મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે?

Tripoto
Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi

પર્યટનની આપાર સંભાવનાઓથી પરિપૂર્ણ છત્તીસગઢના લીલાછમ જંગલ, ઝરણાં અને પહાડ સ્વાભાવિક રીતે જ પર્યટકોનું મન મોહી લે છે. પરંતુ ઘણાં ઓછા પ્રવાસીઓને કદાચ એ ખબર હશે કે છત્તીસગઢમાં મેનપાટ એક એવી સુંદર જગ્યા છે જ્યાં બરફ પડે છે અને શિયાળામાં આ વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઇ જાય છે. મેનપાટમાં ઘણી ઠંડક રહે છે, આ જ કારણ છે કે આને છત્તીસગઢનું શિમલા પણ કહેવાય છે. છત્તીસગઢના મેનપાટના મેદાનો શિમલાની અનુભૂતિ કરાવે છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળાના ઋતુમાં. પ્રકૃતિની અનુપમ છટાઓથી પરિપૂર્ણ મેનપાટને ચોમાસામાં વાદળો ઘેરી લે છે. ત્યારે આ જગ્યાની સુંદરતા ઘણી વધી જાય છે. લાગે છે જાણે કે આકાશમાંથી વાદળો ધરતી પર ઉતરી રહ્યાં હોય. અંબિકાપુરથી દરિમા થઇને કમલેશ્વરપુરમ સુધી પાક્કા રસ્તા વળાંકદાર રોડ અને ગાઢ જંગલ મેનપાટ પહોંચનારા દરેકને પ્રફુલ્લિત કરી દે છે.

મિનિ તિબેટ પણ કહે છે આને

Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi
Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi

મેનપાટની એક ખુબી બીજી પણ છે કે 1962માં અહીં તિબેટિયનોને શરણાર્થી તરીકે અહીં વસાવાયા હતા એટલે આને મિનિ તિબેટના નામથી પણ ઓળખવામાં આવે છે. તિબેટીયનોના વસવાટના કારણે અહીંના મઠ-મંદિર, ખાણીપીણી અને સંસ્કૃતમાં પણ તિબેટ જેવો અનુભવ થાય છે. આ જ કારણ છે કે આને છત્તીસગઢના શિમલાની સાથે મિનિ તિબેટ પણ કહેવાય છે. અહીં તિબેટિયન ધર્મગુરુ દલાઇલામા બે વાર આવી ચૂક્યા છે. અહીં તિબેટિયન કેમ્પ અને બૌદ્ધ મંદિર પહોંચીને મનને શાંતિ મળે છે.

Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi
Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi

મેનપાટ છત્તીસગઢનું એક પર્યટન સ્થળ છે. મેનપાટ એક નાનકડું ગામ છે, જે અંબિકાપુરથી અંદાજે 55 કિલોમીટર પર આવેલું છે. મેનપાટ વિંધ્યાચળ પર્વતમાળા પર આવેલું છે. સમુદ્રની સપાટીએથી તેની ઉંચાઇ 3,780 ફુટ છે. મેનપાટની લંબાઇ 28 કિલોમીટર અને પહોળાઇ 12 કિલોમીટર છે. આ ઘણું જ આકર્ષક સ્થળ છે. મેનપાટ પ્રવાસીઓ માટે ઘણું જ ઓફબીટ ડેસ્ટિનેશન છે. જે લોકો કોઇ નવી જગ્યાની શોધમાં હંમેશા રહેતા હોય છે તેમના માટે આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી. એટલે આ જગ્યાને છત્તીસગઢનું શિમલા પણ કહેવાય છે. અહીં ઉંચા-ઉંચા પહાડ અને તેમની વચ્ચે ફરતા વાદળો ખુબ જ સુંદર લાગે છે.

મેનપાટમાં જોવાલાયક મહત્વની જગ્યાઓ

મેનપાટમાં જોવા માટે ઘણું બધુ છે, અહીં ઘણાંબધા મનમોહક સ્થળ છે પરંતુ જો તમે કયારેક મેનપાટના મેદાનોમાં જાઓ છો તો તમને મેનપાટના આ પર્યટન સ્થળોમાં જઇને મનોરમ દ્રશ્યોનો આનંદ જરૂર ઉઠાવવો જોઇએ.

ટાઇગર પૉઇન્ટ મેનપાટ

Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi

ટાઇગર પોઇન્ટ મેનપાટના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, અહીં વાંદરાઓની ઉથળકુદ અને કલ કલ કરતા ઝરણાં મનમોહક દ્રશ્યનું નિર્માણ કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘણાં વર્ષો પહેલા આ ક્ષેત્રમાં જંગલમાં વાઘ જોવા મળતા હતા. જેના કારણે આ જગ્યાનું નામ ટાઇગર પોઇન્ટ પડ્યું. ટાઇગર પોઇન્ટ મહાદેવ મુદા નદી ઝરણાંનું નિર્માણ કરે છે. આ ઝરણું લગભગ 60 મીટરની ઉંચાઇ પરથી નીચે પડે છે.

