી શાસકો દ્વારા પોતાને બચાવવા માટે આ કિલ્લો બનાવાયો હતો.
બીજો દિવસ
વોટરફૉલ પોઇન્ટ
શોજાથી 1 કિલોમીટરના અંતરે વોટરફૉલ પોઇન્ટ એક સ્વર્ગની મુલાકાત જેવું છે. આ જગ્યા તમારા મોર્નિંગ વૉક માટે સૌથી સારી જગ્યા છે. જ્યાં તમને ઝરણાનું પાણી મીઠું અને ઠંડુ મળશે. અહીંની હરિયાળી, પ્રાકૃતિક સૌંદર્ય, ઝરણાનું સ્વચ્છ પાણી એક અલગ શાંતિનો અનુભવ આપે છે. તો જો તમે શોજામાં છો તો કોઇપણ કિંમતે આ જગ્યા જોવાનું ચુકતા નહીં.
તીર્થન ખીણ
કુલુ ખીણના દક્ષિણી છેડા પર સ્થિત તીર્થન ખીણ એક એવી જગ્યા છે જ્યાં શાંતિ અને હળવાશ છે. જો તમે કોઇ આવી જગ્યાની શોધમાં છો તો આ જગ્યા તમારા માટે જ બની છે. વહેતી નદીઓ, લીલીછમ ખીણો અને સરોવરો તીર્થન ખીણ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કના બફર ઝોનમાં સ્થિત છે. આ જગ્યા ટ્રેકિંગ માટે ખાસ કરીને જાણીતી છે. આ ઉપરાંત, અહીં બીજી પણ ઘણી સાહસિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમ કે ટ્રાઉટ ફિશિંગ / રેપલિંગ / રૉક ક્લાઇમ્બિંગ. અહીં પહોંચીને તમને સ્વર્ગ જેવી અનુભુતિ થશે.
શોજા ફરવા જવાનો સૌથી સારો સમય
આમ તો તમે અહીં કોઇપણ ઋતુમાં આવી શકો છો. અહીંની શાંતિ અને હળવાશનો આનંદ લો. પરંતુ કેટલીક ઋતુમાં અહીંનો નજારો તમારી આંખોમાં વસી જશે. જો તમે અહીં ગરમી અને ચોમાસાની ઋતુમાં આવશો તો તમે અહીં પહાડોની ઢાળ પર ખીલતા ફૂલોને જોઇ શકો છો.
શોજા કેવી રીતે જશો
વિમાનથી: વિમાનથી શોજા જવા માટે કોઇ સીધી ફ્લાઇટ નથી એટલે તમારે અહીં આવવા માટે ભુંતર હવાઇ એરપોર્ટથી ટેક્સી કરવી પડશે.
રેલવેથી: ટ્રેનથી શોજા પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન ચંદીગઢ છે. ત્યાર બાદ તમે અહીં હિમાચલ જતી બસમાં મુસાફરી કરી શકો છો.
રોડ દ્વારા: જો તમે રોડના રસ્તે આવવા માંગો છો તો તમારા શહેરથી હિમાચલના કોઇપણ શહેર, જેવા કે કુલુ, મનાલી કે શિમલા સુધીની કોઇ બસ કરી લો અને શહેરોથી તમે શોજા સુધી ટેક્સી કરી શકો છો અને લોકલ બસ દ્વારા પણ સફર કરી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો