હું હંમેશા આધુનિક અને મશીની દુનિયાથી દૂર વસેલી જગ્યાની શોધમાં રહું છું. પરંતુ જ્યારે તે વિશે લખવાનું વિચારું છું તો મને ડર લાગે છે કે વાચક તને બીજું લદ્દાખ કે સ્પીતિ ન સમજે. પરંતુ આ વખતે હું ચાન્સ લઇને લખી રહ્યો છું એવી જગ્યા વિશે જે થોડાક સમય પહેલા જ મેં શોધી કાઢી છે – દારમા ખીણ, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના પૂર્વી ભાગમાં સ્થિત દારમા ખીણ તિબેટ અને નેપાળની સાથે પોતાની બોર્ડર શેર કરે છે. ખીણમાં 5000ની જનસંખ્યા છે જે લગભગ 12 આદિવાસી ગામમાં વસેલી છે. ખીણને એવી ખ્યાતિ નથી મળી જેવી હિમાલયની બીજી ખીણોને મળતી આવી છે. ઘણાં ઓછા ટૂરિસ્ટ અહીં આવે છે. લીલાછમ ઘાસના મેદાનો, રંગીન ઑર્કિડની વચ્ચે સુગંધિત પહાડો એક અલગ જ યુગમાં રહેવાનો અનુભવ કરાવે છે.
અહીં શું જોશો અને શું કરશો
પ્રાકૃતિક સુંદરતાને જોવી અને સ્થાનિક લોકોના જીવનનો આનંદ લેવો હોય તો આ જગ્યાને એક્સપ્લોર કરવી જોઇએ.
પંચચુલી
પંચચૂલીના શિખરો અને ગ્લેશિયર દારમા ખીણની ઓળખ છે. લગભગ બધા પ્રવાસીઓ જે ક્યારે પણ ખીણમાં આવે છે તે બરફમાં પાંચ શંકુ આકારના શિખરોના લોભામણા દ્રશ્યોને જોયા વગર નથી રહી શકતા. પાંચ શિખરો, 6,334 મીટર (20,781 ફૂટ) થી લઇને 6,904 મીટર (22,651 ફૂટ) સુધી ઊંચી છે, તેમની સાથે જોડાયેલી એક અહમ વાર્તા પણ છે. એવુ માનવામાં આવે છે કે પાંડવોએ સ્વર્ગ જતાં પહેલા પોતાનું અંતિમ ભોજન અહીં જ રાંધ્યું હતું. તમે આને લઇને એક ટ્રેક પર તેમના નકશેકદમ પર ચાલી શકો છો જે તમને ગ્લેશિયર, ફૂલોના મેદાન, ગ્રામીણ વાતાવરણ અને અંતરિયાળ વિસ્તારોમાં લઇ જશે અને તેમાં ઘણાં દિવસો લાગી શકે છે.
ભારતના ઘણાં દેવી-દેવતાઓનો નિવાસ હિમાલયના પહાડો પર છે. પ્રાચીન શાસ્ત્રોની વાત કરીએ તો તેમાં ઓમ છાપની સાથે આઠ પહાડોનો ઉલ્લેખ છે. અમે તેમાંથી માત્ર એકની શોધ કરી છે. આદિ કૈલાસ. તમે કૈલાસ પર્વતની આસપાસના ટ્રેક કરી શકો છો. તેમાં ઘણાં દિવસો લાગી શકે છે. પાર્વતી સરોવર, શિવ મંદિર અને નબીડાંગના દર્શનીય ગામની સાથે સાથે દાનિયા આ ટ્રેકના બીજા આકર્ષણો છે.
સ્થાનિક લોકોની સાથે હોમસ્ટે
જો ઘણાં દિવસોના ટ્રેક પર તમે ન જઇ શકો તો કંઇ વાંધો નહીં. રજાઓ વિતાવવા માટે ઘણાં વિકલ્પો અહીં મળી રહેશે. રાજ્ય સરકારની પહેલ પર લગભગ 125 પરિવાર અહીં ઘરની સુવિધા પુરી પાડી રહ્યા છે. કુમાઉ મંડલ વિકાસ નિગમે (KMVN) પરિવારોને માનક આવાસ અને સ્વચ્છતા સુવિધાઓ આપવા માટે ટ્રેનિંગ આપી છે. ડંટુ, ડુગ્ટુ, બાલિંગ અને નાગલિંગ કેટલાક એવા ગામ છે, જ્યાં આવા વિકલ્પ હાજર છે. આ ગામોની સરળ અને શાંત જીવન શૈલી અમારા વ્યસ્ત અને થકવી નાંખનારા શહેરી જીવનમાંથી બહાર આવવાની તક આપે છે. એટલે આરામ કરો અને પોતાને તાજી હવા, શુદ્ધ ભોજનની સાથે ફરીથી જીવંત કરો, નિશ્ચિત થઇને જંગલમાં ફરો અને સ્થાનિક લોકોની ખુશીઓની શોધ કરો!
દારમા ખીણ ક્યારે જશો
દારમા ખીણ ટ્રેક કરવાનો સૌથી સારો સમય માર્ચથી જૂનના મધ્ય અને સપ્ટેમ્બરની વચ્ચેથી લઇને ઓક્ટોબરના અંત સુધીનો છે. આ મહિના દરમિયાન એવરેજ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જેમાં ઘણો ઓછો વરસાદ થાય છે.
દારમા ખીણ કેવી રીતે પહોંચશો
બસ દ્ધારાઃ ધારચૂલા, દારમા ખીણનું નજીકનું શહેર છે, જે રોડના માધ્યમથી ઉત્તરાખંડના મોટા ક્ષેત્રોથી સારી રીતે જોડાયેલું છે. ધારચૂલાથી તમે દારમા ખીણ જવા માટે ટેક્સી ભાડેથી લઇ શકો છો.
રેલવે દ્ધારા: ધારચૂલાથી 271 કિ.મી. દૂર કાઠગોદામ રેલવે સ્ટેશન નજીકનું રેલવે સ્ટેશન છે. ત્યાંથી તમે ટેક્સી ભાડેથી લઇ શકો છો કે ધારચૂલાથી બસ દ્ધારા પહોંચી શકાય છે.
ફ્લાઇટ દ્ધારા: દિલ્હીથી ઉડ્યન માટે નજીકનું એરપોર્ટ પંતનગર એરપોર્ટ છે, જે ધારચૂલાથી લગભઘ 305 કિ.મી. દૂર છે.
ક્યાં રોકાશો
તાંટૂ, દુગટુ, બાલિંગ અને નાગલિંગના ગામોમાં હોમસ્ટેની સુવિધા ઉપલબ્ધ છે. તમે જંગલનો અનુભવ કરવા માટે ટેન્ટ પણ લગાવી શકો છો.