મધ્યપ્રદેશ 70 વર્ષ પછી પોતાને ત્યાં પોતાના જુના મિત્ર ચિત્તાને મેળવવા જય રહ્યું છે!
ભારત એ એકમાત્ર એવો દેશ છે જ્યાં બિલાડી કુળના ત્રણેય પ્રાણીઓ - એશિયાટિક સિંહ, વાઘ અને દીપડા જોવા મળે છે. ભારતમાં આ ઉપરાંત ક્લાઉડેડ દીપડો અને સ્નો દીપડો પણ જોવા મળે છે. 100 નેશનલ પાર્ક, 50 ટાઇગર રિઝર્વ અને 550 વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી સાથે ભારત એક ફોરેસ્ટ રિચ દેશ છે પરંતુ આપણે ત્યાં ચિતા લુપ્ત થઇ ચુક્યા છે.
આનું કારણ શું?
રાજા મહારાજાઓ દ્વારા પાળવામાં આવતા ચિતાઓની સંખ્યા 20 સાડીની શરૂઆતમાં માત્ર કેટલાક સેંકડોમાં હતી. 1948 માં છેલ્લા ચિંતાનો શિકાર થયો અને 1952 માં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઇ ગયા.
1948 થી શું કરવામાં આવ્યું?
રેકોર્ડ મુજબ 1955 માં આંધ્ર પ્રદેશના સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડે ચિત્તાને પાછા લાવવા માટે એક્સપેરિમેન્ટ સૂચવેલ. 1970 માં ઈરાનથી ભારતમાં ચિત્તા લાવવા માટે વાટાઘાટો પણ થયેલી. પરંતુ ઈરાનની પોતાની પાસે એમની વસ્તી ઓછી હોવાથી એનું કઈ પરિણામ ન આવ્યું. 1980 માં આફ્રિકાથી એમને લાવવા અને 2000 માં કલોનિંગનો પણ પ્રયાસ થયો હતો.
ખરી સફળતા સપ્ટેમ્બર 2009 માં મળી જેમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આફ્રિકાથી ચિત્તાને લાવવાવની ભલામણ અને રજુઆત ચિત્તા કન્સર્વેશન ફન્ડ, IUCN અને બીજા NGO સામે કરી. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સર્વે કરવામાં આવ્યો. પછીથી તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રની પણ ગણતરી કરવામાં આવી.
હવે શું?
2021 માં બિલાડીકુલનું સૌથી ઝડપી પ્રાણી ભારત પાછું ફરી રહ્યું છે. જાન્યુઆરી 2020 માં સુપ્રીમ કોર્ટે ભારત સરકારને આફ્રિકાથી ચિત્તા લાવવા માટે મંજૂરી આપી છે. NTCA ને ગાઈડ કરવા માટે સુપ્રીમ કોર્ટે 3 સભ્યોની ટિમ પણ બનાવી છે. જો બધું જ સમુસુતરું પર પડશે તો નવેમ્બર 2021 માં 8405 કિમી દૂર આફ્રિકાથી 5 મેલ અને 3 ફિમેલ ચિત્તા ભારત આવશે. આ પ્રકારની ઘટના વિશ્વમાં પહેલી વાર બનશે.
કુનો નેશનલ પાર્ક
1981 માં મધ્યપ્રદેશના સેપુર અને મોરેના જિલ્લામાં બનેલા કુનો વાઇલ્ડલાઇફ સેન્ચ્યૂરીને 2018 માં નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો છે.
750 સ્ક્વેર કીમીમાં ફેલાયેલ કુનો નેશનલ પાર્ક ચિત્તા માટે ખુબ જ અનુકૂળ જગ્યા છે. ઓગસ્ટ 2021 સુધીમાં અહીંયા ચિત્તા વસાવવા માટેની તૈયારી પુરી થઇ જશે. અહીંયા અન્ય ઘણી જ પ્રજાતિઓ જોવા મળે છે.
શું આ રી ઇન્ટ્રોડક્શન કામ કરશે?
કોઈ પણ પ્રજાતિને કોઈ નવી જગ્યાએ લઇ જવામાં ઘણા જ પ્રશ્નો ઉભા થાય છે. જંગલની પ્રકાર, આબોહવા, પર્વતો વગેરે અનેક પરિબળો ધ્યાનમાં રાખવા પડે છે. આફ્રિકાથી ભારત સાવ અલગ જ વાતાવરણ ધરાવતો દેશ છે એ ફેક્ટર પણ એક મહત્વનું પરિબળ છે. પરંતુ એક્સપર્ટ માને છે કે પહેલા અહીંયા ચિત્તાનો વસવાટ હોવાથી ફરી વખત ચિત્તાને વાતાવરણ અનુકૂળ બનતા વાર નહીં લાગે.
ચિત્તાને વધુ ખતરો અન્ય બિલાડીકુળના પ્રાણીઓથી હોવાથી એક ફેન્સ બાઉન્ડરી વાળું નેશનલ પાર્ક એમના માટે વધુ અનુકૂળ રહેશે. કુનોમાં ચિત્તાને હરીફાઈ આપવા માટે માત્ર દીપડા જ છે પરંતુ એ ખતરો પણ નાનોસૂનો નથી.
માત્ર સમય જ કહી શકે કે આ એક્સપેરિમેન્ટ સફળ થશે કે નહિ પરંતુ એ તો ચોક્કસ છે કે નવેમ્બરમાં આપણે 70 વર્ષથી ન ઘટેલી ઘટનાના સાક્ષી બનીશું.
.