જલજલી પોઇન્ટ મેનપાટ

Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi
Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi

આ મેનપાટનું એવું આકર્ષણનું કેન્દ્ર છે જ્યાં જઇને દરેકને બાળકની જેમ ઉછળવા-કુદવાનું મન થાય છે. કારણ કે અહીંની જમીન ભૂકંપ વગર હલે છે. જી હાં, તમે બિલકુલ બરોબાર વાંચ્યું. જો તમે જમીન પર ઉછળો છો તો જમીન હલે છે. જો તમે મેનપાટ આવો તો કુદરતના આ કરિશ્માને જોવાનું ભૂલતા નહીં.

ઉલટાપાની

Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi

મેનપાટનું ઉલટુંપાણી હાલમાં જ અસ્તિત્વમાં આવ્યું છે અને અહીં આવીને પ્રવાસીઓ ઘણાં આશ્ચર્યચકિત થઇ જાય છે કારણ કે અહીં પાણીનું વહેણ ઉંચાઇ તરફ છે સાથે જ અહીં રોડ પર ઉભેલી ન્યૂટ્રલ ગાડી પહાડ બાજુ જવા લાગે છે. અહીં પાણીનું વહેણ વિપરિત દિશામાં હોવાના કારણે આ જગ્યાનું નામ ઉલટાપાની રાખવામાં આવ્યું છે.

જલપરી પોઇન્ટ

Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi

અહીં આવ્યા બાદ તમે આ ઝરણાંને જોઇને મોહિત થઇ જશો. આ મેનપાટનું સૌથી સુંદર ઝરણું છે. અહીંના સ્થાનિક લોકોમાં દંતકથા પ્રચલિત છે કે અહીં પહેલા જલપરી જોવા મળતી હતી. બસ આ જ કારણે અહીંનું નામ જલપરી રાખવામાં આવ્યું છે. જે પહાડોની વચ્ચે ગામથી લગભગ 17 km દૂર સ્થિત છે. અહીં માછલી નદી પર ઝરણું છે જે લગભગ 80 મીટરની ઉંચાઇથી પડે છે જે સુંદર દ્રશ્યનું નિર્માણ કરે છે.

મેનપાટ કાર્નિવલ

Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi

આ મહોત્સવની શરૂઆત 2012માં કાર્નિવલ નામથી કરવામાં આવી. આ ઉત્સવમાં સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ, સ્થાનિક કલાકારો, છત્તીસગઢના કલાકારો, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કલાકારોના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને પ્રસ્તુત કરવામાં આવે છે. આ ઉત્સવ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતના દિવસોમાં આયોજિત કરવામાં આવે છે.

મેનપાટ ફરવાનો સૌથી સારો સમય

મેનપાટની સફર રોમાંચથી ભરેલી છે. જો તમે મેનપાટ જવાનું વિચારી રહ્યાં છો તો તમે વર્ષના કોઇપણ મહિનામાં જઇ શકો છો પરંતુ તમારે એ ધ્યાન રાખવું પડશે કે મેનપાટની સુંદરતા ચરમ પર, વરસાદ અને ઠંડીની ઋતુમાં રહે છે. મારા મતે જો તમે મેનપાટના લીલાછમ મેદાનોનો આનંદ ઉઠાવવા માંગો છો તો વરસાદ કે ઠંડીની ઋતુમાં જરૂર જાઓ. જો તમે કુદરતી સૌંદર્યની સાથે સાથે રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમની મજા લેવા માંગો છો તો તમારે મેનપાટ કાર્નિવલ દરમિયાન મેનપાટ ફરવા જવું જોઇએ.

કેવી રીતે પહોંચશો મેનપાટ

Photo of મેનપાટઃ ભારતના મિની તિબેટ ગણાતા આ સુંદર ગામ અંગે શું જાણો છો તમે? by Paurav Joshi

મેનપાટ જવા માટે તમને બસ, ટેક્સીની સુવિધા સરળતાથી મળી જશે. અંબિકાપુર-રાયગઢ ધોરીમાર્ગથી થઇને મેનપાટ સરળતાથી પહોંચી શકાય છે. છત્તીસગઢની રાજધાની રાયપુરથી તેનું અંતર 390 કિ.મી. છે. અને અંબિકાપુરથી 50 કિલોમીટર દૂર છે. તમે અંબિકાપુર સુધી ટ્રેનમાં આવી શકો છો ત્યારબાદ તમે તમારી સુવિધા અનુસાર મેનપાટ પહોંચી શકો છો.

નજીકનું રેલવે સ્ટેશન– અંબિકાપુર રેલવે સ્ટેશન મેનપાટનું નજીકનું રેલવે સ્ટેશન છે.

નજીકનું એરપોર્ટઃ સ્વામી વિવેકાનંદ એરપોર્ટ રાયપુર મેનપાટનું સૌથી નજીકનું એરપોર્ટ છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads